Ahmedabad : દિવસે સ્મશાન ગૃહમાં નોકરી કરી રાત્રીના સમયે ડ્રગ્સનું વેચાણ કરતો હતો યુવક, ક્રાઇમ બ્રાંચે કરી ધરપકડ

સમગ્ર ગુજરાતનું યુવાધન ડ્રગ્સના નશાના રવાડે ચડેલા યુવા ધનને નશાની લાત માંથી મુક્તિ અપાવવા સરકાર મથામણ કરી રહી છે. જે અંતર્ગત અનેક જાગૃતિ કાર્યક્ર્મ યોજી સમાજમાં અવેરનેસ લાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે. એવી જ રીતે ડ્રગ્સના કાળા કારોબારમાં હાલના સમયમાં યુવાવર્ગ જોવા મળી રહ્યું છે. આવો જ એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે.

Ahmedabad : દિવસે સ્મશાન ગૃહમાં નોકરી કરી રાત્રીના સમયે ડ્રગ્સનું વેચાણ કરતો હતો યુવક, ક્રાઇમ બ્રાંચે કરી ધરપકડ
| Edited By: | Updated on: Oct 28, 2023 | 3:49 PM

અમદાવાદ શહેરમાં ફરી એક વખત ડ્રગ્સના જથ્થા સાથે એક આરોપીની ક્રાઇમ બ્રાંચએ ધરપકડ કરી. પૈસા કમાવવાની લાલચમાં ડ્રગ્સના વેચાણના રવાડે યુવક ચડ્યો હતો. દિવસમાં સ્મશાન ગૃહમાં નોકરી કરી અને રાત્રીના ડ્રગ્સનું વેચાણ યુવાન કરતો હતો.

હાલમાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાં યુવાનો ડ્રગ્સના નશાના રવાડે ચડી ગયા છે. આ જ રીતે ડ્રગ્સના કાળા કારોબારમાં દેશનો યુવાવર્ગ હોમાઈ રહ્યા છે. ધટના છે શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં રહેતા કરણ ચૌહાણ જેની ઉમર ફક્ત 24 વર્ષની જ છે જે ડ્રગ્સના વેચાણના રવાડે ચડ્યો છે.

ક્રાઈમ બ્રાન્ચને એક માહિતી મળી હતી કે સરખેજ રોડ નજીક એક યુવક ડ્રગ્સના જથ્થા સાથે પસાર થઈ રહ્યો. જેના આધારે કરણ ચૌહાણ ની 96 ગ્રામ MD ડ્રગ્સ જેની કિંમત 96 લાખના જથ્થા સાથે ધરપકડ કરી છે. હવે આ તમામ બાબતે પોલીસ એ તપાસમાં લાગી હતી કે આ યુવાન પાસે ડ્રગ્સ આવ્યું ક્યાથી ત્યારે સામે આવ્યું કે આરોપી કરણ ડ્રગ્સનો જથ્થો વોન્ટેડ આરોપી સાબીરહુસેન ઉર્ફે ગોટુ શેખ એલિસબ્રિજ માં રહે છે જેની પાસેથી લાવ્યો હતો. આરોપી યુવક આ રીતે ડ્રગ્સ નો જથ્થો લાવી છૂટક વેચાણ કરતો હોવાની કબુલાત કરી રહ્યો છે.

પકડાયેલ આરોપી કરણ ચૌહાણની પૂછપરછ કરતા સામે આવ્યું કે તે છેલ્લા છ મહિનામાં આઠથી વધુ વખત સાબીરહુસેન ઉર્ફે ગોટું શેખ નામના ડ્રગ્સ પેડલર પાસેથી ડ્રગ્સનો જથ્થો ખરીદ્યો હતો. જે જથ્થો આરોપી કરણ નાની નાની પડકીઓ બનાવીને શહેરના અલગ અલગ વિસ્તારમાં રાત્રિના દરમિયાન છૂટક વેચાણ કરતો હતો.

આ પણ વાંચો : Ahmedabad: રખડતા ઢોર અને આડેધડ પાર્કિંગ મુદ્દે હાઈકોર્ટ ફરી થઈ લાલઘુમ, સંબંધિત વિભાગના અધિકારીઓનો લીધો ઉધડો

પોલીસ તપાસમાં આરોપી કરણ ચૌહાણ દિવસ દરમિયાન એલિસબ્રિજ સમશાન ગૃહમાં નોકરી કરતો હતો અને રાત્રિના સમયે ડ્રગ્સનું વેચાણ કરતો હોવાનું સામે આવ્યું છે. ત્યારે આરોપી પૈસા કમાવાની લાલચમાં આ ડ્રગ્સનું વેચાણ કરતો હોવાનું કબુલાત કર્યું છે. ત્યારે આ ડ્રગ્સના કાળા કારોબારમાં અન્ય કોઈ સંડોવાયું છે કે કેમ તે દિશામાં પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 11:30 pm, Fri, 27 October 23