Ahmedabad: દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ક્રાઇમ બ્રાન્ચે કરી અટકાયત

|

Sep 15, 2022 | 8:44 AM

છેલ્લા ઘણા સમયથી વિપુલ ચૌધરી વિવિધ કારણોસર ચર્ચામાં છે ત્યારે તેમની અટકાયત કરવામાં આવતા ફરીથી એક વાર તેઓ ચર્ચામાં આવ્યા છે. આ મુદ્દે તેમની ધરપકડ થઈ શકે તેવી શક્યતાઓ પણ ઉભી થઈ છે.

Ahmedabad: દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ક્રાઇમ બ્રાન્ચે કરી અટકાયત
વિપુલ ચૌધરીની ACB દ્વારા અટકાયત
Image Credit source: File Image

Follow us on

દૂધસાગર ડેરીના (Dudhsagar dairy) ભૂતપૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની (Vipul Chaudhary) ક્રાઇમ બ્રાન્ચ તેમજ એસીબી દ્વારા  તેમના નિવાસસ્થાનેથી અટકાયત કરવામાં આવી છે. વિપુલ ચૌધરીની સામે ગેરરિતીના આરોપ કરવામાં આવ્યા હતા. ડેરીમાં આર્થિક ગેરરિતીના આરોપસર આ અંગે ACBમાં (Anti corruption Burao) ફરિયાદ કરવામાં આવી હતી. આ ઘટનામાં વિપુલ ચૌધરીના પર્સનલ CA શૈલેષ પરીખની પણ અટકાયત કરવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી વિપુલ ચૌધરી વિવિધ કારણોસર ચર્ચામાં છે ત્યારે તેમની અટકાયત કરવામાં આવતા ફરીથી એક વાર તેઓ ચર્ચામાં આવ્યા છે. આ મુદ્દે તેમની ધરપકડ થઈ શકે તેવી શક્યતાઓ પણ ઉભી થઈ છે.

 

સર્વાઇકલ કેન્સર હોય તો કેવી રીતે ખબર પડે ?
CBI એજન્ટનો પગાર કેટલો હોય છે? કેવી રીતે થાય છે સિલેક્શન, જાણો અહીં
આજનું રાશિફળ તારીખ : 24-01-2025
1927ની આ સૌથી ચર્ચિત ફિલ્મ જેણે જીત્યો હતો ઇતિહાસનો પહેલો ઓસ્કાર એવોર્ડ
પૂર્વ ક્રિકેટરે ટીમ ઈન્ડિયાના કોચ ગૌતમ પર લગાવ્યો 'ગંભીર' આરોપ
Tulsi Rituals in Sutak : શું સૂતકમાં તુલસીના છોડ પર પાણી રેડી શકાય? જાણો નિયમ

વિવિધ કારણોસર વિપુલ ચૌધરી રહે છે ચર્ચામાં

છેલ્લા થોડા સમયથી વિપુલ ચૌધરી વિવિધ કારણોસર ચર્ચામાં રહ્યા છે. થોડા મહિનાઓ અગાઉ તેઓએ વિપુલ ચૌધરીએઆરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ(Rishikesh Patel) પર ગંભીર આરોપ લગાવ્યા હતા અને રાજીનામાની માગણી કરી હતી. તો વિપુલ ચૌધરીની આગેવાનીમાં અર્બુદા સેના સક્રિય થઈ છે અને તાજેતરમાં જ અર્બુદા સેના દ્વારા અરવલ્લીમાં સંમેલન આયોજિત કરવામાં આવ્યું હતું.

પાટણના સાંસદે વિપુલ ચૌધરી અંગે આપ્યું હતું મહત્વનું નિવેદન

થોડા સમય પહેલા જ  પાટણના સાંસદે વિપુલ ચૌધરી (Vipul Chaudhary)નું સમર્થન કર્યુ છે. મહેસાણા(Mehsana)ના ખેરાલુમાં અર્બુદા સેનાના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગમાં પાટણથી ભાજપના સાંસદ ભરતસિંહ ડાભી (Bharatsinh Dabhi) પણ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે ચોંકાવનારુ નિવેદન આપ્યુ હતુ. ભરતસિંહ ડાભીએ જણાવ્યુ કે બધા એક્ઠા થઈ વિપુલ ચૌધરીને ફરી રાજકારણમાં લાવીએ અને વિપુલ ચૌધરીને ફરી ગૃહમંત્રી બનાવીએ. આ પ્રકારનું નિવેદન સાંસદ ભરતસિંહ ડાભીએ જાહેર મંચ પરથી કર્યુ હતુ. હાલ વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે વિપુલ ચૌધરી પણ ફરી રાજકારણમાં સક્રિય થવા માટે તેમની રાજકીય જમીન સેટ કરી રહ્યા છે આ નિવેદનને ઘણું મહત્વપૂર્ણ ગણાઈ રહ્યુ છે.

Published On - 8:44 am, Thu, 15 September 22

Next Article