અમદાવાદ: દિવાળીના તહેવારોમાં રિઅલ એસ્ટેટ સેક્ટરમાં જોવા મળી તેજી, મકાનોના ભાવમાં 15 ટકા વધારો છતા માગમાં ઉછાળો

|

Nov 11, 2023 | 11:57 PM

દિવાળીએ રિઅલ એસ્ટેટ સેક્ટરમાં સારી તેજી જોવા મળી. અમદાવાદ અને આસપાસમાં મકાનોના ભાવ વધવા છતાં માગમાં મોટો ઉછાળો નોંધાયો છે. ગત વર્ષની સરખામણીએ મકાનોના ભાવમાં 10થી 15 ટકાનો વધારો થયો છે. છતાં લોકો ધૂમ ખરીદી કરી રહ્યાં છે. રિઅલ એસ્ટેટના અગાઉના વર્ષ કરતા 20 ટકા વધુ પ્રોજેક્ટ માર્કેટમાં આવ્યા છે.

અમદાવાદ: દિવાળીના તહેવારોમાં રિઅલ એસ્ટેટ સેક્ટરમાં જોવા મળી તેજી, મકાનોના ભાવમાં 15 ટકા વધારો છતા માગમાં ઉછાળો

Follow us on

તહેવારોની સીઝનમાં અમદાવાદના રીઅલ એસ્ટેટ સેકટરની પણ દિવાળી સુધરી ગઈ છે. ગતવર્ષોની તુલનાએ રીઅલ એસ્ટેટ માં 15 ટકા ભાવ વધારો હોવા છતાં 20 ટકા વધુ પ્રોજેકટ આવ્યા છે. તો આશ્ચર્ય વચ્ચે લક્ઝુરિયસ 3 બીએચકે ની પણ ડિમાન્ડમાં વધારો થયો છે. કોરોના બાદ ઠપ્પ પડેલ કોમર્શિયલ સેકટરની માંગમાં વધારો થયો છે. રીઅલ એસ્ટેટમાં તેજી કેમ ? 2 BHK ના પ્રમાણમાં 3 BHK ની માંગ પણ વધી છે.

મકાનોની કિંમત 15 ટકા વધી છતા વેચાણમાં  20 ટકાનો વધારો

રાજ્યનું સૌથી મોટું શહેર, મેટ્રો ટ્રેન, ગિફ્ટ સીટી, જીઆઇડીસી અને ભવિષ્યમાં બુલેટ ટ્રેન કનેક્ટિવિટીને કારણે અમદાવાદમાં કોરોના બાદ રીઅલ એસ્ટેટ સેકટરમાં સતત વૃદ્ધિ જોવા મળી રહી છે. તહેવારની સીઝનમાં નવા પ્રોજેકટ અને ખરીદી વધી છે. એક અંદાજ મુજબ છેલ્લા એક વર્ષમાં જમીનના ભાવમાં વધારા અને કન્સ્ટ્રકશન કોસ્ટમાં વધારો થતાં પ્રોપર્ટીના ભાવ 15 ટકા સુધી વધ્યા છે. જો કે સામેપક્ષે વેચાણમાં પણ 20 ટકા જેટલો વધારો થઈ રહ્યો છે.

કોરોના બાદ લોન્ચ થયેલા 300 પ્રોજેક્ટમાં 40 ટકા જેટલા કોમર્શિયલ અને 60 ટકા રેસિડેન્શિયલ

તહેવારોની સીઝનમાં જ રાજ્યમાં 300 થી વધુ પ્રોજેકટ લોન્ચ થયા છે. લોન્ચ થયેલ પ્રોજેકટ પૈકી 40 ટકા જેટલા તો કોમર્શિયલ છે. કોરોના બાદ કોમર્શિયલ પ્રોપર્ટીની ડિમાન્ડ ઘટી હતી હવે તેમાં વધારો થયો છે. કોરોના બાદ કુલ કન્સ્ટ્રક્શનમાં 25 ટકા સુધીનું જ વેચાણ કોમર્શિયલ હતું જેમાં આ વર્ષે વધારો થઈ 40 ટકા સુધી પહોંચ્યું છે. ગુજરાતનો વિકાસ વધવાના કારણે અમદાવાદનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રીઅલ એસ્ટેટ માર્કેટ તેજીમાં જોવા મળી રહ્યું છે. ગિફ્ટ સીટી, આઇટી નીતિ તેમજ સાણંદ જીઆઇડીસી સહિતના ઉદ્યોગો અમદાવાદ અને આજુબાજુના વિસ્તારમાં આવતા માઈગ્રેશન વધ્યું છે. જેના કારણે ડિમાન્ડ વધી રહી છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

જો કે આશ્ચર્ય વચ્ચે 2BHK ના બદલે ડિમાન્ડ 3 BHK માં વધુ જોવા મળી રહી છે. નવા ડેવલપ વિસ્તારોમાં પણ 3 BHK પ્રોજેકટ વધુ આવી રહ્યા છે. નિષ્ણાતોનું માનવું છે કે કોરોના બાદ ટ્રેન્ડ બદલાયો છે. બધી ફેસિલિટી વાળા ઘરની ડિમાન્ડ વધી છે. 2 BHK અને 3BHK કિંમતમાં લાંબો ફરક ના પડતો હોવાના કારણે હોવી 3BHK મિનિમમ રિકવાયરમેન્ટ બની છે.

આ પણ વાંચો: મનસેના દિપોત્સવી કાર્યક્રમમાં સાથે જોવા મળી સલીમ જાવેદની જોડી, મંચ પરથી જાવેદ અખ્તરે લગાવ્યા જય સીયારામના નારા- જુઓ વીડિયો

અમદાવાદમાં રોડ, બ્રિજ, સ્પોર્ટ્સ ક્ષેત્રે ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધામાં વધારો

ઔદ્યોગિક રાજ્ય તરીકે ગુજરાતનો વિકાસ, રાજકીય સ્થિરતા, દેશની રાજનીતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહના કારણે છેલ્લા કેટલાક વર્ષોમાં રોકાણકારો પણ અમદાવાદ અને ગુજરાતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેકટમાં મોટાપાયે રોકાણ કરી રહ્યા છે. ઉપરાંત વિદેશ કે ભારતમાં રહેતો ગુજરાતી અમદાવાદમાં ઘર ઇચ્છી રહ્યો હોવાના કારણે પણ અમદાવાદમાં ખરીદી જોવા મળી રહી છે. જેના કારણે પણ અમદાવાદ અને રાજ્યના રીઅલ એસ્ટેટ માર્કેટમાં તેજી જોવાઇ રહી છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article