અમદાવાદ : AMC સંચાલિત AMTSનું વર્ષ 2022-23નું 390 કરોડના દેવા સાથેનું ડ્રાફટ બજેટ રજૂ

|

Jan 13, 2022 | 6:37 PM

એએમટીએસનું વર્ષ 2022-23નું 390 કરોડના દેવા સાથેનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ચાલુ વર્ષે બસની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. ગત વર્ષે 700 જેટલી બસો રોડ ઉપર દોડતી હતી ચાલુ વર્ષે 800 જેટલી બસો દોડશે.

અમદાવાદ : AMC સંચાલિત AMTSનું વર્ષ 2022-23નું 390 કરોડના દેવા સાથેનું ડ્રાફટ બજેટ રજૂ
Ahmedabad: Draft budget of AMTS presented

Follow us on

Ahmedabad: એએમસી(AMC) સંચાલિત AMTSનું વર્ષ 2022-23નું 390 કરોડના દેવા સાથેનું ડ્રાફટ બજેટ (Draft budget)રજૂ કરવામાં આવ્યું છે. 529.14 કરોડનું બજેટ રજૂ કરાયું છે.ગત વર્ષના બજેટ કરતા પાંચ કરોડના વધારા સાથેનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. છેલ્લા પાંચ વર્ષથી ખોટ કરતી AMTS બસ વધુ એકવાર ખોટ તરફ જતી હોય તેવું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. 130 કરોડની આવક સામે 390 કરોડના દેવા સાથેનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે.

એએમટીએસનું વર્ષ 2022-23નું 390 કરોડના દેવા સાથેનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ચાલુ વર્ષે બસની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. ગત વર્ષે 700 જેટલી બસો રોડ ઉપર દોડતી હતી ચાલુ વર્ષે 800 જેટલી બસો દોડશે. જેમાં 90 ટકા બસો કોન્ટ્રાક્ટ પર ચાલે છે. 529.14 કરોડનું બજેટ રજૂ કરાયું છે. જેમાં 130 કરોડની આવકના અંદાજ સામે એએમસી પાસેથી 390 કરોડની લૉન લેવામાં આવશે.

બજેટની વિશેષતા
-390 કરોડના દેવા સાથેનું બજેટ
-AMTS ઉપર 3 હજાર કરોડનું કુલ દેવું
-AMTSની માલિકીની 40 બસો જ રહી
-AMTSની 848 બસો ખાનગી સંચાલકોની છે
-200 સીએનસી મીડી નોન એસી બસોનું ખાનગી ઓપરેટરો દ્વારા સંચાલન કરવાનું આયોજન
-50 ઇલેક્ટ્રિકલ બસો અને 400 મીડી નોન એસી સીએનજી બસો ખરીદવાનું આયોજન
-આઉટર રિંગ રોડ પર સર્ક્યુલર અને એન્ટી સર્ક્યુલર રૂટ શરૂ કરવા આયોજન
-લાલ દરવાજા બસ સ્ટેન્ડને હેરિટેજ લુક આપી કામગીરી પૂર્ણ કરવા આયોજન

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024

400 સીએનસી મીડી નવી બસો આવશે

ટ્રાન્સપોર્ટ મેનેજરે જણાવ્યું હતું કે 2022-23માં 400 સીએનસી મીડી નવી બસો આવશે. કોરોનાને કારણે ગત વર્ષમાં આવક ઘટી છે. ગત વર્ષે 125 કરોડના અંદાજ સામે 47 કરોડની આવક થઈ છે. 2022-23માં 130 કરોડની આવકનો અંદાજ છે. એએમસી પાસેથી 390 કરોડની લૉન લેવી પડશે. દેવું ઘટાડવા 2100 કર્મચારીઓમાંથી 850 કર્મચારીઓને એએમસીમાં ટ્રાન્સફર કર્યા છે. જેનાથી એએમટીએસ પર 40 કરોડનું ભારણ ઘટશે. સ્ક્રેપ પોલિસીનો અમલ કર્યો એટલે AMTS પાસે 40 બસ જ છે. AMTS ઉપર 3 હજાર કરોડનું દેવું છે.

એએમટીએસને 2021-22માં 31.32 કરોડની આવક થઈ છે. અને માર્ચ 2022 સુધીમાં 47 કરોડ સુધીની આવક થવાનો અંદાજ છે. ગત વર્ષે કોર્પોરેશન પાસેથી 380 કરોડની લોન લીધી છે. બજેટનો 60થી 70 ટકા જેટલો એસ્ટાબ્લિશમેન્ટ ખર્ચ છે. જેમાં કર્મચારીઓના પગાર ભથ્થા અને પેન્શનરોને ચુકવણીનો સમાવેશ થાય છે. ત્યારે ખોટ કરતી એએમટીએસ પર ફરી એક વખત 390 કરોડનું દેવું વધશે.

આ પણ વાંચો : ગુજરાત : હવામાન વિભાગે બે દિવસ માટે ‘કોલ્ડ ડે’ જાહેર કર્યું, લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીથી નીચે રહેશે

આ પણ વાંચો : વડોદરા : સોખડા મંદિરનો વિવાદ વધુ વકર્યો, સેવક અનુજ ચૌહાણે કોર્ટમાં ફરિયાદ નોંધાવી

 

Next Article