Ahmedabad: અમદાવાદના અમરાઈવાડી(Amraiwadi)પાસે થયેલા અકસ્માત(Accident)મામલે પોલીસે ડમ્પર ચાલકની અટકાયત કરી છે.તો બીજી તરફ ડમ્પર માલિક જશુ ઓડ તેના પરિવાર સાથે ભૂગર્ભમાં ઉતરી ગયો છે..મહત્વનું છે કે શનિવારે સાંજે થયેલા અકસ્માતમાં 13 વર્ષના કિશોરનું મૃત્યુ નીપજ્યું હતું. જેની બાદ ઉશ્કેરાયેલા ટોળાએ ડમ્પરને આગ લગાવી દીધી હતી.
અમરાઈવાડી નાગરવેલ હનુમાન મંદિર ચાર રસ્તા પાસે એક ડમ્પર ચાલકે કિશોરને અડફેડે લેતા ધટના સ્થળે તેનું મોત નીપજ્યું હતું. આ ઘટના ગત મોડી સાંજે 8 વાગ્યેના રોજ 13 વર્ષીય કિશોર વૈશ્ય પારસ નંદકિશોર અમરાઈવાડી ચાચા નગરની ચાલીમાં રહે છે અને ઘરની સામે રહેલ રસ્તો ક્રોસ કરીને લોટ લેવાયો ગયો હતો.જમવા માટેનો લોટ લઈને પરત આવતા જ બેફામ ચલાવતા ડમ્પરે કિશોરને કચડી નાખ્યો હતો.
અકસ્માતને લઈ સ્થાનિક લોકોમાં રોષ જોવા મળતા ડમ્પર ચાલકને માર માર્યો હતો અને ડમ્પરને સળગાવી દીધું હતું . જેમાં ઉશ્કેરાયેલા ટોળાને કાબુમાં લેવા મોટી સંખ્યમાં પોલીસ કાફલો પહોંચ્યો હતો પછી મોડી રાત્રે સુધી સ્થાનિકો સમજાવ્યા હતા.
અકસ્માત માં મૃત્યુ પામેલ વૈશ્ય પારસ ધોરણ 7 માં અભ્યાસ કરે છે અને તેની માતા નાની ઉંમરમાં મૃત્યુ પામી હતી.કિશોર પારસ અને તેની 16 વર્ષીય બહેન એમ બન્નેને પિતા નંદકિશોર રીક્ષા ચલાવી ગુજરાન ચલાવતા હતા.હાલ આ ઘટનાથી પરિવારમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.ત્યારે અકસ્માત ના ગુનામાં આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે આઈપીસી ની કલમ 304 હેઠળ ગુનો નોંધી વાહન ચાલકની ધરપકડ કરી છે.
તેના ફરાર માલિકની શોધખોળ હાથ ધરી છે.. સાથે જ સમગ્ર વિસ્તારમાં એસીપી કક્ષાના અધિકારી તથા સમગ્ર ઝોનના પોલીસ કર્મીઓને બંદોબસ્ત માટે તૈનાત કરવામાં આવ્યા છે..જેથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જોખમાય નહીં.ભારે વાહનને શહેરમાં પ્રવેશ માટે જાહેરનામું બહાર પાડ્યું છે જેમાં રાત્રીના 10 વાગ્યે થી સવારના 7 વાગ્યે સુધી પરમિશન છે છતાં ડમ્પર ચાલકે ખુલ્લે આમ રોડ પર ચલાવી અકસ્માત સર્જાયો.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો