AHMEDABAD :મણીનગરના ગોલ્ડન સિનિયર સિટીઝન ફ્રેન્ડ ગ્રુપની અનોખી પહેલ, કોરોના મૃતકોની સ્વજનો દ્વારા સમૂહમાં તર્પણવિધિ કરાવાઈ
મણીનગરના ગોલ્ડન સિનિયર સિટીઝન ફ્રેન્ડ ગ્રુપ દ્વારા વિના મૂલ્યે સમૂહમાં તર્પણ વિધિ કરવામાં આવી.
AHMEDABAD : કોરોનાની પહેલી લહેર અને બીજી લહેરમાં ઘણા લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા. ખાસ કરીને બીજી લહેરમાં મૃત્યુના એવા દૃશ્યો સામે આવ્યાં હતા કે સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે રાહ જોવી પડી રહી હતી. આ સાથે ઘણા એવા લોકો છે જેઓ પોતાના મૃતક સ્વજનોની અંતિમ વિધિ કે તર્પણ વિધિ પણ કરી શક્ય નથી. આવા લોકો માટે મણીનગરના ગોલ્ડન સિનિયર સિટીઝન ફ્રેન્ડ ગ્રુપ મદદે આવ્યું છે. હવે એવા પરિવારજનો માટે મણીનગરના ગોલ્ડન સિનિયર સિટીઝન ફ્રેન્ડ ગ્રુપ દ્વારા વિના મૂલ્યે સમૂહમાં તર્પણ વિધિ કરવામાં આવી. આ ગ્રુપમાં સામેલ સભ્યના ઘરે કોરોનાથી મૃત્યુ પામેલા લોકોની પાછળ કરવામાં આવતી વિધિ વિના મૂલ્યે કરાવવામાં આવી.
આ પણ વાંચો : GANDHINAGAR : પ્રમુખ, પ્રભારી અને વિરોધ પક્ષના નેતાની નિમણૂંક અંગે ગુજરાત કોંગ્રેસની મહત્વની બેઠક મળી
આ પણ વાંચો : GANDHINAGAR : પ્રમુખ, પ્રભારી અને વિરોધ પક્ષના નેતાની નિમણૂંક અંગે ગુજરાત કોંગ્રેસની મહત્વની બેઠક મળી