પાર્ટીપ્લોટ અને મોટા આયોજનને ગરબાની મંજૂરી ન મળતા આયોજકોને કરોડોનું નુકસાન

| Edited By: | Updated on: Oct 04, 2021 | 11:14 PM

રાજ્યમાં કોરોનાકાળમાં છેલ્લા 2 વર્ષથી નવરાત્રીના મોટા આયોજનો બંધ છે. આના કારણે ગરબા આયોજકોને ખુબ મોટું આર્થિક નુકસાન થયું છે.

AHMEDABAD : છેલ્લા બે વર્ષથી કોરોનાને કારણે ગરબા પર ગ્રહણ લાગ્યું હતું જે સરકારે હટાવી દીધું છે. હવે શેરી-ગરબાની મંજૂરી સરકારે આપી દીધી છે. સરકારે શેરી ગરબાને મંજૂરી આપી છે, પરંતુ પાર્ટીપ્લોટ અને મોટા આયોજનને મંજૂરી નહી મળતા આયોજકોને કરોડોનું નુકસાન પહોંચ્યું છે…અમદાવાદ શહેરમાં અંદાજે નાના-મોટા મળી 300 સ્થળ પર ગરબાનું મોટું આયોજન થાય છે…પરંતુ, સરકારે મંજૂરી ન આપતા 25 લાખ લોકોને નુકસાની પહોંચી છે.ત્યારે પાર્ટી પ્લોટ અને ડેકોરેટર્સ સાથે કલાકારોએ SOP સાથે છૂટછાટની માંગ કરી છે.

રાજ્યમાં કોરોનાકાળમાં છેલ્લા 2 વર્ષથી નવરાત્રીના મોટા આયોજનો બંધ છે. આના કારણે ગરબા આયોજકોને ખુબ મોટું આર્થિક નુકસાન થયું છે. ગરબા આયોજકો કહી રહ્યા છે કે જેમ શેરી ગરબાને મંજુરી આપી એમ પાર્ટીપ્લોટમાં ગરબાને SOP સાથે મંજુરી આપવી જોઈએ.

આયોજકો કહી રહ્યા છે કે કોરોનાને કારણે 21 માર્ચ 2020થી જે નુકસાન થઇ રહ્યું છે તેની કોઈ કલ્પના નથી. આયોજકો સરકારને વિનંતી કરી રહ્યા છે કે અત્યાર સુધી તો બધાએ જેમ તેમ કરીને જીવન નિર્વાહ કરી લીધું, પણ હવે ડર છે કે હજારો લોકો આત્મહત્યા કરશે. આયોજકો કહી રહ્યા છે કે જો મોટા આયોજનોને મંજુરી નહી મળે તો મોટા આયોજનો સાથે સંકળાયેલા લોકોનો દિવાળી પછીનો સમય બહુ ખરાબ જશે.

આ પણ વાંચો : કૃષિ અને ટેકનોલોજીનો સમન્વય, ભાવનગરમાં ડ્રોન દ્વારા પાક પર નેનો યુરીયાનો છંટકાવ, જુઓ વિડીયો

આ પણ વાંચો : ‘કોરોનાએ પતિનો જીવ લીધો, અને’ – વેદના કહેતા રડી પડી આશા બહેન: 1.5 વર્ષથી આશા વર્કરોને પગાર નથી મળ્યો