અમદાવાદ જિલ્લામાં (Ahmedabad )ક્રાઇમની (Crime)ઘટનાઓ દિવસે દિવસે વધતી જઇ રહી છે. અમદાવાદ જિલ્લાના જુદા જુદા વિસ્તારમાં આજે ક્રાઇમના અનેક ગુનાઓ નોંધાયા છે. જેમાં મસાલો લઇને કંપનીમાં આવેલા કર્મચારીને નોકરીમાંથી કાઢી મૂકતાં સિક્યુરિટીને માર માર્યો, ઘરની બહાર સૂતેલા આધેડને અજાણ્યા વ્યક્તિએ નાકમાં લાકડી ફટકારી, નશાકારક કફ સીરપની બોટલનો જથ્થો ઝડપાયો છે. અમદાવાદના જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ ગુનાઓને લઇને પોલીસે (Ahmedabad Police) કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદ જિલ્લાના માંડલ પોલીસ મથકમાં મહેશભાઈ ઠાકોર તેમજ અજય ઠાકોર અને અન્ય બે અજાણ્યા લોકો સામે ફરિયાદ નોંધાઇ છે. સમગ્ર વાત એવી છે કે કરસનપુરા સુબ્રોસ કંપનીમાં સિક્યુરિટી ઓફિસર તરીકે નોકરી કરતા રવિન્દ્રસિંહ ઠાકુર ફરિયાદ નોંધાવી છે કે મહેશભાઈ ઠાકોર ને સિક્યુરિટી ઓફિસર રવીન્દ્રસિંહ ઠાકુર દ્વારા ગેટ ઉપર ચેક કરતા મહેશભાઈ ઠાકોર પાસેથી માવો – મસાલો મળી આવ્યો હતો. જેથી મહેશભાઈને કંપનીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા જેની જાણ મહેશભાઈના ભાઈ અજયભાઈ ઠાકોર ને થતાં તેઓ રવિન્દ્રસિંહ ઠાકુર સાથે બોલાચાલી કરી હતી જેથી અજયભાઈ ને પણ કંપની માંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. જે બાબતનું મનદુઃખ રાખી મહેશભાઈ અને અજયભાઈ તેમજ અન્ય બે અજાણ્યા શખ્સોએ લાકડાના ધોકા દ્વારા રવીન્દ્રસિંહ ને કંપનીમાંથી તેમના રૂમ પર જતા સમયે માર માર્યો હતો અને બિભત્સ ગાળો આપી હતી. જે મામલે સિક્યુરિટી ઓફિસર રવિન્દ્રસિંહ ઠાકોર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે.
અમદાવાદ જિલ્લાના કણભા પોલીસ મથકમાં ભગવાન ખેમાજી પટેલ વિરુદ્ધ આ ફરિયાદ નોંધાઇ છે જેમાં ભંગારની દુકાનમાં ખરીદ વેચાણ નું રજીસ્ટર નહીં રાખી તેમજ ભંગારની દુકાનમાં ફેરી કરતાં માણસો મજૂરના બાયોડેટા કે આધાર પુરાવા નહીં રાખી તેમજ પોલીસ સ્ટેશનમાં કોઈ પણ પ્રકારની જાણ નહીં કરાતા જિલ્લા મેજિસ્ટ્રેટ અમદાવાદના જાહેરનામાં ભંગની ફરિયાદ નોંધાઇ છે.
અમદાવાદ જિલ્લાના ચાંગોદર પોલીસ મથકમાં બહેન જીવીબેન વિષ્ણુભાઈ રમણભાઈ ચુનારા વિરુદ્ધ પોતાના મકાનમાં ગેરકાયદેસર રીતે દેશી દારૂ ગાળવાનું પીળા કલરનો વોસ ૭૦ લિટર રાખવામાં આવ્યો હતો જેનો પોલીસે નાશ કરી ગુનો નોંધ્યો છે.
ચાંગોદર પોલીસ મથકમાં મધુબેન રાજેશભાઈ ઈશ્વરભાઈ ચુનારા તેમજ કેતન નટવરલાલ પટેલ વિરુદ્ધ દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ચલાવવી અને ૨૧ લિટર દેશી દારૂ તથા દારૂ ગાળવા નો 80 લીટર વોશ તેમજ બે ગેસનાં બાટલો સહિત અન્ય મુદ્દામાલ ઝડપી બંને વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.
અમદાવાદ જિલ્લાના ધંધુકા પોલીસ2 મથકમાં ડાયાભાઈ સોલંકી ફરિયાદ નોંધાવી છે જેમાં તેઓ બહાર જૂનના રોજ જમીને તેમના ઘરની બહાર ખાટલા પર સુતા હતા ત્યારે 13 જૂનના રાત્રે સાડા ત્રણ થી ચાર વાગ્યા ની આસપાસ એક અજાણ્યો વ્યક્તિએ ડાયાભાઈને નાક ઉપર લાકડી નો ઘા માર્યો. ડાયાભાઈ ને લાકડી નાગપુર મારતા નાકમાંથી લોહી નીકળવા લાગ્યું હતું અને તે બાદ તેઓ હોસ્પિટલ કયા હતા જ્યાં નાક ઉપર તેમને ફેક્ચર આવ્યું હતું અને ઓપરેશન કરાવવામાં આવ્યું હતું જે બાદ ડાયાભાઈ એ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
અમદાવાદ જિલ્લાના ધોળકા રૂરલ પોલીસ મથકમાં અશ્વિન બલદાણીયા અને રાજન વાઘેલા વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે જેમાં અશ્વિન બલદાણીયા ની અલ્ટો કાર માં ગેરકાયદેસર રીતે નશાકારક કફ સિરપની 250 બોટલ હેરાફેરી થઈ રહી હતી જેથી પોલીસે કફ સીરપ નો જથ્થો, અલ્ટો ગાડી, મોબાઇલ ફોન તેમજ રોકડ રૂપિયા મળી કુલ 2,61,000 થી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે તેમજ રાજન વાઘેલા કે જે નશાકારક કફ સીરપ નો જથ્થો વેચાણ માટે આપવા આવ્યા હતા જેની શોધખોળ પોલીસે હાથ ધરી છે.
અમદાવાદ જિલ્લાના હાસલપુર પોલીસ મથકમાં યોગેન્દ્રસિંહ ઝાલા તેમજ હિતેશસિંહ ઝાલા વિરુદ્ધ ફરિયાદ નોંધાય છે. જેમાં બંને લોકો બાઈક પર પ્લાસ્ટિકના થેલામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો જથ્થો હેરાફેરી કરતા હતા જે પોલીસે તપાસ કરતા બંને લોકો ઝડપાઈ ગયા હતા. પોલીસે બાઈક તેમજ વિદેશી દારૂનો જથ્થો કબજે કરી બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.