Ahmedabad: સાયબર ક્રાઈમનો મોટો ઘટસ્ફોટ, મલેશિયા અને ઈન્ડોનેશિયાના હેકર્સે ભારત વિરૂદ્ધ 2000થી વધુ સાઈટ કરી હતી હેક

|

Jul 09, 2022 | 8:56 AM

અમદાવાદ સાઈબર ક્રાઈમ(Ahmedabad cyber crime)ના ડીસીપી અમિત વસાવાએ જણાવ્યુ હતું કે, અમદાવાદ સાયબર ક્રાઇમ  (Ahmedabad cyber crime Cell) દ્વારા ભારત સરકારની 80 જેટલી સરકારી વેબસાઈટને પણ સુરક્ષિત કરવા માટે જરુરી સૂચનો એનસીઆઈઆઈપીટીને રિપોર્ટ કર્યો હતો. સાઈબર ક્રાઈમની ટીમે 80થી વધુ ભારત સરકારની વેબસાઈટોમાં ઘણી નબળાઈઓ પણ શોધી કાઢી છે. 

Ahmedabad: સાયબર ક્રાઈમનો મોટો ઘટસ્ફોટ, મલેશિયા અને ઈન્ડોનેશિયાના હેકર્સે ભારત વિરૂદ્ધ 2000થી વધુ સાઈટ કરી હતી હેક
Symbolic Image
Image Credit source: File Photo

Follow us on

અમદાવાદ સાઈબર ક્રાઇમ સેલ દ્વારા મહત્વનો ઘટસ્ફોટ કરવામાં આવ્યો હતો અને જણાવવામાં આવ્યું હતું કે મલેશિયા અને ઈન્ડોનેશિયાના હેકર્સે ભારત વિરૂદ્ધ 2000થી વધુ સાઈટ હેક કરી હતી. મલેશિયા અને ઈન્ડોનેશિયાના હેકર દ્વારા વિશ્વના મોટાભાગના મુસ્લિમ હેકરને ભારત વિરુદ્ધ ઉશ્કેરી એક સાઈબર વોરની (Cyber war) ઘોષણા કરી હતી. જેના લીધે ઘણી બધી ભારતીય વેબસાઈટ્સ અને નેટવર્કને હેક કરવામાં આવ્યા હતા. સાઈબર ક્રાઈમે ઈન્ટર્ન અને એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓના માર્ગદર્શન હેઠળ આવી ઈન્ડોનેશીયન 100 અને મલેશીયન 70 વેબસાઈટની ટેકનિકલ ખામીઓ અથવા બગ્સ એથીકલ હેકીંગ દ્વારા શોધી કાઢી હતી. કેન્દ્ર સરકારની મદદથી તેમની સરકારને આ અંગે જાણ કરવામાં આવેલી છે તો બીજી તરફ ભારત સરકારની 80 જેટલી સરકારી વેબસાઈટને પણ સુરક્ષિત કરવા માટે જરુરી સૂચનો એનસીઆઈઆઈપીટીને રિપોર્ટ કર્યો હતો. સાઈબર ક્રાઈમની ટીમે 80થી વધુ ભારત સરકારની વેબસાઈટોમાં ઘણી નબળાઈઓ પણ શોધી કાઢી છે અને પીએમઓ હેઠળની નેશનલ ક્રિટિકલ ઈન્ફોર્મેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોટેક્શન સેન્ટર (એનસીઆઇઆઇપીસી)ને તેની જાણ કરી છે. હેકર દ્વારા વેબસાઈટ નષ્ટ કરવા અથવા ડેટા ચોરી કરવા માટે થઈ શકે છે.

મલેશિયન ગ્રુપે 2 હજાર વેબસાઈટ હેક કરી, પાસપોર્ટ, આધાર-પાન કાર્ડનો  ડેટા પણ લીક

મલેશિયાના ડ્રેગન ફોર્સીઓ અને ઇન્ડોનેશિયાના ગરુડાના હેક્ટિવિસ્ટોએ 2000થી વધુ ભારતીય વેબસાઇટ્સ હેક કરવાનો દાવો કર્યો છે. જેમાં સરકારી વિભાગ, શૈક્ષણિક સંસ્થાઓ, વ્યવસાયો અને ઉદ્યોગો વગેરેનો સમાવેશ થાય છે. આવી વેબસાઈટ્સમાંથી ગોપનીય ડેટા લીક કરવામાં આવ્યો છે. જેમાં સરકારી ફાઈલો અને ડેટા, અમુક વ્યક્તિઓના આધાર કાર્ડ, કેટલાક નાગરિકોના પાનકાર્ડ અને પાસપોર્ટની વિગતો, આંધ્રપ્રદેશ પોલીસના પોલીસકર્મીઓની વિગતો, ડીસટીવીના ડેટા સહિત અનેક વિગતો લીક કરી દીધી છે.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

નૂપુર શર્મા વિવાદ બાદ હેકરોએ સાઈબર યુદ્ધ શરુ કર્યું

નૂપુર શર્માના વિવાદ પછી મલેશિયાના ડ્રેગન ફોર્સ અને ઈન્ડોનેશિયાના ગરુડાના હેકટીવિસ્ટ, વિશ્વભરના મુસ્લિમ હેકરોને ભારત અને ભારતીય લોકો સામે સાયબર-યુદ્ધ શરૂ કરવા માટે હાકલ કરી હતી. આવા હેકર જૂથો વચ્ચે સાયબર-યુદ્ધ શરૂ કરવા માટેના આવા કોલ સોશિયલ મીડિયા પર વ્યાપક પણે ફેલાયેલા હતા. જેને પણ સાઇબર ક્રાઇમે શોધી કાઢ્યા છે. નુપુર શર્માની વિગતો જેમાં સરનામું, ઈમેલ આઈડી, સંપર્ક નંબર વગેરે કેટલીક સરકારી વેબસાઈટ પરથી લીક થઈ હતી.

Published On - 11:58 pm, Fri, 8 July 22

Next Article