Ahmedabad : સુરક્ષિત ઓટોરિક્ષા સવારી માટે કવાયત, QR Code લગાવવાની પ્રકિયા શરૂ કરી 

મુસાફર ટૂંકો કોડ સરળતાથી યાદ રાખી શકશે. અમારી પાસે રહેલા ડેટાબેઝમાં રિક્ષાના ડ્રાઈવર અને માલિકની માહિતી ઉપરાંત રિક્ષા પર કોઈ ખાસ પ્રકારનું સ્લોગન લખેલું હશે તેની માહિતી પણ રખાશે, જેથી સરળતાથી રિક્ષાની ઓળખ થઈ શકે. દર વર્ષે શહેરમાં આશરે 300 જેટલા ગુના નોંધાય છે જે રિક્ષામાં થયા હોય છે

Ahmedabad : સુરક્ષિત ઓટોરિક્ષા સવારી માટે કવાયત, QR Code લગાવવાની પ્રકિયા શરૂ કરી 
Ahmedabad Auto Rickshaw
| Edited By: | Updated on: May 16, 2023 | 12:28 PM

અમદાવાદ(Ahmedabad)  શહેરમાં મુસાફરો અને ખાસ કરીને મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસે ‘નિર્ભયા સવારી’ પ્રોજેક્ટ હેઠળ રિક્ષાચાલકો(Auto Rickshaw) અને ટેક્સીચાલકોને ક્યુઆર કોડ(QR Code)  સાથે એટેચ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં મુસાફર રિક્ષા પર લગાવેલા ક્યુઆર કોડ સ્કેન કરશે એટલે રિક્ષા કે ટેક્સીચાલકની તમામ ડિટેઈલ મોબાઈલમાં આવી જશે. પોલીસ હાલ રિક્ષા અને ટેક્સી ડ્રાઈવરોની તમામ માહિતી ભેગી કરી ફોર્મ બનાવી રહી છે. જેમાં શહેરમાં કેટલાક રિક્ષાચાલકો પેસેન્જરને અવાવરું જગ્યાએ લઈ જઈ લૂંટી લેતા હોવાના અને મહિલાઓની છેડતી કરતા હોવાની ઘટના બાદ આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે.

કોડ અને QR ટેગ રિક્ષામાં 5 જગ્યાએ લગાવેલા હશે

જેમાં શહેર પોલીસે અમદાવાદની દરેક રિક્ષાને ટૂંકો યૂનિક આઈડેન્ટિફિકેશન કોડ અને QR ટેગ આપવાની કામગીરી શરૂ કરી છે. કોડમાં રિક્ષા કયા RTOમાંથી રજિસ્ટર થયેલી છે તે દર્શાવતો ઘટક હશે, જેથી પેસેન્જર્સ સરળતાથી તે યાદ રાખી શકે. કોડ અને QR ટેગ રિક્ષામાં 5 જગ્યાએ લગાવેલા હશે જેથી પેસેન્જર દરેક એન્ગલથી તેને જોઈ શકે.

એક મોબાઈલ એપ્લિકેશન પણ લોન્ચ કરવામાં આવશે

શહેરમાં એક ડેટા મુજબ દોઢ લાખ રિક્ષા છે અને નિર્ભયા સવાર પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ અંગે ટ્રાફિક વિભાગના સિનિયર અધિકારીએ સમાચાર પત્રને આપેલી માહિતી મુજબ હાલ રિક્ષા, ડ્રાઈવર્સ અને રિક્ષાના માલિકોની માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. આ અંગે એક મોબાઈલ એપ્લિકેશન પણ લોન્ચ કરવામાં આવશે. આ એપ ફ્રીમાં ડાઉનલોડ કરી શકાશે.આ એપની મદદથી પેસેન્જર રિક્ષાચાલક અને રિક્ષા માલિક બંનેની માહિતી મેળવી શકશે. એપમાં પેસેન્જરને રિક્ષાના મેન્યુફેક્ચર અંગેની માહિતી મળશે ઉપરાંત ડ્રાઈવરનો ફોટોગ્રાફ, કોન્ટેક્ટ નંબર અને એડ્રેસ જેવી વિગતો પણ મળશે.

રિક્ષામાં થતી ગુનાખોરી પર કાબૂ મેળવવા પણ મદદ થશે

આ ઉપરાંત મુસાફર ટૂંકો કોડ સરળતાથી યાદ રાખી શકશે. અમારી પાસે રહેલા ડેટાબેઝમાં રિક્ષાના ડ્રાઈવર અને માલિકની માહિતી ઉપરાંત રિક્ષા પર કોઈ ખાસ પ્રકારનું સ્લોગન લખેલું હશે તેની માહિતી પણ રખાશે, જેથી સરળતાથી રિક્ષાની ઓળખ થઈ શકે. દર વર્ષે શહેરમાં આશરે 300 જેટલા ગુના નોંધાય છે જે રિક્ષામાં થયા હોય છે. આ ગુનામાં ચોરી અને હત્યાનો પણ સમાવેશ થાય છે. કોડ અને QR ટેગની મદદથી રિક્ષામાં થતી ગુનાખોરી પર કાબૂ મેળવવા પણ મદદ થશે.

નિર્ભયા પ્રોજેક્ટ હેઠળ 667 સીસીટીવી કેમેરા લગાવાશે

જ્યારે મહિલા અને બાળકો પર થતાં અત્યાચારને પગલે શહેર પોલીસે 35 ક્રાઈમ હોટ સ્પોટ વિસ્તાર ઓળખી કાઢ્યા છે. આ તમામ વિસ્તારમાં નિર્ભયા પ્રોજેક્ટ હેઠળ 667 સીસીટીવી કેમેરા લગાવાશે. આમાંથી 250 કેમેરા રિવરફ્રન્ટ પર, 150 વિવિધ સિટી બસ સ્ટોપ પર ફિટ કરવામાં આવશે. જ્યારે 90 કેમેરા ક્રાઈમ હોટસ્પોટ સ્થળે પણ લગાવવામાં આવશે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us