Ahmedabad : 7 વર્ષનું બાળક 14 ચુંબકીય મણકા ગળી ગયું, તબીબોએ ભારે જહેમત બાદ બાળકને મોતના મુખમાંથી ઉગાર્યો

|

Apr 23, 2022 | 6:13 PM

મૂળ રાજસ્થાનના પ્રેમજીભાઇ કે જેઓ અમદાવાદમાં (Ahmedabad) કેટરીંગનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમનો 7 વર્ષનો દીકરો કે જે ધોરણ 2 માં અભ્યાસ કરે છે. રમત રમતમાં 14 મણકા ગળી ગયો હતો.

Ahmedabad : 7 વર્ષનું બાળક 14 ચુંબકીય મણકા ગળી ગયું, તબીબોએ ભારે જહેમત બાદ બાળકને મોતના મુખમાંથી ઉગાર્યો
Ahmedabad: Doctors save baby's life after critical surgery

Follow us on

અમદાવાદ (Ahmedabad) સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) ઐતિહાસિક જટીલ સર્જરી (Complex surgery)સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. સાત વર્ષનું બાળક રમત-રમતમાં 14 જેટલા ચુંબકીય મણકા ગળી ગયું હતુ. આ મણકાએ આંતરિક આકર્ષણના કારણે આંતરડામાં સાત કાણા પાડ્યા. સમયસર આની સર્જરી કરવામાં ના આવે તો બાળકના જીવને જોખમ હતું. પરંતુ ફરી એક વખત સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગના નિષ્ણાંત તબીબોએ પોતાની નિપુણતાનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ પૂરૂ પાડ્યું છે.

મૂળ રાજસ્થાનના પ્રેમજીભાઇ કે જેઓ અમદાવાદમાં કેટરીંગનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમનો 7 વર્ષનો દીકરો કે જે ધોરણ 2 માં અભ્યાસ કરે છે. રમત રમતમાં 14 મણકા ગળી ગયો હતો.પરિવારજનોને આ વાતનો ખ્યાલ ત્યારે આવ્યો જ્યારે બાળકની તબીયત નાદુરસ્ત બનતા તેને ખાનગી હોસ્પિટલમાં મેડિકલ તપાસ અર્થે લઇ ગયા. જ્યા પેટમાં વિવિધ ચુંબકીય મણકા હોવાનું સામે આવ્યું.

પરિવારજનો ચિંતાતુર બનતા સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગમાં આવી પહોચ્યા. અહીના તબીબોએ બાળકનો એક્સ-રે અને સી.ટી. સ્કેન કરીને નિદાન કરતા જ્ઞાત થયું કે, બાળકના પેટમાં જુદા-જુદા 14 મણકા છે. જે હોજરી પછી આવેલા નાના આંતરડા સુધી પહોંચ્યા છે. સિવિલ હોસ્પિટલના તબીબો માટે પણ બાળકના પેટમાં ચુંબકીય મણકા હોવાની આ પ્રથમ ઘટના હતી.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ અને બાળરોગ સર્જરી વિભાગના વડા ડૉ.રાકેશ જોષી અને તેમની ટીમ દ્વારા બાળકની સર્જરી હાથ ધરવામાં આવી. સર્જરી દરમિયાન માલુમ પડ્યું કે શરીરમાં રહેલા 14 મણકા આંતરિક આકર્ષણના કારણે ઘર્ષણ ઉત્પન્ન કરી રહ્યા હતા અને આંતરડામાં 7 કાણા પાડ્યા હતા. જેના પરથી જ માલૂમ પડે કે સર્જરી કેટલી જટીલ અને જોખમી રહી હશે.

સિવિલ હોસ્પિટલના તબીબોએ ત્રણ કલાકની ભારે જહેમત બાદ સમગ્ર સર્જરી સફળતાપૂર્ણ પાર પાડીને બાળકના શરીરમાં એક પછી એક એમ તમામ 14 મણકા બહાર કાઢ્યા અને બાળકને મોતના મુખમાંથી ઉગાર્યો.

સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ અને બાળરોગ સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોષી કહે છે કે, મારી તબીબી કારકિર્દીમાં ફોરેન બોડી એટલે કે બાળક બાહ્ય પદાર્થ જેવા કે સિક્કા, પેન,ટાંકણી ગળી ગયું હોય તેવા અનેક કિસ્સા સામે આવ્યા છે. પરંતુ કોઇપણ બાળક ચુંબકીય મણકા ગળી ગયું હોય તેવો આ પ્રથમ કિસ્સો હતો.

આ સર્જરીની જટીલતા વર્ણવતા ડૉ.જોષી કહે છે કે, નાના બાળકમાં હોજરીની ખૂબ જ નજીક આંતરડાનું સ્થાન હોય છે. જેથી આ અંતર ખૂબ જ ઓછુ હોવાથી ઓપરેશનનું રિસ્ક તેટલું જ વધુ થઇ જાય છે. આંતરડામાં જુદી જુદી જગ્યાએ ચોંટેલા 14 ચુંબકીય મણકાએ આંતરડાની દિવાલમાં અનેક કાણાં પાડ્યા હતા. જેથી આ સર્જરી કરીને તમામ ટુકડાઓને એકસાથે કાઢવા જરૂરી હતા. જેથી સર્જરી વખતે ૧૪ ચુંબકીય મણકાને બહાર કાઢવા માટે બે જગ્યાએ આંતરડામાં કાંપ મૂકીને બહાર કાઢ્યા બાદ ટાંકા લેવા પડ્યા છે.સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગની ડૉ. જોષી અને ડૉ. અઝીઝ રત્નાની તેમજ એનેસ્થેસિયા વિભાગના ડૉ. સીમા ગાંધી અને તેમની ટીમની કોઠાસુઝના પરિણામે ઓપરેશનને સરળતાથી પાર પાડી શકાયું.

ડૉ. જોષી નાની બાળકોને ચુંબક, રૂપિયાનો સિક્કો કે અન્ય ચિજ વસ્તુઓ કે જે બાળક સરળાથી ગળી જાય તે આપવાનું ટાળવાની અને તેનાથી દૂર રાખવાની સલાહ આપે છે.

આ પણ વાંચો :Gujarat Election 2022: ભાજપના કાર્યકરોને ચાર દિવસની રજા મળી, સીઆર પાટીલે કહ્યું આગામી છ મહિના સુધી બ્રેક વિના કામ કરવું પડશે

દાહોદ : સાસુના ત્રાસથી પરિણીતાએ પુત્ર સાથે અગ્નિસ્નાન કર્યું, પરિણીતાનું સારવાર દરમ્યાન મોત, પુત્ર સારવાર હેઠળ

Next Article