અમદાવાદ ક્રાઈમ બ્રાંચે જુહાપુરાના કુખ્યાત કાળુ ગરદનને દબોચ્યો, ત્રણ સાગરિતો સાથે કરી ધરપકડ

|

Jul 15, 2022 | 1:17 PM

અમદાવાદના જુહાપુરામાં ફરિયાદીને બિભત્સ શબ્દો બોલી માહર મારવા મામલે કાળુ ગરદન સામે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે કાર્યવાહી કરતા કાળુ ગરદન સહિત 3 સાગરિતોની ધરપકડ કરી છે

અમદાવાદ ક્રાઈમ બ્રાંચે જુહાપુરાના કુખ્યાત કાળુ ગરદનને દબોચ્યો, ત્રણ સાગરિતો સાથે કરી ધરપકડ
કાળુ ગરદનન પર સકંજો

Follow us on

અમદાવાદ (Ahmedabad)ના જુહાપુરાના કુખ્યાત કાળુ ગરદન (Kalu Gardan)સહિત ગેંગના અન્ય 3 સાગરિતોની અમદાવાદ ક્રાઈમ બ્રાંચે (Crime Branch) ધરપકડ કરી છે. આરોપીઓએ હથિયારો સાથે ધમકી આપતા ફરિયાદીએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી. જે ગુનાની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાંચને સોંપવામાં આવી છે. જેમા કાર્યવાહી કરતા ક્રાઈમ બ્રાંચે કાળુ ગરદન સહિત તેના ચાર સાગરિતોને ઝડપી લઈ જુહાપુરામાં ગુનાના સ્થળે લાવી તપાસ હાથ ધરી હતી..

જુહાપુરામાં વધ્યો અસામાજિક તત્વોનો આતંક

જુહાપુરામાં ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. કુખ્યાત કાળુ ગરદન અને તેના સાથી સાગરિતો સાથે વધુ એક વ્યક્તિને ધાક ધમકી આપવાની વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. જેમાં ક્રાઈમ બ્રાંચને તપાસ સોંપાઈ હતી. ક્રાઈમ બ્રાંચે બાતમીના આધારે કાળુ ગરદન, મોહંમદ સદ્દામ, સુલતાન અને મોહંમદ આરીફની ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાંચે આજે તમામ આરોપીઓને સાથે રાખી બનાવના સ્થળે તપાસ કરી હતી

3 જૂલાઈએ મોહંમદ રફીક શેખને માર્યો હતો માર

કાળુ ગરદન અને તેના સાગરિતોએ ફરિચયાદી મોહંમદ રફીક શેખને ત્રીજી જુલાઈએ જુહાપુરાના ભારત પાન પાર્લર પાસે બિભત્સ શબ્દો બોલી માર મારીને છરી બતાવીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી..એટલું જ નહીં કુખ્યાત કાળું ગરદન અને મુશિર વચ્ચે ગાળા-ગાળીનો ઓડિયો સામે આવ્યો હતો. જે બાદ આરોપી કાળું ગરદને બીભત્સ ગાળો આપી ધમકી આપતા ફરિયાદ નોંધાઇ હતી. જોકે જુહાપુરામાં ગુંડા તત્વોનો આંતક વધતા તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપાઈ હતી. સમગ્ર કેસમાં ક્રાઇમ બ્રાંચે બરોડા એક્સપ્રેસ હાઇવે નજીકથી કાળું ગરદન સહિત ગેંગના 3 સાગરિતોની ધરપકડ કરી છે.

ભારતના 100 રૂપિયા ઇન્ડોનેશિયામાં જઈ કેટલા થઈ જાય ?
શિયાળાના 3 મહિના સુધી દરરોજ ખાઓ 2 ખજૂર,મળશે લાભ
Indian Flag : કયા ભારતીયે બનાવ્યો હતો ભારતનો રાષ્ટ્રધ્વજ ?
ડાયાબિટીસમાં કઈ મીઠાઈઓ ખાવી? આ છે શ્રેષ્ઠ વિકલ્પ
Vastu Tips : રસોડાની આ દિશામાં વાસણ રાખો, તમારી આર્થિક સ્થિતિ બનશે મજબૂત !
રાત્રે ઊંઘ નથી આવતી? અજમાવો 6 આયુર્વેદિક ઉપાય

કાળુ ગરદનના નામે નોંધાયા છે હત્યા સહિતના ગુના

કુખ્યાત કાળુ ગરદન સામે અગાઉ વેજલપુર પોલીસ સ્ટેશનમાં હત્યાના 2 ગુના, હત્યાના પ્રયાસના 3 ગુના, મારા-મારીના 5 ગુના, અને પ્રોહિબિશનના 10 ગુના દાખલ થયેલા છે. જ્યારે 5 વખત પાસા પણ થઈ ચુક્યા છે. સુલતાન અને મોહમદ આરીફ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. હાલમાં પોલીસે આરોપીઓની ધરપકડ કરીને રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

Published On - 1:13 pm, Fri, 15 July 22

Next Article