Ahmedabad: સિવિલ હોસ્પિટલ ખાતે બ્લેડર એસ્ટ્રોફી સર્જરીનો અભ્યાસ કરવા આવ્યા વિદેશી ડોક્ટર્સ

|

Jan 23, 2023 | 6:14 PM

14 રાજ્યો અને 5 દેશમાંથી બ્લેડર એસ્ટ્રોફીથી પીડિત બાળકો સિવિલ હોસ્પિટલમાં એડમિટ છે. જેમની જટિલ સર્જરી કરવામાં આવશે. વિદેશથી આવેલા ડોક્ટરો સર્જરીનો અભ્યાસ કરશે અને પોતાના દેશમાં સેન્ટર બનાવશે. જેના કારણે પીડિત બાળકોને પોતાના દેશમાં સારવાર મળી શકે.

Ahmedabad: સિવિલ હોસ્પિટલ ખાતે બ્લેડર એસ્ટ્રોફી સર્જરીનો અભ્યાસ કરવા આવ્યા વિદેશી ડોક્ટર્સ
Ahmedabad Civil Hospital

Follow us on

એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ ખાતે 10 દેશમાંથી વિદેશી ડોક્ટર અભ્યાસ માટે આવ્યા છે આમ તો એવું જોવા મળે છે કે ડોકટર બનવા માટે ભારતીય વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ કરવા જાય છે, પરંતુ  હવે સમય બદલાયો અને હવે વિદેશથી ડોક્ટરો ડોલર ખર્ચીને અભ્યાસ કરવા માટે અમદાવાદ સિવિલ આવતા થયા છે. એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં પીડિયાટ્રિક સર્જરીનો અભ્યાસ કરવા 10 દેશમાંથી ડોક્ટરો આવ્યા છે. આ તમામ ડોક્ટર્સ 7 દિવસ સુધી સર્જરીનું શિક્ષણ મેળવશે. જેમાં બે દિવસ વર્કશોપ અને 5 દિવસ જટિલ સર્જરીનો અભ્યાસ કરવામાં આવશે.

બ્લેડર એસ્ટ્રોફી સર્જરી શીખવા માટે આવ્યા ડોક્ટર

બ્લેડર એસ્ટ્રોફી નામની બીમારીથી પીડાતા બાળકોની સંખ્યા ભારત દેશમાં વધી રહી છે. વર્ષમાં 400 થી 500 નવા બાળકો આ બીમારીથી જન્મ લે છે આ માટે વર્ષ 2009 થી સિવિલ હોસ્પિટલના પીડીયાટ્રીક વિભાગમાં એક કેમ્પનું આયોજન કરવામાં આવે છે જે કેમ્પ દરમિયાન વિના મૂલ્ય આ બાળકોને ઓપરેશન તેમજ સારવાર કરાય છે. અત્યાર સુધીમાં 200 જેટલા બાળકોને આ ગંભીર બીમારીમાંથી મુક્ત કરવામાં આવ્યા છે એટલું જ નહીં આ ઓપરેશન 7 થી 10 કલાક સુધી ચાલતું હોય છે.

આ વખતની કોન્ફરન્સ દરમિયાન 17 જેટલા બાળકોના 5 દિવસમાં ઓપરેશન કરવામાં આવશે વિદેશમાં બ્લેડર એસ્ટ્રોફીથી પીડાતા બાળકોની સંખ્યા ખૂબ જ ઓછી હોય છે જેના કારણે ત્યાંના ડોક્ટર આ સર્જરી શીખી શકતા નથી માટે વિદેશના ડોક્ટરો પોતાના ખર્ચે અહીં આવી અને આ સર્જરીના નિષ્ણાત બની રહ્યા છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

આ વખતે યુએસએ, કેનેડા, સ્પેન, બેલેઝિયમ, ઉઝબેકિસ્તાન, રશિયા, કતાર અને ગાનાથી ડોક્ટર્સ સિવિલ હોસ્પિટલ ખાતે આવ્યા છે. મૂળ ગુજરાતી અને હાલમાં યુએસમાં સ્થાયી થયેલા ડોક્ટર અસીમ શુક્લા અને સિવિલ સુપરિટેન્ડેન્ટ ડોકટર રાકેશ જોષી અને તેમની ટીમ અલગ અલગ દેશમાંથી આવેલા યુરોલોજીના ડોક્ટરોને શિક્ષણ આપશે.

14 રાજ્યો અને 5 દેશમાંથી  આવેલા  બ્લેડર એસ્ટ્રોફીથી પીડિત બાળકો સિવિલ હોસ્પિટલમાં એડમિટ છે. જેમની જટિલ સર્જરી કરવામાં આવશે. વિદેશથી આવેલા ડોક્ટરો સર્જરીનો અભ્યાસ કરશે અને પોતાના દેશમાં સેન્ટર બનાવશે. જેના કારણે પીડિત બાળકોને પોતાના દેશમાં સારવાર મળી શકે.

ગર્વની વાત છે કે વિદેશથી ડોક્ટરો અભ્યાસ કરવા સિવિલ હોસ્પિટલમાં આવી રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં બ્લેડર એસ્ટ્રોફી સેન્ટર છે. જેના કારણે દેશ વિદેશમાંથી બ્લેડર એકસ્ટ્રોફીની સર્જરી કરાવવા સિવિલ હોસ્પિટલ આવે છે. બાળકોને જન્મજાત પેશાબની કોથળી બહાર હોય છે અને ઇન્દ્રીય ખુલેલી હોય છે.

એવા બાળકોની સર્જરી કરી પીડામાંથી મુક્ત કરાય છે. આ ખૂબ જટિલ ઓપરેશન હોય છે. 35થી 40 દિવસ દર્દીએ હોસ્પિટલમાં રહેવું પડે છે. વિદેશમાં આ સર્જરી કરે તો લાખો ડોલર ખર્ચ કરવો પડે છે. જે સિવિલ હોસ્પિટલ ફ્રીમાં સારવાર આપવામાં આવે છે. અત્યારે પણ 14 રાજ્ય અને 5 દેશમાંથી બાળકો સારવાર લેવા માટે આવ્યા છે.

Published On - 6:09 pm, Mon, 23 January 23

Next Article