Ahmedabad: ચાંદલોડિયામાં વેપારી અને ડૉક્ટર વચ્ચે થેયેલા સામાન્ય ઝઘડામાં ફાયરિંગ થયું, 8 આરોપીઓની ધરપકડ

|

Sep 30, 2022 | 8:44 PM

Ahmedabad: ચાંદલોડિયા વિસ્તારમાં ફર્નિચરની સામગ્રી મુકવા જેવી સામાન્ય બાબતમાં વેપારી અને ડૉક્ટર વચ્ચે બોલાચાલી થઈ હતી. જોતજોતામાં આ મારામારીએ ઉગ્ર સ્વરૂપ લઈ લીધુ હતુ. જેમા ડૉક્ટરના પિતાએ ફાયરિંગ કર્યુ હતુ. સમગ્ર ઘટનાને પગલે પોલીસે સામસામી ફરિયાદ નોંધી 8 આરોપીઓની ધરપકડ કરી છે.

Ahmedabad: ચાંદલોડિયામાં વેપારી અને ડૉક્ટર વચ્ચે થેયેલા સામાન્ય ઝઘડામાં ફાયરિંગ થયું, 8 આરોપીઓની ધરપકડ
સામાન્ય બોલાચાલીમાં મારામારી

Follow us on

અમદાવાદ (Ahmedabad)ના ચાંદલોડિયા વિસ્તારમાં ફર્નિચરની સામગ્રી મુકવા જેવી સામાન્ય બાબતમાં વેપારી (Merchant) અને ડૉક્ટર (Doctor) વચ્ચે બોલાચાલી થઈ હતી. જોતજોતામાં આ મારામારી ઉગ્ર બની હતી. જેમા ડૉક્ટરના પિતાએ ફાયરિંગ (Firing) કર્યુ હતુ. સમગ્ર ઘટનાને પગલે સોલા પોલીસ દોડતી થઈ હતી. ઘટનાને પગલે પોલીસે સામસામી ફરિયાદ નોંધી 8 આરોપીઓની ધરપકડ કરી છે. ઘટનાની વિગત એવી છે કે ચાંદલોડિયા વિસ્તારમાં રુદ્રમ ફ્લેટના શોપિંગમા અતિત હોસ્પિટલનું ફર્નિચરનું કામ ચાલી રહ્યું હતું ત્યારે બાજુમાં આવેલી દુકાનના માલિક વિજયપાલ ચૌહાણ અને તેના પરિવારજનોએ ડોક્ટર રાહુલ યાદવ સાથે ફર્નિચરનો સામાન મુકવા બાબતે ઝઘડો કર્યો.

આ ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે વિજયપાલ ચૌહાણ અને તેના પરિવારજનો સહિત આઠ જેટલા લોકોએ રાહુલ યાદવ પર હુમલો કર્યો. જેમાં ડોક્ટર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ દરમ્યાન દીકરાને માર ખાતા જોઈ ડોકટરના પિતા સતીશ યાદવ પોતાની લાઇસન્સની રિવોલ્વર લાવીને હવામાં ફાયરિંગ કર્યું હતુ. જેને પગલે ઘટનાસ્થળે નાસભાગ મચી ગઈ હતી. સોલા પોલીસે ફાયરિંગ અને મારમારીને લઈને ક્રોસ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

પોલીસે મારામારીમાં સામેલ 8 આરોપીઓની કરી ધરપકડ

પોલીસે ધરપકડ કરેલા આરોપીમાં વિજયપાલ ચૌહાણ, તેમના ત્રણ પુત્ર દીપક ચૌહાણ, સતીશ ચૌહાણ અને પિન્ટુ ચૌહાણ તેમજ પુત્રના મિત્રો વિજય કોરી અને વિકી કુશવાહની ધરપકડ કરી છે. મારામારી આરોપમાં આ તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ફાયરિંગ કેસમાં સતીષ યાદવની ધરપકડ કરવામાં આવી છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આરોપી વિજયપાલ ચૌહાણ ભાડજ નજીક લક્ષ્મી નર્સરી રાખીને વેપાર કરે છે જ્યારે તેમની અન્ય દુકાન રુદ્રમ ફ્લેટના શોપિંગમાં આવેલી હતી તેની દુકાનની બાજુમાં જ ડોક્ટર રાહુલ યાદવનું ક્લિનિક હતું તેઓ પોતાના ક્લિનિકનું ફર્નિચર કરાવી રહ્યા હતા આ દરમિયાન વિજય પાલના દુકાનમાં ફર્નિચરનો સામાન મુક્યો હતો. જેની જાણ વિજય પાલને થતા બંને વચ્ચે મારામારી થઈ હતી.

સોલા પોલીસે મારામારી અને ફાયરિંગની આ ઘટનામાં સાત આરોપીની ધરપકડ કરી છે. જ્યારે  8મો આરોપી ડૉક્ટર રાહુલ યાદવ ઈજાગ્રત હોવાથી તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.  હાલમાં પોલીસે તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Next Article