Ahmedabad: બોર્ડની પરીક્ષામાં હોલ ટિકિટ ભૂલી ગયા તો શું થશે? જાણો બોર્ડની પરીક્ષા અંગેની તમામ મહત્વની બાબતો

|

Mar 06, 2023 | 9:38 PM

અમદાવાદ શહેર-જિલ્લાના 634 બિલ્ડિંગમાં બોર્ડની પરીક્ષા યોજાનાર છે તેમામ બિલ્ડીંગના કલાસ સીસીટીવીથી સજ્જ કરી દેવાયા છે. અમદાવાદ શહેરમાં ધોરણ 10માં 61475, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં માં 9420 અને સામાન્ય પ્રવાહમાં 37491 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

Ahmedabad: બોર્ડની પરીક્ષામાં હોલ ટિકિટ ભૂલી ગયા તો શું થશે? જાણો બોર્ડની પરીક્ષા અંગેની તમામ મહત્વની બાબતો

Follow us on

આગામી 14 માર્ચથી ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. જેની તમામ તૈયારીઓ શિક્ષણ વિભાગ દ્વારા પૂર્ણ કરી દેવાઈ છે. રાજ્યમાં 16 લાખ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપવાના છે, જેમાં સૌથી વધુ 1 લાખ 91 હજાર વિદ્યાર્થીઓ અમદાવાદ શહેર અને જિલ્લાના આપશે. અમદાવાદ શહેર-જિલ્લામાં 634 બિલ્ડીંગોમાં પરીક્ષા માટેની ફુલપુફ્ર પરીક્ષા વ્યવસ્થા ગોઠવી દેવાઈ છે. ગેરરીતિ રોકવા તમામ પરીક્ષા કેન્દ્રોને સીસીટીવીથી સજ્જ કરાયા છે.

શહેર અને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તૈયારીઓ પૂર્ણ

14 માર્ચથી 29 માર્ચ સુધી રાજ્યમાં ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષા યોજાશે. પરીક્ષામાં કોઈપણ પ્રકારની ચુક ના રહે અને સારા વાતાવરણમાં પરીક્ષા યોજાય તે માટે શિક્ષણ વિભાગ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. રાજ્યમાં 16 લાખ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપવાના છે એ પૈકી સૌથી વધુ અમદાવાદ શહેર અને જિલ્લાના 1.91 લાખ વિદ્યાર્થીઓ છે. અમદાવાદ શહેર અને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તૈયારીઓને અંતિમ ઓપ આપી દેવાયો છે.

અમદાવાદ શહેર-જિલ્લાના 634 બિલ્ડિંગમાં બોર્ડની પરીક્ષા યોજાનાર છે તેમામ બિલ્ડીંગના કલાસ સીસીટીવીથી સજ્જ કરી દેવાયા છે. અમદાવાદ શહેરમાં ધોરણ 10માં 61475, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 9420 અને સામાન્ય પ્રવાહમાં 37491 વિદ્યાથીઓ પરીક્ષા આપશે. જ્યારે અમદાવાદ ગ્રામ્યના 81913 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જેમાંથી 10માં 47369, 12 વિજ્ઞાન પ્રવાહમાં 6255 અને સામાન્ય પ્રવાહમાં 28289 વિદ્યાર્થીઓ છે. અમદાવાદ શહેર કે જિલ્લાનું એકપણ કેન્દ્ર સંવેદનશીલમાં સ્થાન પામતું નથી.

Makhana : શિયાળામાં શેકેલા મખાના કયા સમયે ખાવા જોઈએ, નિષ્ણાતો પાસેથી જાણો
કાગળના બોક્સ પર છત્રીનું નિશાન કેમ દોરેલું હોય ? નહીં જાણતા હોવ તો પસ્તાશો
Vastu Tips : વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં સીડી બનાવવી જોઈએ ?
Sprouts Benefits: નાસ્તામાં ફણગાવેલા મગ ખાવાથી થતા ફાયદા વિશે જાણો છો તમે ? અનેક રોગોમાં રામબાણ ઈલાજ
આજનું રાશિફળ તારીખ : 09-01-2025
રિષભ પંતની ગર્લફ્રેન્ડ ઈશા નેગીએ બનાવ્યા 'એબ્સ'

વિદ્યાર્થી હોલ ટિકિટ ભૂલી જશે તો પણ પરીક્ષા આપવા દેવાશે

શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું કે હોલ ટિકિટ ભૂલી જવાના કિસ્સામાં વિદ્યાર્થી પરીક્ષા ના આપી શકે એવું નહીં બને. તમામ સેન્ટરોને સૂચના અપાઈ છે કે વિદ્યાર્થી હોલ ટિકિટ ભૂલી જાય તો પણ તેની સ્કૂલમાં સંપર્ક કરીને મોબાઈલમાં ટિકિટ મંગાવીને પરીક્ષા આપવા દેવાશે. આ સિવાય કોઈ કિસ્સામાં વિદ્યાર્થીએ શાળા ફી ના ભરી હોય એવા વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપી શકશે.

મધ્યસ્થ જેલમાં પરીક્ષા કેન્દ્ર

બોર્ડની પરીક્ષામાં અમદાવાદ મધ્યસ્થ જેલમાંથી 49 કેદીઓ પણ પરીક્ષા આપવા માટે જઈ રહ્યા છે. જેમાંથી 37 કેદીઓ ધોરણ 10 અને 12 કેદીઓ ધોરણ 12 સામાન્ય પ્રવાહના છે. મધ્યસ્થ જેલ પ્રસાસન અને અમદાવાદ શહેર શિક્ષણ અધિકારી થકી જેલમાં જ કેદી વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. મધ્યસ્થ જેલના બ્લોક બિલ્ડિંગમાં પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. સામાન્ય વિદ્યાર્થીઓ જેવા જ પ્રશ્નપત્રો જેલના કેદી વિદ્યાર્થીઓ માટે રહેશે.

Next Article