Ahmedabad: ધાર્મિક-સામાજિક શોભાયાત્રા અંગે સરકારનું હાઇકોર્ટમાં સોગંદનામુ, લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સરઘસની કરાશે વીડિયોગ્રાફી, સંવેદનશીલ વિસ્તારોમાં રહેશે ચુસ્ત બંદોબસ્ત

|

Apr 22, 2023 | 4:42 PM

Ahmedabad: ધાર્મિક-સામાજિક શોભાયાત્રા અંગે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં સોગંધનામુ રજૂ કર્યુ હતુ. જેમા સરકારે જણાવ્યુ કે રાજ્યમાં ધાર્મિક સરઘસમાં લાઉડ સ્પીકર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ તરફ રાજ્યમાં ઈદ અને પરશુરામ જયંતિને લઈને પોલીસે લોખંડી બંદોબસ્ત ગોઠવ્યો છે.

Ahmedabad: ધાર્મિક-સામાજિક શોભાયાત્રા અંગે સરકારનું હાઇકોર્ટમાં સોગંદનામુ, લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સરઘસની કરાશે વીડિયોગ્રાફી, સંવેદનશીલ વિસ્તારોમાં રહેશે ચુસ્ત બંદોબસ્ત

Follow us on

રાજ્યમાં ધાર્મિક સરઘસોમાં કોઇપણ વ્યક્તિ ભડકાઉ ભાષણ ન આપી શકે તે માટે લાઉડ સ્પિકર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. એટલું જ નહિં ધાર્મિક સરઘસોમાં વીડિયોગ્રાફિ સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે. રાજ્ય સરકારે એક અરજી મુદ્દે હાઇકોર્ટમાં સોગંધનામું રજૂ કર્યું હતું. જેમાં સરકારે જવાબ આપતા કહ્યુ હતુ કે, ધાર્મિક સરઘસમાં લાઉડ સ્પિકર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

એટલું જ નહિં સરકારે ખાતરી આપી છે કે, ધાર્મિક સરઘસની ડ્રોન, સીસીટીવી અને બોડી કેમેરાથી વીડિયોગ્રાફી કરાશે. જેથી સરઘસની હલચલ પર નજર રાખી શકાય. કોઈ ધાર્મિક સરઘસ પહેલા તે વિસ્તારના લિસ્ટેડ અસમાજિક તત્વોની અટકાયત પણ કરવામાં આવશે. તેમજ સંવેદનશીલ સ્થાનો પર બંદોબસ્ત પર વધારે ભાર મુકાશે.

આખા વર્ષના ધાર્મિક તહેવારોનું કેલેન્ડર પ્રમાણેનો રૂટ અને મેપ તૈયાર કરીને આખા વર્ષ માટેની તૈયારીઓ થશે. તો બીજી તરફ કોર્ટે પણ રાજ્ય સરકારને કેટલાક સૂચનો અને આદેશો કર્યા છે. કોર્ટે આવા દિવસે જરૂરી પગલાં લેઇ તોફાનો ન થાય તે માટે ગૃહ વિભાગ અને DGPને નિર્દેશો પણ આપ્યા છે.

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

ઈદ અને પરશુરામ જન્મોત્સવને લઈને આયોજન

ઈદ અને પરશુરામ જયંતિને લઈને આયોજન અંગે સરકારે જણાવ્યુ કે પોલીસ તંત્ર દ્વારા સ્થાનિક નેતાઓ અને ધાર્મિક વડાઓ સાથે સંકલન બેઠક કરવામાં આવી હતી. જેમા ગુનાહિત ભૂતકાળ અને રેકર્ડ ધરાવતા તત્વોને આવા પ્રસંગો પહેલા અટકાયતમાં લેવાની સૂચના આપવામાં આવી છે. આ તહેવારો દરમિયાન કોમી એખલાસનું વાતાવરણ જળવાઈ રહે તે માટે તંત્રને એલર્ટ રહેવા તાકીદ કરાઈ છે.

આવા સરઘસ-શોભાયાત્રા દરમિયાન જાહેર સંબોધનને લગતા ડીજે, લાઉડ સ્પીકર સહિતના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવાયો છે. સાથે ડ્રોન, સીસીટીવી અને બોડી વોર્ન કેમેરા મારફતે આવા પ્રસંગોની વીડિયોગ્રાફી કરવાની સૂચના જાહેર કરાઈ છે. રાજ્યમાં મોબ લીચીંગ અને કોમી હિંસાની ઘટનાઓ ના બને તે માટે રાજ્ય પોલીસ તંત્ર દ્વારા ફુલપ્રુફ આયોજન હાથ ધરાયુ છે.

2018થી 2023 દરમિયાન સાત વખત કોમી તોફાનો

સરકારે સોગંદનામામાં જણાવ્યુ કે છેલ્લા પાંચ વર્ષમાં કોમી તોફાનોના મોટા બનાવો નોંધાયા છે. જેમા સંબંધિત શહેર અને જિલ્લા પોલીસ દ્વારા ફરિયાદ નોંધવાથી લઈ આરોપીઓની ધરપકડ સુધીની તમામ કાર્યવાહી કરાઈ છે. હિંમતનગર અને ખંભાતના કોમી તોફાનોના બનાવના કિસ્સામાં ફોજદારી કેસો દાખલ કરી અનુક્રમે 185 અને 93 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ જ પ્રકારે વડોદરા અને ઉનાના તોફાનોના કેસમાં અનુક્રમે 67 અને 97 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: Gujarati Video : યુવરાજસિંહની ધરપકડ મામલે કેબિનેટ પ્રધાન ઋષિકેશ પટેલનું નિવેદન, કહ્યુ- ‘પોલીસે પુરાવાના આધારે જ ધરપકડ કરી હશે’

શહેરમાં પોલીસે લોખંડી બંદોબસ્ત ગોઠવ્યો, 10 હજારથી વધુ જવાનો તૈનાત

આજે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ઈદ અને પરશુરામ જયંતિની ઉજવણી થવાની છે. જે અનુસંધાનમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમા અમદાવાદ શહેરમાં સ્થાનિક પોલીસ અને SRP સહિત 10 હજાર જેટલા જવાનો તૈનાત રહેશે. જ્યારે ગુજરાતના અન્ય શહેરોમાં પણ સઘન બંદોબસ્ત ગોઠવવા રાજ્ય પોલીસ વડાએ તાકીદ કરતા સ્થાનિક પોલીસને સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article