Ahmedabad: વિશ્વ પર્યાવરણ દિને અમદાવાદ શહેરને મળશે વધુ એક ઓક્સિજન પાર્કની ભેટ

|

Jun 04, 2023 | 4:23 PM

5 જૂન 'વિશ્વ પર્યાવરણ દિન'ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ત્રાગડ ખાતે ઓક્સિજન પાર્કનું ખાતમુહૂર્ત કરશે. AMC દ્વારા 24,270 ચો.મી જેટલા વિશાળ વિસ્તારમાં ઓક્સિજન પાર્કનું નિર્માણ કરવામાં આવશે.

Ahmedabad: વિશ્વ પર્યાવરણ દિને અમદાવાદ શહેરને મળશે વધુ એક ઓક્સિજન પાર્કની ભેટ

Follow us on

Ahmedabad: જિલ્લાને વધુ એક ઓક્સિજન પાર્કની ભેટ મળવા જઈ રહી છે. ‘ગ્રીન અમદાવાદ, ક્લીન અમદાવાદ’ અભિયાન અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરને હરિયાળું બનાવવાની દિશામાં કામગીરી કરી રહ્યું છે.

ત્યારે જે 24,270 ચો. મી જેટલા વિશાળ પાર્કમાં આકાર પામશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિર્માણ પામનાર આ ઓક્સિજન પાર્કની વિશે આગામી 5 જૂન એટલે કે ‘વિશ્વ પર્યાવરણ દિન’ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ત્રાગડ ખાતે ઓક્સિજન પાર્કનું ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે.  વિશે વાત કરવામાં આવે તો, આ પાર્કમાં ‘મિયાવાકી’ પદ્ધતિથી 75,000 જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવશે. 5 જૂન ‘વિશ્વ પર્યાવરણ દિન’ નિમિત્તે આ પાર્કમાં 7500 જેટલાં વૃક્ષો લગાવવામાં આવશે.

યોગા પોઇન્ટ પણ બનાવવામાં આવશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આકાર પામનાર આ ઓક્સિજન પાર્કમાં મુલાકાતીઓ માટે અનેક આકર્ષણો મૂકવામાં આવશે. જેવા કે નયનરમ્ય તળાવ, આકર્ષક લોન પ્લોટ, વોકિંગ ટ્રેક, આકર્ષક ગજેબો બનાવવામાં આવશે. આ ઉપરાંત ફિટનેસ માટે ઓપન જિમ્નેશિયમનું પણ નિર્માણ કરવામાં આવશે. અને યોગા પોઇન્ટ પણ બનાવવામાં આવશે. તથા બાળકો માટે રમત-ગમતના સાધનો પણ અહીં મૂકવામાં આવશે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

મિયાવાકી પદ્ધતિથી વિકસિત કરવામાં આવશે પાર્ક

આ અંગે અમદાવાદ શહેરના મેયર કિરીટ પરમારે જણાવ્યુ કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરને લીલુંછમ બનાવી ગ્રીન કવરના વિસ્તારમાં વધારો થાય તે દિશામાં સતત કામ કરી રહ્યું છે. તેના ભાગરૂપે કોર્પોરેશન શહેરીજનો માટે વધુ એક ઓક્સિજન પાર્ક બનાવવા જઈ રહ્યું છે. આ સમગ્ર ઓક્સિજન પાર્કને મિયાવાકી પદ્ધતિથી વિકસિત કરવામાં આવશે.

આ પણ વાંચો : અમદાવાદના વરસાદ બાદ મણિનગરમાં પાણી ભરાયા, વિપક્ષે કહ્યું કોર્પોરેશનની પોલ ખૂલી

PPP મોડલથી બનાવ્યો હતો આ પાર્ક

અગાઉ હેબતપુર પાસે પણ પાર્ક બનાવવામાં આવ્યો હતો. શહેરના ગ્રીન કવરને વધારવા માટે થલતેજ વોર્ડના હેબતપુર પાસે 12 હજાર વૃક્ષ સાથે PPP મોડલથી આ પાર્ક બનાવ્યો હતો. જેમાં બુધવારે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલના હસ્તે ઓક્સિજન પાર્કને પ્રજા માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. અંદાજીત 15 લાખ રૂપિયાના ખર્ચે આશરે 4 હજાર 200 ચોરસ મીટર વિસ્તારમાં પાર્ક તૈયાર થયો છે. જેમાં મિયાવાંકી પદ્ધતિનો ઉપયોગ કરીને વૃક્ષો ઉગાડવામાં આવ્યા હતા. આ પાર્કના બીજા આકર્ષણ વિશે વાત કરીએ તો અહીં એક વોક વે અને ઓપન જીમ છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 4:14 pm, Sun, 4 June 23

Next Article