અમદાવાદમાં(Ahmedabad) ક્રાઈમ બ્રાન્ચે(Crime Branch) સોશિયલ મીડિયામાં હથિયારનો (Arms) વેપાર કરતા 3 આરોપીઓની કરી ધરપકડ. આરોપી પાસેથી 3 હથિયાર અને 16 જીવતા કાર્ટ્સ જપ્ત કરવામાં આવ્યા. મધ્યપ્રદેશથી સસ્તામાં હથિયાર ખરીદીને મોંઘી કિંમતમાં વેંચતા હોવાનું સામે આવ્યું છે. જેમાં આરોપી લતીફ સમા, નાસીર ખફી, અને ઈરફાન શેખ છે.. આ આરોપી હથિયારના સોદાગર છે.. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 3 આરોપીઓને બાતમીના આધારે સરખેજથી ઝડપ્યા. તેઓની પાસેેથી 3 હથિયાર અને 16 જીવતા કારતૂસ મળ્યા છે. આ આરોપીઓ સોશિયલ મીડિયાના મારફતે ગ્રાહકોને શોધી હથિયારનું વેચાણ કરતા હતા.. જામનગરથી હથિયારની ડીલીવરી આપવા આવતા ઝડપાઇ ગયા હતા. તેમજ આ આરોપીઓ મધ્યપ્રદેશથી હથિયાર લાવ્યા હોવાનું સામે આવ્યું છે.
ત્રણે આરોપીઓ મધ્યપ્રદેશથી હથિયાર લાવી સોશિયલ મીડિયામાં ગ્રાહકનો સંપર્ક કરી અમદાવાદ ના સરખેજ વિસ્તારમાં વેચવા આવ્યા હતા. આરોપીઓ 15000 માં એક હથિયાર લાવ્યા હતા અને 35000 માં વેચતા હોવાનું તપાસમાં ખુલ્યું છે. ત્યારે આ આરોપીઓ અમદાવાદમાં કોને આ હથિયાર આપવાના હતા કે હથિયારનો અન્ય કોઈ ઉપયોગ કરવાના હતા તે બાબતે વધુ તપાસ શરૂ કરી છે. મહત્વ નું છે કે પકડાયેલ આરોપીમાં લતીફ સમાનો ગુનાહિત ઇતિહાસ છે. આ અગાઉ આરોપી ડ્રગ્સ કેસમાં પકડાયો હતો.હાલમાં ક્રાઇમ બ્રાન્ચે હથિયારના વેચાણને લઈને નેટવર્ક અને મધ્યપ્રદેશના ડીલર મુદ્દે તપાસ શરૂ કરી.
Published On - 5:54 pm, Tue, 2 August 22