Gujarat ચેમ્બર્સ ઓફ કોમર્સે લખ્યો સીએમ રૂપાણીને પત્ર, વેકસિનેશનની સમય મર્યાદા 15 દિવસ વધારવા કરી માંગ

|

Jul 30, 2021 | 3:03 PM

જીસીસીઆઇએ રાજ્ય સરકારને આ સમય મર્યાદા 15 દિવસ સુધી વધારવા   માંગ કરી છે. તેમજ જીસીસીઆઇએ સીએમ રૂપાણીને પત્ર લખીને રજૂઆત કરી છે. જેમાં કહ્યું છે કે રાજ્યભરમાં હાલ રસી લેવા માટે મુશ્કેલી પડી રહી છે.

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સે(GCCI)31 જુલાઇ સુધી વેપારીઓ માટે ફરજિયાત વેક્સિન(Vaccination) ને લઇને નારાજગી વ્યક્ત કરી છે. જેમાં જીસીસીઆઇએ રાજ્ય સરકારને આ સમય મર્યાદા 15 દિવસ સુધી વધારવા   માંગ કરી છે. તેમજ જીસીસીઆઇએ સીએમ રૂપાણીને પત્ર લખીને રજૂઆત કરી છે. જેમાં કહ્યું છે કે રાજ્યભરમાં હાલ રસી લેવા માટે મુશ્કેલી પડી રહી છે. તેમજ જ 31 જુલાઈ સુધી વેપારીઓ માટે વેક્સિન લેવી ફરજિયાત કરવામાં આવી છે. તેથી જો 1 ઓગસ્ટથી વેપારીઓ પર કાર્યવાહી થશે તો વેપારીઓ હેરાન થશે. જેના પગલે આ સમય મર્યાદા 15 ઓગસ્ટ સુધી વધારવા  માંગ કરવામાં આવી છે.

આ પણ વાંચો :  Tokyo Olympics: ભારતની મહિલા હોકી ટીમની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવાની આશા જીવંત, આયરલેન્ડ સામે 1-0 થી જીત

આ પણ વાંચો : ખરીફ સીઝનના પાકની સાથે ખેડૂતો આ શાકભાજી ઉગાડશે, તો વધારાની આવક મેળવી શકશે 

Published On - 2:59 pm, Fri, 30 July 21

Next Video