Ahmedabad : કેનેડા સરકારે ભારતથી આવતી-જતી ફલાઇટ પર પ્રતિબંધ મુક્યો, 6 હજાર વિદ્યાર્થીઓ અટવાયા

|

Aug 21, 2021 | 6:54 AM

ગુજરાતમાંથી દર વર્ષે હજારો વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે કેનેડા જતા હોય છે. પરંતુ આ વર્ષે કોરોનાને કારણે કેનેડામાં એડમિશન મેળવનાર ગુજરાતના 6 હજાર વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે.

Ahmedabad : ગુજરાતમાંથી દર વર્ષે હજારો વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે કેનેડા જતા હોય છે. પરંતુ આ વર્ષે કોરોનાને કારણે કેનેડામાં એડમિશન મેળવનાર ગુજરાતના 6 હજાર વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ગુજરાતના વિદ્યાર્થીઓએ કેનેડામાં અભ્યાસ કરવા માટે એડમિશન મેળવી ફી ભરી દીધી છે. અને વિદ્યાર્થીઓને કેનેડાના વિઝા પણ મળી ગયા છે. પરંતુ કેનેડાની સરકારે કોરોનાને કારણે ભારતથી આવતી ફ્લાઈટો પર 21 સપ્ટેમ્બર સુધી પ્રતિબંધ મૂક્યો છે. જેના કારણે ગુજરાતના અંદાજે 6 હજાર વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે.

હાલ કેનેડા જવા માટે વિદ્યાર્થીઓને યુરોપ, યુકે અથવા દોહા થઈને કેનેડા જવું પડે છે. સામાન્ય રીતે ડાયરેકટ કેનેડા જવા માટે 70થી 80 હજાર ટીકીટ પાછળ ખર્ચ કરવો પડે છે. પરંતુ હવે વાયા દોહા થઈને કેનેડા જવાની ટીકીટ 2.5થી 3 લાખ રૂપિયા થઈ ગઈ છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને વાયા દોહા થઈ કેનેડા જવા માટે ટીકીટ પણ મળતી નથી. ત્યારે માધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ ટીકીટ પાછળ આટલો ખર્ચ કરી કેનેડા જઇ શકે તેમ નથી. આ બાબતે કેન્દ્ર સરકાર કેનેડાની સરકાર સાથે વાતચીત કરી યોગ્ય રસ્તો કાઢવા વિદ્યાર્થીઓ માંગ કરી રહ્યા છે.

આ પણ વાંચો : Horoscope Today: દૈનિક રાશિફળ, મીન 21 ઓગસ્ટ: આજે કામકાજ માટે અન્ય પર આધાર રાખવાને બદલે જાતે જ કાર્યોને સંભાળવાનો કરો પ્રયાસ

આ પણ વાંચો : Horoscope Today: દૈનિક રાશિફળ, કુંભ 21 ઓગસ્ટ: પરિવાર સાથે ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવાનું થાય, અંગત બાબતો જાહેર ન થાય તેનું રાખો ધ્યાન

Next Video