Ahmedabad : હાટકેશ્વર બ્રિજને તોડી પડાશે ? એક્સપર્ટ કમિટીનો રિપોર્ટ આજે જાહેર કરાશે, AMCની ફાઈલ CM કાર્યાલય પહોંચી

|

Apr 15, 2023 | 4:08 PM

Ahmedabad News : આ ફાઇલમાં જય ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે ડેલ્ફ કન્સલ્ટિંગ એજન્સીની ક્ષતિઓ અંગે પણ ઉલ્લેખ છે. CM કાર્યાલયના આદેશ બાદ AMC સત્તાવાર નિર્ણય જાહેર કરશે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ બ્રિજ તોડી પાડવાનો કમિટીનો અભિપ્રાય હોવાની ચર્ચા છે.

Ahmedabad : હાટકેશ્વર બ્રિજને તોડી પડાશે ? એક્સપર્ટ કમિટીનો રિપોર્ટ આજે જાહેર કરાશે, AMCની ફાઈલ CM કાર્યાલય પહોંચી

Follow us on

અમદાવાદના હાટકેશ્વરમાં છત્રપતિ શિવાજી મહારાજ બ્રિજના નિર્માણમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના આક્ષેપો થઇ રહ્યા છે. ત્યારે હવે AMC એક્સપર્ટ કમિટીનો રિપોર્ટ આજે જાહેર કરે તેવી શક્યતા છે. હાટકેશ્વર બ્રિજ મામલે AMCની ફાઈલ CM કાર્યાલય પહોંચી છે. ફાઈલમાં અત્યાર સુધીના તમામ રિપોર્ટ જોડવામાં આવ્યાં છે.

આ પણ વાંચો-Weather Breaking : ગુજરાતમાં વધશે ગરમીનો પારો, 17 અને 18 એપ્રિલે અમદાવાદમાં અપાયુ યલો એલર્ટ

AMC એક્સપર્ટ કમિટીનો રિપોર્ટ આજે જાહેર કરે તેવી શક્યતા

શુક્રવારે CM કાર્યાલયથી કોઇ નિર્ણય ન આવતા AMC દ્વારા રિપોર્ટ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી ન હતી. જો કે આજે એક્સપર્ટ કમિટીનો રિપોર્ટ જાહેર થઇ શકે છે. આ ફાઇલમાં જય ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે ડેલ્ફ કન્સલ્ટિંગ એજન્સીની ક્ષતિઓ અંગે પણ ઉલ્લેખ છે. મુખ્યપ્રધાન કાર્યાલયના આદેશ બાદ AMC સત્તાવાર નિર્ણય જાહેર કરશે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ બ્રિજ તોડી પાડવાનો કમિટીનો અભિપ્રાય હોવાની ચર્ચા છે. જવાબદાર અજય કોન્ટ્રાકટર અને અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ પણ થઈ શકે છે.

ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો
Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું
Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ

ખરાબ ગુણવત્તાનું મટીરીયલ વાપરવાનો આક્ષેપ

અમદાવાદના હાટકેશ્વરમાં છત્રપતિ શિવાજી મહારાજ બ્રિજના નિર્માણમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના આક્ષેપો થઇ રહ્યા છે. અમદાવાદમાં 2017માં 40 કરોડના ખર્ચે બનેલો હાટકેશ્વર બ્રિજ AMCના ભ્રષ્ટ અધિકારીઓના પાપે પાંચ જ વર્ષમાં તોડવો પડે તેવી સ્થિતિમાં છે. બ્રિજમાં વપરાયેલા માલની ગુણવત્તા એટલી હદે ખરાબ છે કે તેનું સમારકામ થઇ શકે તેમ નથી.

બ્રિજની ક્ષમતા 20 ટકા સુધીની જ હોવાનું સામે આવ્યું હતુ

એક રિપોર્ટ પ્રમાણે આ બ્રિજની ક્ષમતા 20 ટકા સુધીની જ હોવાનું સામે આવ્યું છે. બીજી રીતે સમજીએ તો, જે બ્રિજના 1 મિલીમીટર જગ્યા ઉપર 4.5 કિલો વજન સહન થવું જોઈતું હતું, તે માત્ર 1 કિલો વજન સહન કરતા જ તૂટી જાય છે. બ્રિજને મજબૂતી આપવા માટે M45 ગ્રેડની કોન્ક્રિટ વાપરવી જોઈએ તેના બદલે M15ના ગ્રેડની કોન્ક્રિટ વપરાઈ હતી.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article