Ahmedabad: ગુજરાતને અંગદાન માટે મળેલા ઍવોર્ડ અંગદાન કરનારા સ્વર્ગસ્થ ડોનર્સ અને તેમના સ્વજનોને કરાયા અર્પણ

|

Aug 07, 2023 | 9:56 PM

Ahmedabad રાષ્ટ્રીય અંગદાન દિવસે ગુજરાતની સૌથી મોટી સિવિલ હોસ્પિટલની અંગદાનની કામગીરી બદલ બહુમાન કરાયુ હતુ. અંગદાન સંદર્ભે સિવિલ હોસ્પિટલની કામગીરી બદલ ગુજરાતને વિવિધ કેટેગરીમાં પાંચ ઍવોર્ડ એનાયત કરાયા હતા. આ ઍવોર્ડ અંગદાન કરનારા તમામ સ્વર્ગસ્થ વ્યક્તિઓને અર્પણ કરવામાં આવ્યા છે.

Ahmedabad: ગુજરાતને અંગદાન માટે મળેલા ઍવોર્ડ અંગદાન કરનારા સ્વર્ગસ્થ ડોનર્સ અને તેમના સ્વજનોને કરાયા અર્પણ

Follow us on

Ahmedabad: રાષ્ટ્રીય ક્ષેત્રે અંગદાન માટે ગુજરાતને મળેલા એવોર્ડ અંગદાન કરનાર તમામ સ્વર્ગસ્થ ડોનર અને તેમના સ્વજનોને અર્પણ કરવામાં આવ્યા છે. રાષ્ટ્રીય અંગદાન દિવસે સિવિલ હોસ્પિટલનુ અંગદાન માટેની વિવિધ કામગીરી બદલ થયેલ બહુમાન કરવામાં આવ્યું હતું આ સંદર્ભે સિવિલ હોસ્પિટલના અમરકક્ષમાં મૃત્યુ બાદ અંગદાન કરનાર તે તમામ વ્યક્તિઓની તસવીરો સામે તમામ 5 એવોર્ડ રાખી આ એવોર્ડ સ્વર્ગસ્થ અંગદાન કરતા વ્યક્તિઓને અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો.

અંગદાન કરનારા સ્વર્ગસ્થ ડોનર્સને અર્પણ કરાયા ઍવોર્ડ

અમદાવાદ સિવિલ હોસ્પિટલને બેસ્ટ રિટ્રાઇવલ સેન્ટર , બેસ્ટ બ્રેઇનડેડ કમિટી અને ટ્રાન્સપ્લાન્ટ કો-ઓર્ડિનેટરની શ્રેણીમાં એક્સલન્સ એવોર્ડ આપવામાં આવ્યા. નવી દિલ્હી ખાતે NOTTO (National Organ and Tissue Transplant Organisation) દ્વારા આયોજિત કાર્યક્રમમાં ગુજરાતને વિવિધ કેટેગરીમાં પાંચ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા. જે હકીકતમાં અંગદાન કરનાર તમામ વ્યક્તિઓને અર્પણ કરાયા.

રાજ્યમાં પાંચ વર્ષમાં 1207 અંગદાન અને 1673 ટ્રાન્સપ્લાન્ટ થયા

એશિયાની સૌથી મોટી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અઢી વર્ષમાં 123 બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગદાનમાં 397 અંગો સફળતાપૂર્ણ રિટ્રાઇવ કરીને 377 જરૂરિયાતમંદ વ્યક્તિઓને નવજીવન આપવામાં આવ્યું છે. SOTTOના માર્ગદર્શનમાં રાજ્યમાં પાંચ વર્ષમાં 1207 અંગદાન અને 1673 ટ્રાન્સપ્લાન્ટ થયા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 123 બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગદાનમાં 397 અંગોને રિટ્રાઇવ કરીને 377 જરૂરિયાતમંદોને નવજીવન બક્ષવામાં આવ્યું છે.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

SOTTOના કન્વિનર ડૉ. પ્રાંજલ મોદીના માર્ગદર્શન હેઠળ પાંચ વર્ષમાં 1207 અંગદાન અને 3673 ટ્રાન્સપ્લાન્ટ થયા છે. હાલ રાજ્યમાં કુલ રિટ્રાઇવલના 42% સરકારી સંસ્થામાં અને 68 % ટ્રાન્સપ્લાન્ટ સરકારી સંસ્થામાં કરવામાં આવી રહ્યા છે. જે ખરેખર ખૂબ મોટી સિદ્ધિ સાબિત થઈ છે.

અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રે ગુજરાતનું રાષ્ટ્રીય સ્તરે બહુમાન

વર્ષ 2019 માં રાજ્યમાં SOTTOની સ્થાપના કરવામાં આવી છે. સોટ્ટોની સ્થાપના બાદ કોરોનાકાળના બે વર્ષની વિષમ પરિસ્થિતીઓ વચ્ચે SOTTOના કન્વીર ડૉ. પ્રાંજલ મોદીના માર્ગદર્શન હેઠળ પાંચ વર્ષમાં1207 અંગદાન અને 3673 ટ્રાન્સપ્લાન્ટ થયા છે. હાલ રાજ્યમાં કુલ રીટ્રાઇવલના 42% સરકારી સંસ્થામાં અને 68 % ટ્રાન્સપ્લાન્ટ સરકારી સંસ્થામાં કરવામાં આવી રહ્યા છે.

 

આ પણ વાંચો : આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સ્પીકમેકે દ્વારા અમદાવાદમાં બે દીવસનો શાસ્ત્રીયસંગીતનો શ્રુતી અમૃત મહોત્સવ યોજાયો

SOTTO ગુજરાત અને અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટને ઇમર્જીંગ સંસ્થા તરીકેના એવોર્ડ મળ્યા

અમદાવાદ સિવિલ હોસ્પિટલને બેસ્ટ રીટ્રાઇવલ સેન્ટર, બ્રેઇનડેડ કમીટી માટે તેમજ સિવિલ હોસ્પિટલના જ આર.એમ.ઓ. ડૉ. સંજય સોલંકીને બેસ્ટ ટ્રાન્સપ્લાન્ટ કો-ઓર્ડિનેટર માટે એક્સલન્સ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીના નેતૃત્વમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અઢી વર્ષમાં 123 બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગદાનમાં 397 અંગો સફળતાપૂર્ણ રીટ્રાઇવ કરીને 377 જરૂરિયાતમંદ વ્યક્તિઓને નવજીવન આપવામાં આવ્યું છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 8:53 pm, Mon, 7 August 23

Next Article