અમદાવાદમાં ફરી એક વાર સોસાયટી અને PG આમને સામને, તો PG સંચાલકોએ મુખ્યપ્રધાનને પત્ર લખ્યો

|

Oct 04, 2021 | 11:34 PM

એક બાજુ સોસાયટીઓ દ્વારા PG સામે વાંધો ઉઠાવવામાં આવ્યો તો બીજી બાજુ PG સંચાલકો કહી રહ્યા છે કે નિયમોનું પાલન થાય છે તો PG સામે વાંધો કેમ ?

AHMEDABAD : અમદાવાદ શહેરમાં સોસાયટીઓ-PG ફરી આમને-સામને આવ્યા છે.સોસાયટીઓમાં ચાલતા PG સામે રહીશોએ વાંધો ઉઠાવ્યો હોય તેવી ઘટના ફરી સામે આવી છે.ગુલબાઇ ટેકરા વિસ્તારના તુલસી શ્યામ એપાર્ટમેન્ટના સિનિયર સીટીઝન્સ સોસાયટીમાં ધમધમતા PGથી પરેશાન છે…સોસાયટીના લોકોએ PG સંચાલક અને પોલીસ પર ગંભીર આક્ષેપો પણ લગાવ્યા.

તો, સ્થાનિકોના આક્ષેપ પર યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના PI વી જે જાડેજાએ કહ્યું કે, ‘આ મામલો કોર્પોરેશન હસ્તક આવે છે, જેમાં પોલીસનો કોઇ પ્રશ્ન રહેતો નથી’

તો, સોસાયટી અને PG વચ્ચે વારંવાર થતી બબાલની ઘટનાઓને લઇને PG સંચાલકોએ રાજ્ય ગૃહપ્રધાન અને મુખ્યપ્રધાનને પત્ર લખ્યો છે. આ પત્રમાં મુખ્યપ્રધાનને PG અંગે કોઈ ચોક્કસ નિર્ણય લેવા વિનંતી કરવામાં આવી છે…આ ઉપરાંત અત્યારે PGમાં રહેતા વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલી અંગે વિચારણા કરવા જણાવ્યું છે.

સોસાયટીઓમાં ચાલતા PG અંગે વાંધો ઉઠાવવામાં આવતા બહાર ગામથી આવતા વિદ્યાર્થીઓને મુશ્કેલી ઉભી થઇ છે.એક બાજુ સોસાયટીઓ દ્વારા PG સામે વાંધો ઉઠાવવામાં આવ્યો તો બીજી બાજુ PG સંચાલકો કહી રહ્યા છે કે નિયમોનું પાલન થાય છે તો PG સામે વાંધો કેમ ?

આ પણ વાંચો : કૃષિ અને ટેકનોલોજીનો સમન્વય, ભાવનગરમાં ડ્રોન દ્વારા પાક પર નેનો યુરીયાનો છંટકાવ, જુઓ વિડીયો

આ પણ વાંચો : SURAT : એલ.પી.સવાણી સ્કૂલમાં 3 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત, શાળાને 7 દિવસ માટે બંધ કરવામાં આવી

Next Video