Ahmedabad: AMC દ્વારા કાળઝાળ ગરમીમાં રાહત માટે અમલમાં મૂકવામાં આવ્યો હિટ એક્શન પ્લાન, જાણો કઈ રીતે કરશે કામ

|

Apr 24, 2023 | 9:31 PM

AMCએ  કાર્યક્રમ યોજી ટ્રાફિક વિભાગને તાલીમ આપી ગરમીથી બચવાના જરૂરી સલાહ સૂચન પણ આપ્યા હતા . સાથે સાથે ટ્રાફિક વિભાગ દ્વારા શહેરમાં સરવે કરી બપોરે 12 થી 4 સુધી 127 સિગ્નલ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તેમજ   58 સિગ્નલના સમયમાં ઘટાડો કરવામાં આવ્યો.

Ahmedabad: AMC દ્વારા કાળઝાળ ગરમીમાં રાહત માટે અમલમાં મૂકવામાં આવ્યો હિટ એક્શન પ્લાન, જાણો કઈ રીતે કરશે કામ

Follow us on

અમદાવાદ સહિત રાજ્યમાં હાલ 41 ડિગ્રી ઉપર તાપમાન છે. હવામાન વિભાગે યલો એલર્ટ પણ જાહેર કર્યું છે. તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગરમીને લઈને હિટ એક્શન પ્લાન પણ લાગુ કર્યો છે. જેનાથી લોકોને ગરમીમાં રાહત આપી શકાય. ત્યારે જોઈએ કે આ હિટ એક્શન પ્લાન શા માટે અમલમાં મૂકવામાં આવ્યો છે.

એક માહિતી અનુસાર વર્ષ 2010 માં ગરમીના કારણે સૌથી વધુ લોકોમાં મોત નિપજ્યા હતા. આ ઘટનામાંથી બોધ લઇને  AMC દ્વારા વિવિધ સરવે કરીને હિટ એક્શન પ્લાન બનાવવામાં આવ્યો હતો  અને તેને વર્ષ  2013 માં એક્શન પ્લાન લાગુ કરી ગરમીથી બચવા જરૂરી વ્યવસ્થા ઉભી કરવી તેમજ લોકોને જાગૃત કરવાના પ્રયાસ શરૂ કરાયા.

આ  પણ વાંચો: Breaking News: ડમી કાંડમાં વધુ 5 આરોપીઓ ઝડપાયા, આરોપીઓએ ધોરણ 10 તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી હતી, યુવરાજસિંહના સાળા કાનભાના 5 દિવસના રિમાન્ડ મંજૂર

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

હિટ એક્શન પ્લાનના નોડલ ઓફિસર ડો. તેજશ શાહ ના જણાવ્યા પ્રમાણે વર્ષોવર્ષ નોંધાયેલા આંકડા નો જોતા અસરકારક હિટ એક્શન પ્લાન અમલમાં મૂકવામાં આવ્યો હતો.  વર્ષ 2010 થી  વર્ષ 2022  સુધીના આંકડો  જોઈએ તો  પહેલા આંકડા પર નજર કરીએ તો  હિટ સ્ટ્રોકના  કેસ અને તેની સામે મરણના આંકડા રજૂ કરવામાં આવ્યા  છે.

  1. વર્ષ 2010 કેસ 274 અને મોત 65
  2. વર્ષ 2014 કેસ 66 અને મોત 14
  3. વર્ષ 2015 કેસ 26 અને મોત 9
  4. વર્ષ 2016 કેસ 116 અને મોત 21
  5. વર્ષ 2017 કેસ 33 અને મોત 2
  6. વર્ષ 2018 કેસ 27 અને મોત 1
  7. વર્ષ 2019 કેસ 12 અને મોત 4
  8. કોરોનાને કારણે 2020 અને 2021 ના આંકડા સામે નથી આવ્યા
  9. વર્ષ 2022 કેસ 81 અને મોત 7

હિટ એકશન પ્લાન અંર્તગત અ.મ્યુ.કો. દ્વારા કરવામાં આવેલ કામગીરી

  • અમદાવાદ શહેર હવામાન વિભાગ સાથે સંકલન કરી દૈનિક ધોરણે આવનાર પાંચ દિવસ અંગેનુ પુર્વાનુમાન મેળવવામાં આવે છે, અને તે અંગે પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક સોશીયલ મીડીયા મારફતે લોકોને માહીતગાર કરવામાં આવે છે.
  • તમામ અર્બન હેલ્થ સેન્ટર તેમજ કોમ્યુનીટી હેલ્થ સેન્ટર ખાતે ઓ.આર.એસ. સેન્ટર ઉભા કરવામાં આવેલ છે. તેમજ આંગણવાડી સેન્ટર પર ઓ.આર.એસ. ઉપલબ્ધ છે.
  • જુદી જુદી સામાજીક સંસ્થાના સહયોગથી 500 થી વધુ પાણીની પરબો શરુ કરવામાં આવેલ છે.
  • બી.આર.ટી.એસ. બસ સ્ટેન્ડ ઉપર પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવેલ છે.
  • 31 જેટલા એ.એમ.ટી.એસ. ડેપો પર પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવેલ છે.
  • સમગ્ર ઉનાળાની ઋતુમાં 10લાખ જેટલા ઓ.આર.એસ. પેકેટસનું વિતરણ કરવામાં આવશે.
  • ટ્રાફિક પોલીસ વિભાગને 50,000જેટલા ઓ.આર.એસ. પેકેટસ પુરા પાડવામાં આવશે.
  • અ.મ્યુ.કો. સંચાલીત જનરલ હોસ્પિટલ તેમજ કોમ્યુનીટી હેલ્થ સેન્ટર ખાતે ગરમીને લગત બિમારી તેમજ હિટ સ્ટ્રોકના કેસોને પહોંચી વળવા અલાયદી વ્યવસ્થા ઉભી કરવામાં આવેલ છે.
  • અ.મ્યુ.કો. ખાતે 283  બગીચાઓ રાત્રિના 11 કલાક સુધી ખુલ્લા રહેશે.
  • એસ્ટેટ વિભાગ શ્રમિકો માટે કંન્સ્ટ્રક્શન સાઇટ પર પીવાનુ પાણી ઉપલબ્ધ રહે તે સુનિશ્ચિત કરશે. દરેક ઝોનમાં મોબાઇલ પાણીની પરબ શરુ કરવામાં આવેલ છે.

 58 સિગ્નલના સમયમાં ઘટાડો કરવામાં આવ્યો

AMCએ  કાર્યક્રમ યોજી ટ્રાફિક વિભાગને તાલીમ આપી ગરમીથી બચવાના જરૂરી સલાહ સૂચન પણ આપ્યા હતા . સાથે સાથે ટ્રાફિક વિભાગ દ્વારા શહેરમાં સરવે કરી બપોરે 12 થી 4 સુધી 127 સિગ્નલ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તેમજ   58 સિગ્નલના સમયમાં ઘટાડો કરવામાં આવ્યો. જેથી વાહન ચાલકોએ ગરની વચ્ચે વધુ સમય સિગ્નલ પર ઉભા રહેવું ન પડે. તેમજ 127 બંધ સિગ્નલ પર તે સમયે ઇ મેમો પણ નહિ આવે. જેની પણ રાહત લોકોને મળશે.

રેડ એલર્ટ દરમ્યાન  AMC  શું કરશે

એસ્ટેટ વિભાગ મારફતે શહેરમાં ચાલતી તમામ કન્સ્ટ્રકશન સાઇટ બપોરે12 થી 4 કલાક દરમ્યાન બંધ રહે તે સુનિશ્ચિત કરવામાં આવશે. કોર્પોરેશન હસ્તકની ઓન ફિલ્ડ સાઇટમાં પણ આ તકેદારી રાખવામાં આવશે.

  • આંગણવાડી સવારે 11:30  કલાક સુધી જ ચાલુ રાખવામાં આવશે.
  • તમામ અર્બન હેલ્થ સેન્ટર સાંજે 7-00 કલાક સુધી ચાલુ રાખવામાં આવશે.
  •  સફાઇ કામદારનો સમય બપોરે 3-00 ક્લાકની જગ્યાએ 4-30 કલાકનો કરવામાં આવશે.

આ પરિસ્થિતિમાં આપવામાં આવે છે  રેડ એલર્ટ

હવામાન વિભાગ દ્વારા વિવિધ  એલર્ટ આપવામાં આવે છે તે તાપમાન ચોક્કસ ડિગ્રીને પાર કરવાનું હોય ત્યારે જ આપવામાં આવે છે.

  • યલો એલર્ટ 41 થી 43 ડિગ્રી પર જાહેર થાય છે
  • ઓરેન્જ એલર્ટ 43 થી 45 ડિગ્રી પર જાહેર થાય છે
  • રેડ એલર્ટ 45 થી ઉપર ડિગ્રી હોય ત્યારે જાહેર થાય છે

    ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

    ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 9:25 pm, Mon, 24 April 23

Next Article