Ahmedabad: માસ પ્રમોશન મેળવેલા વિદ્યાર્થીઓના પ્રવેશ માટે GTUએ શરૂ કર્યું આગોતરૂ આયોજન

|

Jun 16, 2021 | 4:54 PM

યુનિવર્સિટીનાં કુલપતિનું કહેવું છે કે, " પહેલા ઓછી ફી ધરાવતી ગ્રાન્ટેડ કોલેજોનાવર્ગ વધારવામાં આવશે અને બાદમાં સ્વનિર્ભર કોલેજોમાં વર્ગો વધારવાની કવાયત હાથ ધરવામાં આવશે. "

Ahmedabad: માસ પ્રમોશન મેળવેલા વિદ્યાર્થીઓને કોલેજમાં પ્રવેશ પ્રક્રિયામાં મુશ્કેલી ન પડે એ માટે આગોતરૂ આયોજન (Planning) શરૂ કર્યું છે, ગ્રાન્ટેડ અને સરકારી કોલેજોના (Granted and government college) વર્ગમાં વધારો કરવામાં આવ્યો છે,  ઉપરાંત નવી કોલેજોને માન્યતા આપવા માટે પણ તૈયારી દર્શાવી છે.

 

કોરોનાને કારણે સૌથી વધુ અસર શિક્ષણ પર પડી છે, છેલ્લા બે વર્ષથી શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ(Education organization) બંધ છે. ત્યારે વધતા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા  ધો.10 અને ધો.12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે.

 

માસ પ્રમોશન મેળવેલા વિદ્યાર્થીઓનેે કોલેજમાં પ્રવેશ મેળવવા માટે મુશ્કેલી ન પડે એ માટે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીએ (Gujarat technological university) આગોતરૂ આયોજન શરૂ કર્યું છે. જેમાં GTU દ્વારા માસ પ્રમોશનને કારણે કેટલા વિદ્યાર્થીઓ વધશે અને કેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકાશે, તેનો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે.

 

ગત વર્ષ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીએ 45,000 વિદ્યાર્થીઓનેે પ્રવેશ આપ્યો હતો, તેની સામે યુનિવર્સિટી પાસે 65,221 બેઠકો હતી. આ વર્ષ 76,000થી વધારે બેઠકો છે અને જરુર પડે તો બેઠકો વધારવાની પણ GTUએ તૈયારી દર્શાવી છે.

 

મહત્વપૂર્ણ છે કે આ વખતે માસ પ્રમોશન મેળવેલા વિદ્યાર્થીઓની સંખ્યા વધારે હોવાથી કોલેજોમાં વિદ્યાર્થીઓનો ભારે ધસારો જોવા મળશે,  ત્યારે વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે એ માટે GTU  દ્વારા આગોતરૂ આયોજન કરવામાં આવ્યુ છે.

 

યુનિવર્સિટીના કુલપતિનું કહેવું છે કે, ” પહેલા ઓછી ફી ધરાવતી ગ્રાન્ટેડ કોલેજોના વર્ગા વધારવામાં આવશે અને બાદમાં સ્વનિર્ભર કોલેજોમાં વર્ગો વધારવાની કવાયત હાથ ધરવામાં આવશે.”

 

આ પણ વાંચો: Ahmedabad : કોરોના કેસ ઘટતા એસ.ટી. નિગમનો મહત્વનો નિર્ણય, રાજસ્થાન અને મધ્યપ્રદેશના રૂટ ફરી શરૂ

Next Video