Ahmedabad: 48 વર્ષના દિવ્યાંગની એક આધાર કાર્ડ માટે રઝળપાટ, તમામ કાગળો હોવા છતાં આધાર કેન્દ્રો પર ધરમના ધક્કા

|

Jul 03, 2021 | 6:27 PM

Ahmedabad: સ્થાનિક સામાજિક કાર્યકરની મદદથી બે વાર અમરાઈવાડીના ધારાસભ્ય જગદીશ પટેલના સહીસિકકા સાથેના આધાર ફોર્મ હોવા છતાં પણ આધાર સેન્ટરમાં રઝળપાટ કરવી પડી રહી છે.

Ahmedabad: દિવ્યાંગ વ્યક્તિ સાથે સવંદેનાથી જોડાવવાની જગ્યાએ એક આધાર સેન્ટર વાળા બીજા આધાર સેન્ટરે મોકલીને દિવ્યાંગ ગૌતમ સુથારને રઝળાવી રહ્યા છે. સ્થાનિક સામાજિક કાર્યકરની મદદથી બે વાર અમરાઈવાડીના ધારાસભ્ય જગદીશ પટેલના સહીસિકકા સાથેના આધાર ફોર્મ હોવા છતાં પણ આધાર સેન્ટરમાં રઝળપાટ કરવી પડી રહી છે.

 

હાટકેશ્વર (Hatkeshwar) – ભાઈપુરા વોર્ડની વિશ્વાસ પાર્ક ભાગ્યોદય નગર પાસે રહેતા 48 વર્ષના ગૌતમ સુથાર નામના દિવ્યાંગને આધારકાર્ડ માટે રઝળપાટ કરવી પડી રહી છે. આખરે સ્થાનિક કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા આ અંગે હસ્તક્ષેપ કરીને તાકીદ કરતાં દિવ્યાંગ ગૌતમ સુથારને ધક્કા ખાવામાંથી મુક્તિ મળશે અને આધારકાર્ડ મળવાની આશા બંધાઈ છે.

 

આ પણ વાંચો: Mehsana: ઊંઝા નગરપાલિકાના 3 અપક્ષ નગરસેવકોનો વિવાદ સામે આવ્યો, મિટિંગમાં દાદાગીરી કરવા બદલ ફટકારી નોટિસ

 

આ પણ વાંચો: Ahmedabad : કોરોનાની સંભવિત ત્રીજી લહેર પહેલા અમદાવાદના તમામ 9 તાલુકાઓમાં 1.60 લાખ બાળકોનો સર્વે કરાયો

Next Video