Ahmedabad: ગુજરાત ATSને મળી મોટી સફળતા, દાઉદ ગેંગના ચાર સાગરિતોની ધરપકડ

|

May 17, 2022 | 3:56 PM

ગુજરાત ATSએ દાઉદ ગેંગના ચાર સાગરિતોની ધરપકડ કરી છે. યુસુફ બટકા ,અબુ બકર, સોયેબ બાબા સહિતના 1993ના મુંબઈ બ્લાસ્ટના વોન્ટેડ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

Ahmedabad: ગુજરાત ATSને મળી મોટી સફળતા, દાઉદ ગેંગના ચાર સાગરિતોની ધરપકડ
ATS Arrests 4 Accused

Follow us on

ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્કવૉડને (Gujarat ATS) એક મોટી સફળતા મળી છે. ગુજરાત ATSએ દાઉદ ઈબ્રાહિમ ગેંગના નજીકના 4 સાગરિતની ATSએ ધરપકડ કરી છે. ગુજરાત ATSએ બાતમીના આધારે અબુ બકર, યુસુફ ભટાકા, શોએબ બાબા, સૈયદ કુરેશીની ધરપકડ કરી. આ ઝડપાયેલા ચારેય શખ્સો 1993ના મુંબઈ શ્રેણીબદ્ધ વિસ્ફોટ કેસના ફરાર આરોપીઓ છે. મુંબઈ બ્લાસ્ટ (Mumbai Blast) બાદ તમામ આરોપીઓ વિદેશ ભાગી ગયા હતા. જે બાદ નકલી પાસપોર્ટ પર થોડા સમય પહેલા જ અમદાવાદ પરત ફર્યા હતા. આ આરોપીઓને ઝડપીને સુરક્ષા એજન્સીઓએ વધુ તપાસ હાથ ધરી છે.

1993 મુંબઈ શ્રેણીબદ્ધ વિસ્ફોટમાં સંકળાયેલા અને દાઉદ ઈબ્રાહિમ ગેંગના ચાર સાગરિતની ગુજરાત ATSએ ધરપકડ કરી લીધી છે. અમદાવાદના સરદારનગર વિસ્તારમાંથી દાઉદના 4 સાગરિત અબુ બકર, યુસુફ ભટાકા, શોએબ બાબા, સૈયદ કુરેશી ઝડપાઇ ગયા છે. આ ચારેય શખ્સોની ATSએ પહેલા બોગસ પાસપોર્ટ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. પાસપોર્ટ કેસમાં નામ અને સરનામા ખોટા હોવાથી ATSએ કડક પૂછપરછ કરી હતી. જેથી મુંબઈ શ્રેણીબદ્ધ બ્લાસ્ટ કેસમાં સંડોવણી અને દાઉદ ઈબ્રાહિમ ગેંગ સાથેના તાર ખુલ્યા હતા. વર્ષોથી ચારેય આરોપી બોગસ પાસપોર્ટ બનાવીને એક દેશથી બીજા દેશમાં ફરતા હતા. આરોપીઓ થોડા સમય પહેલાં દુબઈમાં હતા. જો કે અમદાવાદ એરપોર્ટ નજીક આવતા જ ATSના હાથે ઝડપાયા ગયા.

દાઉદના ઝડપાયેલા સાગરિતો તામિલનાડુ, બેંગાલુરૂ અને મુંબઈના રહેવાસી છે.. મુંબઈમાં અર્જુન ગેંગથી ઓળખાતા હતા. જે બાદ એક દાણચોર મહોમ્મદ ડોસા મારફતે દાઉદ ઈબ્રાહિમ સાથે મીટિંગ કરી અને ગલ્ફ કન્ટ્રીમાં થઈને પાકિસ્તાન પહોંચ્યા હતા. આ આરોપીઓએ પાકિસ્તાન ઓક્યુફાઈડ કાશ્મીરના એક આતંકવાદી કેમ્પમાં ટ્રેનિંગ મેળવી હતી. આતંકી કેમ્પમાં ચારેય શખ્સોને હથિયારો ચલાવવાની અને વિસ્ફોટ કરવા સહિતની તમામ ટ્રેનિંગ આપવામાં આવી હતી. આ ટ્રેનિંગ બાદ ભારત પરત આવ્યા હતા અને મુંબઈમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટ બાદ થોડો સમય દેશમાં છુપાયા હતા. 1995માં ભારત છોડી તેઓ બોગસ પાસપોર્ટના આધારે અનેક દેશોમાં ફરતા રહ્યાં. જો કે થોડા દિવસ પહેલા પાસપોર્ટ બદલવા આરોપીઓ ભારત આવ્યા હતા અને અમદાવાદ એરપોર્ટ નજીક સરદારનગર વિસ્તારમાંથી સુરક્ષા એજન્સીઓના સકંજામાં આવી ગયા.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

Published On - 12:23 pm, Tue, 17 May 22

Next Article