Ahmedabad: દોઢ મહિના પૂર્વે આંગડિયા પેઢીના કર્મચારી સાથે થયેલો લૂંટનો ભેદ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલ્યો

|

Mar 11, 2023 | 10:53 PM

અમદાવાદના વાડજમાં આશરે દોઢ મહિના પૂર્વે આંગડિયા પેઢીના કર્મચારી પાસે થયેલો લૂંટનો ભેદ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલ્યો છે. આ લુંટ માટે આરોપીને મહારાષ્ટ્રથી બોલાવી સ્થાનિક આરોપી એ લુંટ ને અંજામ આપ્યો હતો. જેમાં લૂંટારુની પૂછપરછ મા અમદાવાદ અને મહેસાણાના ગુનાનો ભેદ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલ્યો છે. પોલીસ કસ્ટડીમાં જોવા મળતો આરોપી ઉપેશ અભંગેની ક્રાઇમ બ્રાન્ચે લૂંટના ગુનામાં ધરપકડ કરી..

Ahmedabad: દોઢ મહિના પૂર્વે આંગડિયા પેઢીના કર્મચારી સાથે થયેલો લૂંટનો ભેદ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલ્યો
Ahmedabad Crime Solve Robbery Case

Follow us on

અમદાવાદના વાડજમાં આશરે દોઢ મહિના પૂર્વે આંગડિયા પેઢીના કર્મચારી પાસે થયેલો લૂંટનો ભેદ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલ્યો છે. આ લુંટ માટે આરોપીને મહારાષ્ટ્રથી બોલાવી સ્થાનિક આરોપી એ લુંટ ને અંજામ આપ્યો હતો. જેમાં લૂંટારુની પૂછપરછ મા અમદાવાદ અને મહેસાણાના ગુનાનો ભેદ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલ્યો છે. પોલીસ કસ્ટડીમાં જોવા મળતો આરોપી ઉપેશ અભંગેની ક્રાઇમ બ્રાન્ચે લૂંટના ગુનામાં ધરપકડ કરી.. આરોપીએ વાડજ વિસ્તારમાં ફેબ્રુઆરી મહિનામાં આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી લાખ્ખો રૂપિયા ના સોના ચાંદીના દાગીના તથા ડાયમંડની લૂંટ કરી હતી. જે લૂંટ કેસમાં ઉપેશ સહિત ચાર લૂંટારાઓ ભેગા મળીને લૂંટના ગુનાને અજામ આપ્યો હતો.

જેમાં આરોપી ઉપેશ લૂંટના મુદામાલ સાથે પોતાના વતન મહારાષ્ટ્ર ના નંદૂરબાર જતો રહ્યો હતો અને ત્યાર બાદ મુદ્દામાલનો ભાગ પાડવા અમદાવાદ આવ્યો ત્યારે ક્રાઇમ બ્રાન્ચે બાતમી ના આધારે કુબેરનગરથી આરોપીને ઝડપી લીધો અને 4.30 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. આ પકડાયેલ આરોપી ઉપેશ અભંગેની પૂછપરછ કરતા સામે આવ્યું કે કુબેરનગરના આરોપી વિશાલ તનવાણી અને પ્રતીક પનવેકરે લૂંટ ના ગુનાને અજામ આપવા ષડયંત્ર રચ્યું હતું.જેમાં બે આંગડિયા પેઢીને ટાર્ગેટ કરીને 4 દિવસ સુધી રેકી કરી હતી. જેમાં અમૃત કાંતિ આંગડિયા પેઢીના કર્મચારીઓને ટાર્ગેટ કર્યા હતા.

આ કર્મચારીઓ વાડજ અખબારનગર નજીક સોનલ પાન પાર્લર પાસે ઉભા હતા. ત્યારે કિંમતી દાગીના ભરેલી બેગ ઝૂંટવીને લૂંટારા ફરાર થઈ ગયા હતા. તપાસમાં સામે આવ્યું કે લૂંટ કરવા માટે ઉપેશને મહારાષ્ટ્રથી અમદાવાદ બોલાવ્યો હતો અને ઓઢવમાં એક મકાન ભાડે રાખીને લૂંટનો સમગ્ર પ્લાન બનાવ્યો હતો એટલું જ નહીં સ્થાનિક આરોપીનું નામ નહિ ખુલે માટે ઉપેશને લૂંટ માટે બોલાવીને કાવતરું ઘડ્યું હતું.. પરંતુ ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં લૂંટારાઓનો ભાંડો ફૂટ્યો અને મુખ્ય આરોપી ઝડપાઇ જતા અન્ય આરોપીના પણ નામ ખુલ્યા.

આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ

આરોપી ઉપેશ લૂંટ અને ચોરી જેવા ગુના આચરવા મહારાષ્ટ્રથી અમદાવાદ આવતો હતો. જેના વિરુદ્ધ માં અમદાવાદમાં 7 જેટલા ગુના નોંધાઇ ચુક્યા છે.. જેમાં નવરંગપુરા અને મહેસાણાની ચોરીના ગુનાનો પણ ભેદ ઉકેલાયો છે.. જો કે ઉપેશ સહિત ના આ ચારેય લૂંટારાઓ ભેગા મળીને અનેક ગુના આચર્યા હોવાનું તપાસમાં ખુલ્યું છે.. હાલમાં ક્રાઇમ બ્રાન્ચ આરોપીની ધરપકડ કરીને વોન્ટેડ આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

આ પણ વાંચો : Rajkot: ‘બેટી બચાવો’ સંદેશ સાથે 62 વર્ષીય વૃદ્ધ સાયકલ ઉપર રાજકોટથી અયોધ્યા પહોંચ્યા

Next Article