Ahmedabad: CBSE કે ગુજરાત બોર્ડની માન્યતા ન હોવાથી, DPS EAST સ્કુલને બંધ કરવા આદેશ

|

Jul 21, 2021 | 3:44 PM

નિત્યાનંદ કેસ બાદ અમદાવાદની પૂર્વ DPS સ્કુલને બોર્ડ સમક્ષ NOC રજુ કરવા માટે આદેશ આપવામાં આવ્યા હતા. જો કે DPS સ્કુલે નિયત સમયમાં ગુજરાત શિક્ષણ બોર્ડ કે CBSE પાસેથી NOC ન મળતા સ્કુલને તાત્કાલિક ધોરણે બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

Ahmedabad: CBSE કે ગુજરાત બોર્ડની માન્યતા ન હોવાથી, DPS EAST સ્કુલને બંધ કરવા આદેશ
Ahmedabad: DEO orders closure of DPS East

Follow us on

અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પુર્વ DPS (Delhi Public School) સ્કૂલને તાત્કાલિક ધોરણે બંધ કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે. મહત્વનું છે કે, પુર્વ DPS  સ્કુલ પાસે CBSE અને ગુજરાત બોર્ડની (Gujarat Board) માન્યતા ન હોવાથી બંધ કરવા આદેશ કરવામાં આવ્યો છે. હાલ, શાળમાં અભ્યાસ કરતા 360 વિદ્યાર્થીઓને DEO કચેરી દ્વારા નજીકની શાળામાં પ્રવેશ અપાવવા માટે મદદ કરશે.

ઉલ્લેખનીય છે કે, DPS પુર્વ સ્કુલમાં (School) અભ્યાસ કરતા 360 વિદ્યાર્થીઓને પ્રવેશ મળે તે માટે DEO કચેરી મદદ કરશે. આપને જણાવવું રહ્યું કે, નિત્યાનંદ કેસ (Nityanand Case) બાદ આ શાળાની તપાસની માગ ઉઠી હતી.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આ શાળા નિત્યાનંદ કેસ બાદ ગુજરાત શિક્ષણ વિભાગમાં (Education Department) ખોટું NOC મુદે વિવાદમાં આવી હતી. જેને કારણે શિક્ષણ વિભાગ દ્વારા તપાસ કરવા માટે કમિટીના રચના કરી હતી. ત્યારે આ કમિટીની તપાસમાં સામે આવ્યું છે કે, DPS પુર્વ સ્કુલ હજુ સુધી CBSE બોર્ડ પાસે NOC જમા કરાવ્યું નથી.

 

આ પણ વાંચો: Surat City News: ખાડીપૂરનાં પાણી ઉતર્યા પછી હવે સુરતના લોકોને સતાવી રહ્યો છે રોગચાળાનો ભય

આ પણ વાંચો: VADODARA : કોરોડોનો ખર્ચ, છતાં સુરસાગર તળાવની અવદશા પાછળ કોણ જવાબદાર ?

Next Article