Ahmedabad:’પોલીસ ગ્રામ્ય મિત્ર’ નામના અનોખા પ્રોજેક્ટની શરૂઆત DGPના હસ્તે કરાઈ, કોરોનાની જંગ જીતવામાં કરશે મદદ 

|

May 25, 2021 | 7:15 PM

અમદાવાદ ગ્રામ્ય પોલીસ (Ahmedabad Gramya Police) દ્વારા એક નવતર પ્રયોગ શરૂ કરવામાં આવ્યો. જે પોલીસ ગ્રામ્ય મિત્ર યોજનાની ડીજીપીના હસ્તે શરૂઆત કરવામાં આવી. 

Ahmedabad:પોલીસ ગ્રામ્ય મિત્ર નામના અનોખા પ્રોજેક્ટની શરૂઆત DGPના હસ્તે કરાઈ, કોરોનાની જંગ જીતવામાં કરશે મદદ 

Follow us on

ગ્રામ્યવિસ્તારમાં વધતા કોરોના સંક્રમણના કેસોમાં પોલીસ લોકોને અનેક રીતે મદદરૂપ થઈ છે. કોરોના મહામારી(Corona Virus)ને નાથવા પોલીસે માસ્ક વિતરણ, જરૂરી માર્ગદર્શનથી લઈ કાળાબજારીનો પર્દાફાશ કરવામાં મહત્વની ભૂમિકા અદા કરી છે. ત્યારે અમદાવાદ ગ્રામ્ય પોલીસ (Ahmedabad Gramya Police) દ્વારા એક નવતર પ્રયોગ શરૂ કરવામાં આવ્યો. જે પોલીસ ગ્રામ્ય મિત્ર યોજનાની ડીજીપીના હસ્તે શરૂઆત કરવામાં આવી.

 

કોરોના મહામારીમાં પોલીસે માનવતાનું અનોખુ ઉદાહરણ પૂરું પાડ્યું છે. લોકડાઉનના સમયમાં લોકોને જમવાનું પહોંચાડવાનું હોય કે ઈમરજન્સીના સમયે હોસ્પિટલમાં મદદ કરવાની હોય પોલીસ હંમેશા ખડે પગે રહી મદદરૂપ થઈ છે. ત્યારે અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા ‘પોલીસ ગ્રામ્ય મિત્ર’ નામનો અનોખો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટનું આજે ડીજીપી આશિષ ભાટિયા (DGP Ashish Bhatia)દ્વારા અનાવરણ કરવામાં આવ્યું.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

 

જેમાં 3 હજાર કરતાં પણ વધુ ગ્રામ્ય પોલીસ મિત્રો પોતાનું યોગદાન આપી પોલીસને કોરોનાની જંગ જીતવામાં મદદ કરશે. ગ્રામ્ય પોલીસ મિત્ર પોતાના ફળિયા કે મહોલ્લામાં પડતી વિશેષ જરૂરીયાત અંગે પોલીસ સાથે સંકલનમાં રહીને લોકોને મદદ કરશે. સાથો સાથ પોલીસ દ્વારા તેમને આપવામાં આવેલી ઈમરજન્સી કીટથી ગ્રામજનોને કોરોના સમયમાં પડતી હાલાકીમાં પણ મદદરૂપ થશે.

 

આ સિવાય સમયાંતરે પોલીસ તરફથી ગ્રામજનોને આગેવાનો સાથેની મીટીંગ કર્યાના ફોટો કે માહિતી પણ ડિજિટલ પોર્ટલમાં અપલોડ કરી શકશે. આ તમામ હકીકત પોલીસના અધિકારીઓ તેની પર નજર રાખી જરૂરી કોરોના સંદર્ભે પગલા લેવા સુચન પણ કરશે. અમદાવાદ ગ્રામ્ય એસ.પી વિરેન્દ્રસિંહ યાદવ કહ્યું કે અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા શરૂ કરાયેલ પ્રોજેક્ટ સંવાદ બાદ ગ્રામ્ય પોલીસ મિત્રનો પ્રોજેક્ટ સફળ થાય તે માટે દરેક ગામડાઓમાં આઠ વ્યક્તિઓની એક ટીમ બનાવવામાં આવી છે.

 

જેમાં ગામના સરપંચ સહિત તમામ આગેવાનોને રાખવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટથી પોલીસનું માનવું છે કે કોરોનાની મહામારીને હરાવવામાં ખુબ જ મોટી મદદ મળશે. સાથે જ કોરોના બાદ પણ અનેક અંતરિયાળ ગામડાઓ કે જિલ્લાઓ સુધી જ્યાં પોલીસ નથી પહોંચી શકી તેની સચોટ માહિતી પોલીસને મળશે. જેનાથી ગુનાઓના ભેદ ઉકેલવામાં કે નાની મોટી ફરિયાદનો તાત્કાલિક નિકાલ આવી શકશે.

 

આ પણ વાંચો: Corona થી મૃત્યુની આશંકાને લીધે ના આપી શકાય આગોતરા જામીન, સુપ્રિમ કોર્ટે બદલ્યો અલ્હાબાદ હાઇકોર્ટનો ચુકાદો

Next Article