Bhavnagar મહાનગરપાલિકા નોટિસો આપવામાં અવ્વલ, પણ અમલ કરવામાં નબળી હોવાનો વિપક્ષનો આક્ષેપ

જેમાં સરકાર અથવા હાઇકોર્ટ લાલ આંખ કરે ત્યારે શરૂઆતના દિવસોમાં કડક કાર્યવાહી કરી અંતે પાણીમાં બેસી જાય છે. જેથી જ ખોટું કરવાવાળાને પણ મહાનગરપાલિકાનો કે નોટિસોનો કોઈ પણ પ્રકારનો ભય રહ્યો નથી.

Bhavnagar મહાનગરપાલિકા નોટિસો આપવામાં અવ્વલ, પણ અમલ કરવામાં નબળી હોવાનો વિપક્ષનો આક્ષેપ
Opposition accuses Bhavnagar Municipal Corporation of failing to implement notices
Follow Us:
Ajit Gadhavi
| Edited By: | Updated on: Aug 11, 2021 | 5:58 PM

ભાવનગર(Bhavnagar)મહાનગરપાલિકા જ્યારે જ્યારે સરકારમાંથી દબાણ આવે ત્યારે નોટિસો(Notice)આપવામાં ભારે કુશળતા ધરાવે છે. પરંતુ તેનું તટસ્થ પણે અમલીકરણ કરતા નથી. જેને કારણે ભાવનગરનો વિકાસ રૂંધાયો છે. પરંતુ સાથો સાથ અસુવિધાને કારણે નગરજનો પણ હેરાન થાય છે. પ્રારંભે શૂરાની જેમ અતિ ગંભીર બાબતોમાં પણ કોર્પોરેશન દ્વારા બેદરકારી દાખવવામાં આવે છે.

જેમાં સરકાર અથવા હાઇકોર્ટ લાલ આંખ કરે ત્યારે શરૂઆતના દિવસોમાં કડક કાર્યવાહી કરી અંતે પાણીમાં બેસી જાય છે. જેથી જ ખોટું કરવાવાળાને પણ મહાનગરપાલિકાનો કે નોટિસોનો કોઈ પણ પ્રકારનો ભય રહ્યો નથી.

ભાવનગર મહાનગર પાલિકામાં છેલ્લી 6 ટર્મ થી ભાજપની સત્તા છે ત્યારે મનપા માં શાસક ના પદાધિકારીઓ અને અધિકારીઓ ની બેધારી નીતિના કારણે શહેરમાં નિયમ પ્રમાણે નક્કર કામ થતું નથી, મહાનગરપાલિકા દ્વારા જ્યારે ઉપરથી દબાણ આવે છે ત્યારે રાતોરાત નોટિસો ફટકારવામાં આવે છે પરંતુ બાદમાં યેનકેન પ્રકારે આવા નોટિસ પ્રકરણમાં આગળ કોઈ કાર્યવાહી થતી નથી.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

જેથી કોર્પોરેશનની નીતિ પર પણ બધા આંગળી ચીંધવા લાગ્યા છે. ત્યારે આ રીતે કામ કરવાની પદ્ધતિ પર કાબુ આવે તે અત્યન્ત જરૂરી છે. ભાવનગર માં અનેક મિલકતો બીયુ પરમિશન લીધા વગરની ખડકી દેવામાં આવી છે. 2009 થી 2021 દરમિયાન બીયુ પરમિશન ન લીધી હોય તેવી 40 બહુમાળી બિલ્ડીંગો ને મેળવી લેવા નહીતો નળ ગટર કનેક્શન કટ કરવાની નોટિસો આપેલ પરંતુ આજે પણ બીયુ પરમિશન લીધા વગર બિલ્ડીંગો ઉભા છે.

જ્યારે ફાયર સેફટીને લઈને રાજ્ય સરકાર અનેકવાર વિવાદમાં આવી છે. ત્યારે સરકાર પણ ગંભીર થતા ભાવનગર માં પણ 45 બિલ્ડીંગો માં ફાયર સેફટી નહિ હોવાથી નોટિસો આપેલ પરંતુ પછી કામગીરી આગળ વધી નહિ, આ સિવાય શહેરમાં અનેક કોમ્પ્લેકસો માં પાર્કિંગમાં દુકાનો કરી હોય કોમર્શિયલ મિલ્કતોમાં પાર્કિંગના અભાવે લોકોને બહાર વાહન પાર્ક કરવા પડે છે.

ત્યારે મનપાએ આવી 175 બિલ્ડિંગોનો સર્વે કરેલ અને 85 કોમ્પ્લેકસોને નોટિસો આપેલ પરંતુ નોટિસ બાદ અસરકરક કોઈ કામગીરી ના થઇ શકી. આ અંગે શાસક પક્ષ કામ થતું હોવાનો રાગ આલાપી રહ્યા છે. જ્યારે વિપક્ષ દ્વારા ભાજપના શાસકો આ ખોટી રીતે કામ કરી રહ્યા છે. સામાન્ય માણસને ગમે ત્યારે આકરા પગલા લે છે જ્યારે ખોટું કરનારાને માત્ર નોટિસો આપી ભાજપના સતાધીશો અને અધિકારીઓ ખોટું કરતા હોવાનો આક્ષેપ કર્યો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">