Ahmedabad: લાયબ્રેરીના માલિક દ્વારા અપમાનિત કરાતા વૃદ્ધને લાગી આવ્યુ, 9માં માળેથી પડતુ મુકી કર્યો આપઘાત

Ahmedabad: ઘાટડોલિડામાં વૃદ્ધે નવમાં માળેથી પડતુ મુકી આપઘાત કરી લીધો. લાઈબ્રેરીના માલિક દ્વારા અપમાનિત કરાતા વૃદ્ધે આત્મઘાતી પગલુ ભર્યુ હોવાનુ હાલ પ્રાથમિક તારણ સામે આવ્યુ છે. પોલીસે વૃદ્ધના આપઘાત કેસમાં આરોપી વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

Ahmedabad: લાયબ્રેરીના માલિક દ્વારા અપમાનિત કરાતા વૃદ્ધને લાગી આવ્યુ, 9માં માળેથી પડતુ મુકી કર્યો આપઘાત
| Edited By: | Updated on: May 20, 2023 | 7:00 PM

અમદાવાદના ઘાટલોડિયામાં સરદાર પટેલ આવાસના 9માં માળેથી 65 વર્ષના રજનીકાંત બ્રહ્મભટ્ટે પડતુ મુકી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. આપઘાત કરતા પહેલા રજનીકાંત બ્રહ્મભટ્ટે લખેલી 2 સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જેમા એક સુસાઈડ નોટ ઘરમાં મુકી હતી. જ્યારે બીજી તેમની પાસેથી મળી આવી હતી.

લાયબ્રેરીના માલિક સામે નોંધાયો દુષ્પ્રેરણાનો ગુનો

સુસાઈડ નોટમાં શુભ રીડિંગ લાયબ્રેરીના માલિક ભરત બારોટ દ્વારા વિદ્યાર્થીઓની સામે રજનીકાંતભાઈને અપમાનિત કરીને માનસિક ત્રાસ આપતા હોવાનો ઉલ્લેખ કર્યો હતો. ઘાટલોડિયા પોલીસે મૃતકના પત્ની ચંદ્રિકાબેનની ફરિયાદ લઈને ભરત બારોટ વિરુદ્ધ દૂષપેરણાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી. પિતાની છત્રછાયા ગુમાવનાર દીકરાઓ પણ ન્યાયની માંગ કરી છે.

લાયબ્રેરીના માલિકે કામ બાબતે ઠપકો આપી કર્યા હતા અપમાનિત

મૃતક રજનીકાંત બ્રહ્મભટ્ટ છેલ્લા 3 વર્ષથી શાસ્ત્રીનગરમાં શુભ રીડિંગ લાયબ્રેરીમાં નોકરી કરતા હતા. 6 મહિના પહેલા લાયબ્રેરીના માલિકે કામ બાબતે ઠપકો આપીને કાઢી મૂક્યા હતા અને ત્યાર બાદ 1 મેં ના રોજ રજનીકાંત બ્રહ્મભટ્ટ ફરી લાયબ્રેરીમાં નોકરીએ જોડાયા હતા. આ દરમ્યાન 11 મેના રોજ નાના દીકરા શ્રીકાંત કેનેડા જઈ રહ્યા હતા ત્યારે મૃતક અને તેમની પત્ની સાથે દીકરાના ઘરે રોકાયા હતા અને 14 મે ના રોજ નોકરી જવા નીકળ્યા અને નવમા માળેથી પડતું મૂકીને આપઘાત કરી લીધો. સ્યુસાઇડ નોટમાં લાયબ્રેરીના માલિક ભરત બારોટ દ્વારા માનસિક ત્રાસનો આક્ષેપ કર્યો હોવાથી પોલીસે ભરત બારોટની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. ભરત બારોટ 12 વર્ષથી લાયબ્રેરી ચલાવતો હોવાનું ખુલ્યું છે.

આ પણ વાંચો : Ahmedabad : પોલીસ કમિશનર કચેરીમાં પ્રેમીએ હાથની નસ કાપી આપઘાતનો પ્રયાસ કર્યો, ક્રાઇમ બ્રાંચના ડીસીપીએ ગાડીમાં લઈ જઈ સારવાર કરાવી 

વૃદ્ધની સુસાઈડ નોટને પોલીસે FSLમાં મોકલી

વૃદ્ધના આપઘાત કેસમાં પોલીસે સ્યુસાઇડ નોટ FSL માં મોકલીને તપાસ શરૂ કરી. આ આપઘાત પાછળ ફક્ત અપમાનિત કરવાનું કારણ છે કે કોઈ અન્ય કારણો પણ છે. જે મુદ્દે પોલીસે પરિવારના સભ્યો અને લાયબ્રેરીમાં આવતા વિદ્યાર્થીઓ અને કર્મચારીઓની પૂછપરછ શરૂ કરી છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો