Ahmedabad : વિશ્વ ડોક્ટર દિવસ નિમિતે સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પર ડોક્ટરનું અભિવાદન કરાયું

|

Jul 02, 2021 | 7:53 AM

Ahmedabad : વિશ્વ ડોક્ટર દિવસ નિમિતે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પર ડોકટરોનું ખાસ અભિવાદન કરવામાં આવ્યું હતું. આ સાથે જ કોરોનકાળમાં કરેલી કામગીરીની બિરદાવી હતી.

Ahmedabad : વિશ્વ ડોક્ટર દિવસ નિમિતે સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પર ડોક્ટરનું અભિવાદન કરાયું
એરપોર્ટ પર વિશ્વ ડોક્ટર દિવસની ઉજવણી

Follow us on

Ahmedabad : 1 જુલાઈના રોજ વિશ્વ ડોકટર દિવસની (World Doctor’s Day) ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે જે ડૉક્ટર્સના લીધે કોરોના મહામારીમાં દેશના લાખો દર્દીઓ કોરોનાના મુખમાંથી બહાર આવ્યા છે તેવા ડૉક્ટર્સનું ઠેર ઠેર અભિવાદન કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ (Sardar Vallabhbhai Patel International Airport) પણ બાકાત રહ્યું નથી. વિશ્વ ડોક્ટર દિવસે વિવિધ ડોકટર્સનો આભાર માનવા માટે અરપોર્ટ પર વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી.

વિશ્વ ડોકટર દિવસ અમદાવાદ સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી મુસાફરી કરનાર ડોકટરોને SVPI દ્વારા વિશેષ રીતે થેન્ક્સ કહેવામાં આવ્યું હતું. આ સાથે જ આવા ડોકટર્સ તેમજ આરોગ્યકર્મીઓને ગિફ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જો કે કોરોનાકાળમાં ડોકટર્સ દ્વારા કરવામાં આવેલી કામગીરીની કિંમત ફક્ત ગિફ્ટથી આંકી શકાય નહીં.

આ માટે અમદાવાદ એરપોર્ટ ઓથોરિટીના સ્ટાફ દ્વારા અમદાવાદ એરપોર્ટ પર સ્પેશિયલ ફ્લેશ મોબ ડાન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડોકટર, પેરામેડિકલ સ્ટાફ, મુસાફરો પણ જોડાયા હતા અને આ ફ્લેશમોબ ડાન્સ પરફોર્મ કરીને કોરોનાકાળમાં ડોકટર્સ દ્વારા કરવામાં આવેલી કામગીરીને બિરદાવવામાં આવી હતી.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ડોમેસ્ટિકની સાથે ઇન્ટરનેશનલ ફ્લાઈટની પણ કનેક્ટિવિટી હોવાના કારણે રોજબરોજ લાખો મુસાફરો અમદાવાદ એરપોર્ટ પરથી મુસાફરી કરતા હોય છે. આવા પેસેન્જરમાંથી જે પેસેન્જર ડૉક્ટર હોય તેમને અલગ તારવવા માટે વિવિધ એરલાઇન્સ કંપનીની મદદ લેવામાં આવી હતી.

જેથી આજે અમદાવાદ એરપોર્ટથી મુસાફરી કરનાર ડોકટર્સની કામગીરીને બિરદાવી શકાય. આ સાથે જ અમદાવાદ એરપોર્ટ પર ફરજ બજાવી રહેલા ડોકટર્સ તેમજ લેબોરેટરીમાં કામ કરતા સ્ટાફને પણ કોરોનાકાળમાં કરેલી કામગીરી બદલ બિરદાવવામાં આવ્યા હતા.

Next Article