Ahmedabad: કેમ્પ હનુમાન મંદિરને રિવરફ્રન્ટ પર ખસેડવાની પ્રક્રિયા શરુ કરાઈ, ભક્તોની સુવિધા માટે હાથ ધરાયો પ્રયાસ

|

Apr 11, 2022 | 1:09 PM

રિવરફ્રન્ટ પર આવેલી આર્મીની જગ્યા અને ટ્રસ્ટની જગ્યાની અદલા બદલી કરવા માટેની રજૂઆત કરવામાં આવી છે. મંદિર તરફથી એક કાગળ લખીને આર્મીને આપવામાં આવ્યો છે અને આર્મીએ આ કાગળને આગળ ફોરવર્ડ પણ કર્યો છે. રાજ્ય સરકાર, AMC, આર્મી તથા કેન્દ્ર સરકાર તરફથી પરવાનગી મળ્યા બાદ જ મંદિર ખસેડવામાં આવશે.

Ahmedabad: કેમ્પ હનુમાન મંદિરને રિવરફ્રન્ટ પર ખસેડવાની પ્રક્રિયા શરુ કરાઈ, ભક્તોની સુવિધા માટે હાથ ધરાયો પ્રયાસ
Ahmedabad Efforts are being made to move Camp Hanuman Temple to the riverfront

Follow us on

અમદાવાદ (Ahmedabad) માં આર્મી કેન્ટોન્મેન્ટ (Army Cantonment) ની વચ્ચે આવેલાં કેમ્પ હનુમાન (Camp Hanuman) મંદિરને રિવરફ્રન્ટ ખસેડવા પ્રક્રિયા શરુ કરાઈ છે. મંદિર ટ્રસ્ટ દ્વારા જ આ પ્રયાસ હાથ ધરાયો છે. ટ્રસ્ટ મંડળે કેન્દ્ર સરકાર (Central Government) સમક્ષ રિવરફ્રન્ટ પાસે આવેલ આર્મીની જગ્યા મંદિર માટે આપવા માગણી કરી છે. અત્યારે કેમ્પ હનુમાનના દર્શન કરવા જતા તમામ લોકોએ પરમીશન લેવી પડે છે. સુરક્ષાની દ્રષ્ટ્રીએ કેન્ટોન્મેન્ટમાં જવા માટે પરમિશન જરૂરી હોવાથી ભકતોને મુશ્કેલી પડે છે. જો મંદિરને રિવરફ્રન્ટ પર ખસેડવામાં આવે તો હજારો ભક્તોને દર્શનમાં સરળતા થઈ શકે છે.

હાલ મંદિર પ્રવેશ, પ્રસાદ, હવન કરવામાં ખુબ સમસ્યા થાય છે. કેમ્પમાં જતા લોકોને મર્યાદિત સમયમાં જ પાછા નીકળી જવાનું હોવાથી તહેવારોની દિવસોમાં ભારે મુશ્કેલી પડે છે. આ ઉપરાંત કોઈ ઉત્સવ કરવાનો હોય ત્યારે પણ સમસ્યા થાય છે. આથી મંદિરને કેન્ટોન્મેન્ટમાંથી બાહર લાવવાના પ્રયાસ કરાઈ રહ્યા છે.

અત્યારે જે જગ્યા પર કેમ્પ હનુમાન મંદિર છે તે જગ્યા મંદિર ટ્રસ્ટની છે અને તે કેન્ટોન્મેન્ટની વચ્ચે આવેલી છે. રિવરફ્રન્ટ પર આવેલી આર્મીની જગ્યા અને ટ્રસ્ટની જગ્યાની અદલા બદલી કરવા માટેની રજૂઆત કરવામાં આવી છે. રિવરફ્રન્ટ પર મંદિરને ખસેડવામાં આવે તો ભક્તોને સમયની સમસ્યા નડશે નહીં અને શાંતિથી દર્શન કરી શકશે. હાલમાં દર્શનનો સમય ઓછો પડતો હોવાથી ભક્તોની લાગણી છે કે તેમને વધુ સમય આપવામાં આવે. મંદિરમાં મોટી સંખ્યામાં લોકો આવતા હોવાથી આર્મીની સુરક્ષાના ઉદ્દેશથી પણ આ નિર્ણય લેવામાં આવે તેવી માગણી કરાઈ છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

મંદિરના ઉપટ્રસ્ટી પાર્થિવ અધ્યારૂનું કહેવું છે કે આર્મી દ્વારા સુરક્ષાના કારણોસર ક્યારેક ગેટ બંધ કરી દેવામાં આવે છે. આવા સમયે ભક્તો દર્શન કરી શકતા નથી અને પરેશાન થાય છે. આર્મીની સુરક્ષા જળવાય અને ભક્તો 24 કલાક દર્શન કરી શકે તે માટે મંદિર ખસેડવામાં આવશે. રિવર ફ્રન્ટ પર સુરેન્દ્ર પટેલ દ્વારા જગ્યા નક્કી કરવામાં આવી છે. રિવર ફ્રન્ટ પરની આ જગ્યા પર મંદિર લઈ જવામાં આવશે. મંદિર તરફથી કાગળ લખીને આર્મીને આપવામાં આવ્યો છે અને આર્મીએ આ કાગળને આગળ ફોરવર્ડ પણ કર્યો છે. રાજ્ય સરકાર, AMC, આર્મી તથા કેન્દ્ર સરકાર તરફથી પરવાનગી મળ્યા બાદ જ મંદિર ખસેડવામાં આવશે.

તેમણે જણાવ્યું કે હનુમાન જયંતી બાદ ટ્રસ્ટીઓની બેઠક મળશે જે બાદ ફરીથી પ્રસાદ વિતરણ શરૂ થશે. કોરોનાને કારણે બે વર્ષથી મંદિરમાં પ્રસાદ વિતરણ બંધ હતું જે હવે ફરી શરૂ કરાશે. છેલ્લા 6 મહિનાથી પ્રસાદ વિતરણનું કામ ટ્રસ્ટી મંડળે હાથમાં લીધું છે.

આ પણ વાંચોઃ Surat: રૂપિયા 23.60 લાખના 502 ગ્રામ સોનાના ડસ્ટ પાઉડરની ચોરી, 6 આરોપી પકડાયા

આ પણ વાંચોઃ ‘નર્મદે-સર્વદે’: ગુજરાતમાં આ વખતે ઉનાળામાં પણ પાણીની સમસ્યા નહીવત રહેશે, સરદાર સરોવર ડેમની સપાટી 120.08 મીટરે પહોંચી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article