Ahmedabad : બોગસ પાકા લાયસન્સના કૌભાંડનો પર્દાફાશ, RTOના જ કોઇ કર્મચારીની સંડોવણી હોવાની ચર્ચા

|

Feb 03, 2023 | 12:37 PM

અમદાવાદના (Ahmedabad ) સુભાષબ્રિજ RTOમાં વાહનોના ડ્રાઇવિંગ ટેસ્ટ વગર નીકળેલા બોગસ પાકા લાયસન્સ પકડાયા છે. જેના કારણે લાયસન્સ ઇસ્યુ કરવાની સિસ્ટમ સામે ફરી એક વખત સવાલો ઉઠી રહ્યા છે.

Ahmedabad : બોગસ પાકા લાયસન્સના કૌભાંડનો પર્દાફાશ, RTOના જ કોઇ કર્મચારીની સંડોવણી હોવાની ચર્ચા
બોગસ લાયસન્સનું કૌભાંડ ઝડપાયુ

Follow us on

અમદાવાદમાં ડ્રાઇવિંગ ટેસ્ટ આપ્યા વગર જ બોગસ પાકા લાયસન્સના કૌભાંડનો પર્દાફાશ થયો છે. અમદાવાદના સુભાષબ્રિજ RTOમાં વાહનોના ડ્રાઇવિંગ ટેસ્ટ વગર નીકળેલા બોગસ પાકા લાયસન્સ પકડાયા છે. જેના કારણે લાયસન્સ ઇસ્યુ કરવાની સિસ્ટમ સામે ફરી એક વખત સવાલો ઉઠી રહ્યા છે. RTOના સોફ્ટવેર સાથે ચેડાં થયા હોવાથી આ કૌભાંડમાં RTOના જ કોઈ કર્મચારીની સંડોવણી હોવાની દિશામાં તપાસ શરૂ કરાઈ છે.

ARTOએ તપાસ રિપોર્ટ ઉચ્ચ અધિકારીને મોકલ્યો

RTOમાં બોગસ લાઈસન્સ રિન્યૂમાં આવતા તત્કાલીન ARTOએ 9 લાઇસન્સ કબ્જે કરી તપાસ હાથ ધરી હતી, જે દરમિયાન લાયસન્સ ડેટા અને ડ્રાઈવિંગ ટેસ્ટના વીડિયો અમદાવાદ કે ગાંધીનગરની એક પણ આરટીઓ કચેરીમાં મળી શક્યા નહોતા. ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેકની એપ્લિકેશનથી 5 લાયસન્સના ડેટા સરકારના સારથી સર્વરમાં પુશ કરાયા હતા અને 4 લાયસન્સ સારથી સર્વરમાં ટેસ્ટમાં પાસ બતાવતા હતાં, પરંતુ ડ્રાઈવિંગ ટેસ્ટની કોઈ વિગતો મળી નથી. જેથી પકડાયેલા 9 લાયસન્સ બોગસ હોવાનું પુરવાર થતાં ARTOએ તપાસ કરીને રિપોર્ટ ઉચ્ચ અધિકારીને મોકલી આપ્યો હતો. ઉચ્ચ કક્ષાએથી આદેશ બાદ ARTOએ ફરિયાદ દાખલ કરતા સાઇબર ક્રાઇમે તપાસ શરૂ કરી છે.

RTOના સોફ્ટવેર સાથે ચેડાં

બોગસ લાયસન્સમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવાયું છે કે, વાહનના ડ્રાઈવિંગ લાયસન્સના એપ્રૂવલ માટે કેટલીક શંકાસ્પદ અરજીઓ સારથી સોફટેવરમાં ધ્યાને આવી હતી. જેની વિગતો NIC પાસેથી માગતા વાહનવ્યવહાર વિભાગની કચેરીએ ગત 25 મેના રોજ ઈ-મેઈલથી આઇપી એડ્રેસ આપ્યું હતું. જે સુભાષબ્રિજ આરટીઓ કચેરીનું નહીં પણ કોઇ ખાનગી એડ્રેસ હોવાનું જાણવા મળ્યું હતું. આથી હવે તપાસ બાદ આવા અસંખ્ય બોગસ લાયસન્સ ઝડપાઇ શકે છે. RTOના સોફ્ટવેર સાથે ચેડાં થયા હોવાથી આ કૌભાંડમાં RTOના જ કોઈ કર્મચારીની સંડોવણી હોવાની દિશામાં તપાસ શરૂ કરાઈ છે.

Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?

9 બોગસ લાયસન્સ ઝડપાયા

જે 9 બોગસ લાયસન્સ ઝડપાયા છે તે પૈકી 5 અરજદારોના ડ્રાઈવિંગ ટેસ્ટ ગત મે મહિનામાં ગાંધીનગરની કચેરીમાં લેવાયા હતાં. પરંતુ તેના ડેટા કે વીડિયો રેકોર્ડિંગ નથી. જે લોકલ આઇપી એડ્રેસથી સારથી સર્વરમાં ડેટા પુશ કરાયા હતા તે શંકાસ્પદ છે. બાકીના 4 બોગસ લાયસન્સની અરજી સારથી સર્વરમાં પાસ બતાવે છે પણ સુભાષબ્રિજ, વસ્ત્રાલ, બા‌વળા કે ગાંધીનગરની આરટીઓ કચેરીમાં ડ્રાઈવિંગ ટેસ્ટની કોઇ વિગતો નથી. વળી આઇપી એડ્રેસ પણ અલગ છે. RTOની ઉપરોક્ત એક પણ કચેરીએ સારથી સર્વરમાં ઉપરોકત 9 અરજીના પાસના ડેટા પુશ કર્યા નહીં હોવાથી કોઇ અજાણ્યા શખ્સે આ હરકત કરી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું.

Next Article