
Ahmedabad: અમદાવાદ શહેરમાં ચોમાસા દરમ્યાન પડતા ભૂવા(Sinkhole)અને રોડની(Road)બિસ્માર હાલતની સ્થિતિનો અભ્યાસ કરવા માટે આજે કોર્પોરેશનના સ્ટેન્ડિંગ અને રોડ કમિટીના ચેરમેનની ટીમે શહેરના વિસ્તારોના રોડની જાત તપાસ કરી હતી. જેમની સાથે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તથા તમામ ઝોનનાં એડીશનલસીટી ઇજનેરઓ સાથે અમદાવાદ શહેરમાં બનાવવવા માં આવેલ રોડના કામોની ગુણવત્તા લક્ષી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.
શહેરમાં નવા વિકસતા વિસ્તારોમાં મુખ્યત્વે બાંધકામ વાળી સાઇટ આગળના ભાગે રોડ વધુ ખરાબ થતા હોવાથી આવી જગ્યાઓએ તાકીદે રીપેરીંગ કામ કરાવી લેવા ચેરમેને સૂચના આપી હતી. આ ઉપરાંત ડીફેકટ લાયાબીલીટીમાં ન આવતા રસ્તા તથા વરસાદના કારણે નુકશાન થતા રસ્તાઓ તાકીદે જરૂરીયાત મુજબ ડ્રાય સ્પેલમાં હોટમીક્ષ પ્લાન્ટ ચાલુ કરી દરેક ઝોન દ્વારા હોટમીક્ષ મટીરીયલ વાપરી પેચવર્ક કરી લેવા પણ ઝોનના ઇજનેરઓને જણાવેલ હતું .
ત્યારબાદ ડીફેક્ટ લાયાબીલીટી સમય મર્યાદામાં આવતા રસ્તાઓની મુલાકાત પણ સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન, રોડ એન્ડ બિલ્ડીંગ કમીટી ચેરમેન તથા ડેપ્યુટી ચેરમેન અને ઝોનના ઇજનેર ખાતાના અધિકારીઓની સાથે લેવાનુ નક્કી કરેલ. જે અંતર્ગત ડીફેક્ટ લાયાબીલીટી હેઠળ આવતા પશ્ચિમ ઝોનનાં તથા દક્ષિણ પશ્ચિમ ઝોનના રસ્તાઓની સંયુક્ત મુલાકાત લેવામાં આવેલ હતી.
ડીફેક્ટ લાયાબીલીટી હેઠળના મુલાકાત લીધેલ તમામ રોડની ગુણવત્તા સારી જણાયેલ હતી. વધુમાં દરેક સ્થળે ડી.એલ.પી. હેઠળ બનાવેલ રોડનું નામ, કામ શરુ કર્યા તારીખ, પુર્ણ કર્યા તારીખ, ડી.એલ.પી. ની સમયમર્યાદા, ખર્ચની રકમ તથા તાંત્રીક સુપરવીઝન કરનારી એજન્સીની વિગતો પણ દરેક રોડ ઉપર દર્શાવેલી જોવા મળેલ હતી.
Published On - 11:55 pm, Wed, 5 July 23