Ahmedabad: નોન ઇન્ટરલોકિંગ કામગીરીને કારણે અમદાવાદ મંડળની કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે, જાણો કઈ ટ્રેનોને થશે અસર

|

Nov 11, 2022 | 6:30 PM

Ahmedabad: જબલપુર અને ભોપાલ મંડળના માલખેડી અને કરોડ રેલવે સ્ટેશનો વચ્ચે નોન-ઇન્ટરલોકીંગ કાર્યને કારણે અમદાવાદ મંડળથી ઉપડતી/ પસાર થતી કેટલીક ટ્રેનો રદ્દ રહેશે અને કેટલીક ટ્રેનો ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે.

Ahmedabad: નોન ઇન્ટરલોકિંગ કામગીરીને કારણે અમદાવાદ મંડળની કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે, જાણો કઈ ટ્રેનોને થશે અસર
Ahmedabad Railway Station

Follow us on

જબલપુર અને ભોપાલ મંડળના માલખેડી અને કરોડ રેલવે સ્ટેશનો વચ્ચે નોન-ઇન્ટરલોકીંગ કાર્યને કારણે અમદાવાદ મંડળથી ઉપડતી/ પસાર થતી નીચેની કેટલીક ટ્રેનો રદ્દ રહેશે અને કેટલીક ટ્રેનો ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે.

નીચેની ટ્રેન રદ્દ કરવામાં આવી છે

  1. તારીખ 16 નવેમ્બર 2022 ના રોજ ટ્રેન નંબર 19413 અમદાવાદ-કોલકાતા (સાપ્તાહિક) એક્સપ્રેસ રદ્દ રહેશે.
  2.  તારીખ 19 નવેમ્બર 2022 ના રોજ ટ્રેન નંબર 19414 કોલકાતા-અમદાવાદ (સાપ્તાહિક) એક્સપ્રેસ રદ્દ રહેશે.

નીચેની ટ્રેનો ડાયવર્ટ કરવામાં આવી છે

  1. તારીખ 14 અને 18 નવેમ્બર 2022ના રોજ ટ્રેન નંબર 11466 જબલપુર-વેરાવળ એક્સપ્રેસ જબલપુર-કટની મુડવારા-બીના માલખેડી-બીના-ભોપાલની જગ્યાએ વાયા જબલપુર-ઈટારસી-ભોપાલ થઈને ચાલશે.
  2.  તારીખ 12 અને 14 નવેમ્બર 2022ના રોજ ટ્રેન નંબર 11465 વેરાવળ-જબલપુર એક્સપ્રેસ ભોપાલ-બીના માલખેડી -કટની મુડવારા-જબલપુરની જગ્યાએ વાયા ભોપાલ-ઈટારસી-જબલપુર થઈને ચાલશે.
  3. આજનું રાશિફળ તારીખ : 22-10-2024
    સારા તેંડુલકરનો બિકીની લુક સામે આવ્યો, સખીઓ સંગ મસ્તી કરતી દેખાઈ
    પૃથ્વી પર આ જીવ છે અમર, મળ્યા છે કુદરતના આશીર્વાદ
    અદાર પૂનાવાલાની પત્નીનો સ્ટાઈલિશ લુક ચર્ચામાં રહે છે, જુઓ ફોટો
    રોજ સરસવના તેલથી પગના તળિયામાં માલિશ કરવાથી જાણો શું થાય છે?
    Blood Pressure : હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓએ દવા ક્યારે લેવી જોઈએ?

ટ્રેનોના સમય, સ્ટોપેજ અને સંરચના અંગેની વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

અગાઉ પશ્ચિમ રેલવે દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમદાવાદ-દરભંગા ક્લોન સ્પેશિયલ અમદાવાદ-દરભંગા સાબરમતી એક્સપ્રેસ અને અમદાવાદ-વારાણસી સાબરમતી એક્સપ્રેસ ટ્રેન પરિવર્તિત માર્ગ પર દોડશે. જબલપુર અને ભોપાલ મંડળના માલખેડી અને કરોડ રેલવે સ્ટેશનો વચ્ચે નોન-ઇન્ટરલોકીંગ કાર્ય હોવાને કારણે, અમદાવાદથી ઉપડતી આ ટ્રેન ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે.

ટ્રેનોના સંચાલન, સમય, સ્ટોપેજ અને સંરચના અંગેની વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે. પશ્ચિમ રેલવે મુસાફરોને બોર્ડિંગ, મુસાફરી દરમિયાન અને ગંતવ્ય સ્થાન પર આગમન સમયે COVID-19 સંબંધિત તમામ ધોરણો અને એસઓપીનું પાલન કરવા વિનંતી કરી છે.

1. ટ્રેન નંબર 09465 અમદાવાદ-દરભંગા સ્પેશિયલ તારીખ 11 નવેમ્બર 2022ના રોજ મહાદેવખેડી-બીના-આગાસોદને બદલે મહાદેવખેડી-આગાસોદ થઈને દોડશે.

2. ટ્રેન નંબર 19165 અમદાવાદ-દરભંગા એક્સપ્રેસ તારીખ 11, 13 અને 16 નવેમ્બર 2022ના રોજ મહાદેવખેડી-બીના-આગાસોદને બદલે મહાદેવખેડી-આગાસોદ થઈને દોડશે.

3. ટ્રેન નંબર 19167 અમદાવાદ-વારાણસી એક્સપ્રેસ તારીખ 10, 12, 14, 15 અને 17 નવેમ્બર 2022 ના રોજ મહાદેવખેડી-બીના-આગાસોદને બદલે મહાદેવખેડી-આગાસોદ થઈને દોડશે

4. ટ્રેન નંબર 09466 દરભંગા-અમદાવાદ સ્પેશિયલ તારીખ 14 નવેમ્બર 2022ના રોજ આગાસોદ-બીના-મહાદેવખેડીને બદલે આગાસોદ-મહાદેવખેડી થઈને દોડશે.

5. ટ્રેન નંબર 19166 દરભંગા-અમદાવાદ એક્સપ્રેસ તારીખ 12, 14 અને 16 નવેમ્બર 2022 ના રોજ આગાસોદ-બીના-મહાદેવખેડીને બદલે આગાસોદ-મહાદેવખેડી થઈને દોડશે.

6. ટ્રેન નંબર 19168 વારાણસી-અમદાવાદ એક્સપ્રેસ તારીખ 10, 11, 13, 15 અને 17 નવેમ્બર 2022 ના રોજ આગાસોદ-બીના-મહાદેવખેડી ને બદલે આગાસોદ-મહાદેવખેડી થઈને દોડશે.

Next Article