Ahmedabad : ધંધુકા સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુલાકાત લેતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ

|

Jul 06, 2022 | 7:41 PM

ગુજરાતના(Gujarat)  આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સામૂહિક આરોગ્ય કેન્દ્રના નવનિર્મિત બાલ સેવા કેન્દ્રની પણ આ ક્ષણે મંત્રીએ મુલાકાત કરી હતી.મંત્રીએ હોસ્પિટલમાં સેવારત સ્ટાફ અને તબીબો સાથે તેમના પ્રશ્નો અને જરુરિયાતો સંદર્ભે પણ સામેથી ચર્ચા કરી હતી. જેમાં આરોગ્ય કેન્દ્રમાં સારવાર હેઠળના બાળ દર્દીઓ પ્રત્યે આરોગ્યપ્રધાનનું વ્હાલ છલકાયું હતું.

Ahmedabad : ધંધુકા સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુલાકાત લેતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ
Gujarat Health Minister Visit Dhandhuka CHC

Follow us on

ગુજરાતના(Gujarat)  આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે( Rishikesh Patel ) ધંધુકા તાલુકા પંચાયત લોકાર્પણના પૂર્વનિર્ધારિત કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ધંધુકા સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુલાકાત લઈને સમગ્રતયા વ્યવસ્થાપન અને સુવિધાઓની જાત માહિતી મેળવી હતી. તેમણે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં થઈ રહેલી કામગીરીનો તાગ મેળવી સારવાર હેઠળના બાળ દર્દીઓ અને કુપોષિત બાળકોના વાલીઓ સાથે સંવાદ સાધી હોસ્પિટલની સેવા-સુશ્રુષા અને ઉપલબ્ધ સારવાર અંગેના તેમના પ્રતિભાવો જાણ્યા હતા.મંત્રીએ આરોગ્ય કેન્દ્રના બાલ સેવા કેન્દ્રમાં રસોઈ કરતી મહિલાઓ સાથે પણ સંવાદ સાધી ખાધ-ખોરાક સુરક્ષા સંદર્ભે પણ ઝીણવટભરી માહિતી મેળવી હતી.

બાળ દર્દીઓ પ્રત્યે આરોગ્યપ્રધાનનું વ્હાલ છલકાયું

સામૂહિક આરોગ્ય કેન્દ્રના નવનિર્મિત બાલ સેવા કેન્દ્રની પણ આ ક્ષણે મંત્રીએ મુલાકાત કરી હતી.મંત્રીએ હોસ્પિટલમાં સેવારત સ્ટાફ અને તબીબો સાથે તેમના પ્રશ્નો અને જરુરિયાતો સંદર્ભે પણ સામેથી ચર્ચા કરી હતી. જેમાં આરોગ્ય કેન્દ્રમાં સારવાર હેઠળના બાળ દર્દીઓ પ્રત્યે આરોગ્યપ્રધાનનું વ્હાલ છલકાયું હતું. મંત્રી ઋષિકેશ પટેલે આરોગ્ય કેન્દ્રમાં કાર્યરત મેડિકલ સ્ટાફ, પેરા મેડિકલ સ્ટાફ અને સારવાર હેઠળના બાળ દર્દીઓના વાલીઓ સાથે સંવેદનાસભર સંવાદ સાધ્યો હતો. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની મુલાકાત વેળાએ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા પણ તેમની સાથે જોડાયા હતા.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

જન્મથી મૃત્યુ સુધી અનેક યોજનાઓ થકી આજે સરકાર હામી બની

ઉલ્લેખનીય છે કે, મહેસાણા  તાલુકાના જોરણંગ ગામથી વંદે ગુજરાત વિકાસ યાત્રાના  પ્રારંભ પ્રસંગે મંગળવારે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરેલ કાર્યો થકી ગુજરાતે વિશ્વ ગુરૂ બનવાની પહેલ કરી છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ઉમેર્યું હતું કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શિક્ષણ, સ્વાસ્થ્ય અને સલામતિ થકી રાજ્યના વિકાસનું મોડેલ બનાવ્યું છે.મંત્રીએ ઉમેર્યું હતું કે વંદે ગુજરાત વિકાસ યાત્રા નથી પરંતુ રાજ્યના 20 વર્ષના વિશ્વાસનો જનતાએ મુકેલ ભરોસો છે.તેમણે વધુમાં ઉમેર્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રજાની આશાઓ,આકાંક્ષાઓ પુર્ણ કરી શાસનની વ્યવસ્થાનો નવો માર્ગ કંડાર્યો છે.આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે છેલ્લા બે દાયકામાં છેવાડાના માનવીને વિકાસના ફળ મળતા થયા છે.જન્મથી મૃત્યુ સુધી અનેક યોજનાઓ થકી આજે સરકાર હામી બની છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે રાજ્ય સરકારે દરેક ક્ષેત્રે પાયાથી માંડીને ઉંચી ઈમારત સુધીનું કામ કર્યું છે.

Published On - 7:36 pm, Wed, 6 July 22

Next Article