અમદાવાદમાં શહેરના દાણીલીમડા વિસ્તારમાં ત્રણ યુવકોએ ફિલ્મી સ્ટાઈલથી માત્ર 500 રૂપિયાથી લુંટ ચલાવી હતી. જેમાં અમદાવાદના પૂર્વ વિસ્તાર દાણીલીમડા પોલીસ મથકમાં 500 રૂપિયાની લૂંટની ફરિયાદ નોંધાઇ છે. ભોગ બનનારને બંદૂક ની અણીએ 500 રૂપિયાની લૂંટ ચલાવી હોવાનું સામે આવ્યું છે. જેમાં સમગ્ર ઘટનામાં શહેરના દાણીલીમડા વિસ્તારમાં બે દિવસ પહેલા અતુલ શાહુ અને તેનો મિત્ર મોહિતકુમાર ગુલાબનગર અજમેરી ફાર્મ રોડ પરથી કારખાનામાં કામ પર જતા હતા તે સમયે એક બાઈક પર આવેલા ત્રણ લોકોએ બંને મિત્રોને રોકી એક શકશે ચપ્પુ બતાવ્યું હતું. બીજા શખ્સે દેશી તમંચો બતાવી હતી અને લૂંટ કરી હતી. એક શખ્સે મોહિતને ચાપુ બતાવી તેની પાસે જે રૂપિયા હોય તે આપી દેવા કહ્યું જેથી મોહિતે તેની પાસે રહેલા 500 રૂપિયા આપી દીધા હતા. જે દરમ્યાન અન્ય એક શખ્સે દેશી તમંચામા કારતૂસ ભરી રહ્યો હતો જેથી બંને મિત્રો ગભરાઈ ગયા હતા જે બાદ બે લૂંટારૂઓએ અતુલ શાહુને પકડી તેના ખીસા ચેક કર્યા હતા.
જોકે બંને મિત્રોના ખિસ્સા ચેક કર્યા તો 500 રૂપિયા મળી આવ્યા હતા અને એક પાસેથી મોબાઈલ મળ્યો હતો પણ આ મોબાઈલ કી પેડ વાળો અને નજીવી કિંમતનો હોવાથી લૂંટારૂઓએ આ મોબાઈલ પરત કરી દિધો હતો અને 500 ની લૂંટ કરી ભાગી ગયા હતા. ભોગ બનનાર મિત્રોએ લૂટ બાદ દાણીલીમડા પોલીસ મથક પહોંચી સમગ્ર મામલાની જાણ કરી હતી અને લૂંટારૂઓને વર્ણન કર્યું હતું. જોકે પોલીસ પાસે કોઈ સીસીટીવી નહિ હોવાને કારણે અલગ અલગ એન્ગ્લ દ્વારા લુટારુઓ સુધી પહોંચવા ટીમો બનાવી હતી. પોલીસે લૂંટ ચલાવનાર મોહમ્મદ આસિમ, સાજીદ હુસૈન અને મોહસીન સૈયદની ધરપકડ કરી છે. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું કે મોહમ્મદ ફેબ્રીકેશનનું કામ કરે છે જ્યારે સાજીદ અને મોહસીન વેલ્ડિંગ કામ કરે છે. જેમાંથી મોહમ્મદ અન્સારી અગાઉ ઉતરપ્રદેશ માં પણ એક ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે.
મહત્વનું છે કે પોલીસે ભોગ બનનારની ફરિયાદ પરથી ત્રણેય આરોપીની ધરપકડ કરી લીધી છે અને આરોપીઓ પાસેથી ચપ્પુ, બાઈક, દેશી તમંચો અને કારતૂસ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસે તપાસ કરી રહી છે કે આ લૂંટારૂઓએ અગાઉ આ પ્રકારે કોઈ લૂંટને અંજામ આપ્યો છે કે કેમ અથવા તો અન્ય કોઈ શકશ આ ગેંગ સાથે સંકળાયેલો છે કે કેમ તેને લઈને આરોપીઓની પુછપરછ પણ શરૂ કરી છે.
Published On - 5:09 pm, Thu, 10 November 22