Ahmedabad : ઘી ચોખ્ખુ છે કે બનાવટી ? અમદાવાદમાં 13 સ્થળોએ હાથ ધરાયું ચેકિંગ, 700 કિલો જેટલો જથ્થો વેચાણ માટે કરાયો સ્થગિત

|

Oct 05, 2023 | 12:02 AM

અમદાવાદમાં આજે 17 એકમો પર ઘીની તપાસ કરવામાં આવી જેમાંથી 13 જગ્યા ઉપર સેમ્પલ એકત્રિત કરવામાં આવ્યા અને ત્રણ જેટલા એકમોને નોટિસ ફટકારવામાં આવી. સેમ્પલ લીધેલા વિવિધ એકમોનો 700 કિલો જેટલો જથ્થો વેચાણ અર્થે સ્થગિત રાખવામાં આવ્યો

Ahmedabad : ઘી ચોખ્ખુ છે કે બનાવટી ? અમદાવાદમાં 13 સ્થળોએ હાથ ધરાયું ચેકિંગ, 700 કિલો જેટલો જથ્થો વેચાણ માટે કરાયો સ્થગિત

Follow us on

અંબાજી મંદિરમાં પ્રસાદમાં ઉપયોગમાં લેવામાં આવેલ ઘીનો જથ્થો અમદાવાદથી મોકલવામાં આવ્યો હતો.  આ બાબતે માધુપુરાના નીલકંઠ ટ્રેડર્સને સીલ કરવામાં આવ્યું છે. નીલકંઠ ટ્રેડર્સની દુકાન તેમજ ગોડાઉન બંનેને સીલ કરી દેવામાં આવ્યા છે જોકે આ દુકાનનો માલિક હજુ પણ હેલ્થ વિભાગની ટીમના હાથમાં આવ્યો નથી પોલીસ પણ આ મામલે તપાસ કરી રહી છે.

નીલકંઠ ટ્રેડર્સનો માલિક જગદીશ શાહ પોતાના ઇસનપુર ખાતેના નિવાસ્થાને પણ તાળું મારીને અન્ય જગ્યા પર ગયો હોવાનું સામે આવ્યું  છે. અમદાવાદમાં આજે 17 એકમો પર ઘીની તપાસ કરવામાં આવી જેમાંથી 13 જગ્યા ઉપર સેમ્પલ એકત્રિત કરવામાં આવ્યા અને ત્રણ જગ્યાએ નોટિસ ઇસ્યુ કરવામાં આવી સેમ્પલ લીધેલા એકમો પર 700 કિલો જેટલો જથ્થો વેચાણ અર્થે સ્થગિત રાખવામાં આવ્યો.

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના ફુડ ડિપાર્ટમેન્ટ દ્વારા અધિક આરોગ્ય અધિકારી અને ડેઝિગ્નેટેડ ઓફિસર  ડો. ભાવીન જોષીના માર્ગદર્શન હેઠળ અંબાજી મંદિર દ્રારા આપવામાં આવતા પ્રસાદમાં વપરાતા ઘી માં ભેળસેળ માલુમ પડતા અમદાવાદ શહેરના મધ્યઝોન વિસ્તારમાં ફુડ ડિપાર્ટમેન્ટ દ્વારા ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ-2006 હેઠળ કામગીરી કરવામાં આવી છે.

એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે

મહત્વનુ છે કે આગામી સમયમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફુડ ડિપાર્ટમેન્ટની ટીમ દ્વારા અલગ અલગ વોર્ડ વાઇઝ ખાધ્ય પદાર્થનો ધંધો કરતા એકમો, મીઠાઇ, ફરસાણના ધંધાઓ, પાણીપુરી વેચાણ વાળી જગ્યા, હોટલ રેસ્ટોરન્ટનું સઘન ચેકીંગની કામગીરી કરવામાં આવશે તેમજ આવનાર દિવસોમાં રજીસ્ટ્રેશન અથવા લાયસન્સ વગર વ્યાપાર કરતા એકમોનું પણ સધન ચેકીંગ કરવામાં આવશે અને ચેકીંગ દરમ્યાન લાયસન્સ અથવા રજીસ્ટ્રેશન વગર ધંધો કરતા એકમો જણાશે તો સીલ અથવા તો બંધ કરવા સુધીના કડક પગલા ભરવામાં આવશે.

આ પણ વાંચો : અમદાવાદ કેલોરેક્ષ સ્કૂલમાં નમાઝ વિવાદ, ધાર્મિક લાગણી દુભાય તેવી પ્રવૃતિ ન કરાવવા શાળાને કરાઈ તાકીદ, જુઓ Video

તમામ ફુડ બીઝનેસ ઓપરેટરોને પણ આ બાબતે જાણ કરવામાં આવી છે કે આવનારા દિવસોમાં ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ-2006  અન્વયેનું લાયસન્સ અથવા રજીસ્ટ્રેશન મેળવી લઇ વ્યવસાય કરવો. તે પ્રકારની હેલ્થ વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી હતી.

Published On - 11:57 pm, Wed, 4 October 23

Next Article