અમદાવાદ : રાજ્યમાં બેવડી ઋતુને કારણે રોગચાળો વકર્યો, શરદી, તાવ અને વાયરલ ઇન્ફેક્શનના કેસમાં વધારો

સોલા સિવિલ હોસ્પિટલમાં શરદી, ખાંસી, તાવના રેકોર્ડબ્રેક કેસ નોંધાયા છે. છેલ્લા ત્રણ વર્ષમાં પ્રથમવાર સપ્તાહના 1 હજાર 391 દર્દી નોંધાયા છે.

અમદાવાદ : રાજ્યમાં બેવડી ઋતુને કારણે રોગચાળો વકર્યો, શરદી, તાવ અને વાયરલ ઇન્ફેક્શનના કેસમાં વધારો
| Edited By: | Updated on: Mar 03, 2023 | 8:47 AM

હાલ રાજ્યમાં બેવડી ઋતુ અનુભવાઇ રહી છે. દિવસે ગરમી તો રાત્રે અને વહેલી સવારે ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. જેના કારણે રોગચાળાનો ભરડો પણ વધી રહ્યો છે. તેમાં પણ વાત કરીએ અમદાવાદની તો અહીં વાયરલ ઇન્ફેક્શનના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. વાયરલ ઇન્ફેક્શનના કારણે અમદાવાદની સરકારી હોસ્પિટલમાં રીતસરની કતારો જોવા મળી રહી છે.

આ પણ વાંચો : Auction Today : અમદાવાદના ઘંટાકર્ણ મોલમાં દુકાનની ઇ-હરાજી , જાણો વિગતો

સોલા સિવિલ હોસ્પિટલમાં શરદી, ખાંસી, તાવના રેકોર્ડબ્રેક કેસ નોંધાયા છે. છેલ્લા ત્રણ વર્ષમાં પ્રથમવાર સપ્તાહના 1 હજાર 391 દર્દી નોંધાયા છે. અહીં થોડા દિવસો પહેલા 500થી 800 જેટલી ઓપીડી રહેતી હતી. પરંતુ હવે સ્થિતિ એવી છે કે, છેલ્લા બે દિવસથી આ ઓપીડી 1900 સુધી પહોંચી છે.

આ દર્દીઓને શરદી, ઉધરસ, તાવ જેવા લક્ષણો વધારે જોવા મળી રહ્યા છે. તો બાળકોમાં પણ ઇન્કેશનના કેસ વધ્યા છે. સતત કેસ વધવાના કારણે સોલા સિવિલમાં કેસ નોંધાવવાની બારીનો સમય સવારે 9ના બદલે સવારે 8 વાગ્યાનો કરી દેવામાં આવ્યો છે. તો સોલા સિવિલ હોસ્પિટલ ખાતે માત્ર ઓપીડી નહીં પણ એક્સરે, સોનોગ્રાફી, મેડિસિન વિભાગમાં પણ લોકોની ભીડ જોવા મળી રહી છે.

રાજ્યમાં વાયરલ રોગચાળો વકર્યો

આ તરફ રાજકોટમાં બેવડી ઋતુના કારણે વાયરલ રોગચાળામાં વધારો નોંધાયો હતો. એક અઠવાડિયામાં વાયરલના 614 કેસ સામે આવ્યા હતા. ડેન્ગ્યુના બે, શરદી, ઉધરસ અને તાવ સહિતના 614થી વધુ કેસ સરકારી ચોપડે નોંધાયા હતા. મેલેરીયા અને ચીકન ગુનીયાનો કોઈ કેસ આવ્યો નથી. સાથે જ સિઝનલ રોગચાળાના દર્દીઓમાં વધારો થયો હતો.

આ અઠવાડીયામાં શરદી-ઉધરસના કેસની સંખ્યા વધીને 481 પાર પહોંચી હતી. જયારે ખોરાકજન્ય અને પાણીજન્ય ઝાડા-ઉલ્ટીના 83 દર્દી નોંધાયા હતા. આ સપ્તાહમાં તાવના પણ વધુ 47 દર્દી ચોપડે ચડયા હતા. આગામી સપ્તાહમાં હજુ વાયરલ રોગચાળાના કેસમાં વધારો થઈ શકે છે તેવો આરોગ્ય અધિકારીનો દાવો હતો.

જામનગરની જી.જી હોસ્પિટલમાં 200 બેડ પર 500 જેટલા બાળ દર્દીઓ સારવાર લેવા મજબૂર બન્યા હતાં. ત્યારે બાળકોના વોર્ડમાં ખાટલા ખૂટી પડ્યાં હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જેથી એક ખાટલામાં એકથી વધુ અને કેટલાક વોર્ડમાં ખાટલા ન મળતા જમીન ઉપર પણ બાળકોને સારવાર આપવાની ફરજ ઊભી થઈ હતી. હોસ્પિટલના બાળ વિભાગે વધુ વોર્ડ અને સ્ટાફની માગ કરવામાં આવી હતી.