અમદાવાદમાં જિલ્લા સેવા સદન, કલેક્ટર કચેરી ખાતે વિકેન્દ્રિત જિલ્લા આયોજિત મંડળની મહત્ત્વપૂર્ણ બેઠક અમદાવાદ જિલ્લાના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં યોજવામાં આવી.જેમાં કુલ 10 કરોડ 84 લાખનાં 505 કામોને બહાલી આપવામાં આવી.
જિલ્લા આયોજન મંડળની બેઠકમાં મંત્રી ઋષિકેશ પટેલે ભારપૂર્વક જણાવ્યું હતું કે, જનસમૂહની પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી તે રાજ્ય સરકારની પ્રાથમિક ફરજ છે. આ માટે રાજ્ય સરકાર પરિણામલક્ષી કામગીરી કરે છે. આ સુવિધાઓ ઊભી કરતાં વિકાસ કામો અને જનહિતલક્ષી કામોનું આયોજન ઉપરાંત તેનું અમલીકરણ એવું સત્વરે થવું જોઈએ
જિલ્લા આયોજન મંડળની બેઠકમાં વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ અંતર્ગત ખાસ કરીને પછાત વિસ્તાર સહિત વિવેકાધીન નગરપાલિકાનાં આયોજનો મંજૂર કરવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની યોજનાનું વર્ષ 2023-24નું આયોજન મંજૂર કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં તાલુકા કક્ષાના 9 કરોડ 47 લાખનાં 481 કામો, નગરપાલિકાના 1 કરોડ 37 લાખનાં 24 કામો, જ્યારે જિલ્લાના કુલ 10 કરોડ 84 લાખનાં 505 કામોને બહાલી આપવામાં આવી હતી. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ યોજનાનાં 35 લાખનાં 14 કામોને મંજૂર કરાયાં હતાં.
જિલ્લા આયોજનની વિવિધ જોગવાઈઓ હેઠળ મંજૂર થયેલાં કાર્યોની સમીક્ષા પણ મંત્રી દ્વારા હાથ ધરવામાં આવી હતી. મહત્વનુ છે કે, બાકી રહેલાં કામો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. વિવિધ જોગવાઈઓ હેઠળ મંજૂર થયેલાં કાર્યોની પોર્ટલ પર રિયલ ટાઇમ ઓનલાઇન એન્ટ્રી તથા જિઓ ટેગિંગની બાબત પણ ચર્ચવામાં આવી હતી. આ ઉપરાંત એમપીએલએડીએસ હેઠળ મંજૂર થયેલાં કાર્યોની સમીક્ષા કરવામાં આવી હતી.
આ પણ વાંચો : પેપર લીકના ગુનામાં સામેલ આચાર્ય 8 વર્ષથી કરતો હતો વિદ્યાર્થી સાથે દુષ્કર્મ, જાણો સ્ફોટક વિગતો
જિલ્લા આયોજન મંડળની બેઠકમાં જિલ્લાના આયોજન અધિકારી સહિતના વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, અમદાવાદના વિવિધ તાલુકાઓના તાલુકા વિકાસ અધિકારીઓ તેમજ અમદાવાદ જિલ્લાની વિવિધ નગરપાલિકાઓના પ્રમુખ તથા ચીફ ઑફિસરો સામેલ થયા હતા. જેમને તમામ કામગીરી સૂચરું રૂપે પાર પાડવા મંત્રીએ સૂચન કર્યું હતું. ખાસ કરીને પ્રજાને કોઈ પણ પ્ર્કરની મુશ્કેલી નહીં સર્જાય તે પ્રકારે કામ કરવા જણાવ્યુ હતું.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…