Ahmedabad : રમણીય ઘોડાસર તળાવની આસપાસ કચરાના ઢગ, કાયમી ઉકેલ લાવવા લોકોની માંગણી

|

Aug 11, 2021 | 8:38 PM

રમણીય ઘોડાસર તળાવની પાસે જ ગંદકી અને કચરાના ઢગ જોવા મળી રહ્યા છે.જેમાંથી સતત દુર્ગંધ વચ્ચે સ્થાનિકો મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળવાની દહેશત વચ્ચે જીવી રહ્યા છે.

અમદાવાદ(Ahmedabad) માં વરસાદ પડતાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વધ્યો છે.ત્યારે સફાઈની તો વાત દૂર દક્ષિણ ઝોનમાં આવેલા રમણીય ઘોડાસર તળાવ(Ghodasar Lake) ની પાસે જ ગંદકી અને કચરાના ઢગ જોવા મળી રહ્યા છે.જેમાંથી સતત દુર્ગંધ વચ્ચે સ્થાનિકો મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળવાની દહેશત વચ્ચે જીવી રહ્યા છે. જ્યારે પાલિકા અહીંના લોકો પર દોષનો ટોપલો ઢોળી રહી છે. ત્યારે સ્થાનિક લોકોની માંગ છે કે તળાવમાં અને તેની આસપાસ ફેલાતી ગંદકીનો કોઇ કાયમી ઉકેલ આવવો જોઇએ.

આ પણ વાંચો : Bhavnagar મહાનગરપાલિકા નોટિસો આપવામાં અવ્વલ, પણ અમલ કરવામાં નબળી હોવાનો વિપક્ષનો આક્ષેપ

આ પણ વાંચો : Narmada :સ્ટેચ્યુ ઓફ યુનિટી 16 ઓગસ્ટ અને 30 ઓગસ્ટના રોજ પ્રવાસીઓ માટે ખુલ્લું રહેશે

Next Video