Ahmedabad : રિડેવલપમેન્ટમાં ગયેલા ફ્લેટધારકો પાસે સ્ટેમ્પ ડ્યુટી ન માગવા ક્રેડાઈ – ગાહેડની સરકાર સમક્ષ રજૂઆત

|

Jul 08, 2023 | 6:39 PM

Ahmedabad : રીડેવલપમેન્ટમાં ગયેલા ફ્લેટ્સની નવેસરથી તે ફ્લેટના જૂના માલિકોને ફાળવણી કરવામાં આવે તો તેવા સંજોગોમાં નવેસરથી સ્ટેમ્પ ડ્યુટી ન વસુલવાની માગ સાથેની રજૂઆત ક્રેડાઈ ગાહેડે ગુજરાત સરકાર સમક્ષ કરી છે.

Ahmedabad : રિડેવલપમેન્ટમાં ગયેલા ફ્લેટધારકો પાસે સ્ટેમ્પ ડ્યુટી ન માગવા ક્રેડાઈ - ગાહેડની સરકાર સમક્ષ રજૂઆત

Follow us on

Ahmedabad: જુના ફ્લેટ કે જે રીડેવલપમેન્ટમાં જવા યોગ્ય હોય એમના માલિકો પાસેથી નવા ફ્લેટ તૈયાર થયા બાદ સ્ટેમ્પ ડ્યુટી ના લેવાની માંગ ક્રેડાઈ- ગાહેડ ગુજરાતે કરી છે. રીડેવલપમેન્ટની પોલિસી આવી ત્યારે 2019માં ત્યારબાદ જંત્રીમાં બદલાવ સમયે અને હવે ફરી એકવાર ક્રેડાઈ એ આ રજુઆત કરી છે. મુંબઇ હાઇકોર્ટે રીડેવલપમેન્ટમાં ગયેલ જુના ફ્લેટના માલિકો પાસેથી નવા ફ્લેટ તૈયાર થયા બાદ ફરીવાર સ્ટેમ્પ ડ્યુટી ના લેવા આદેશ કર્યા બાદ ગુજરાતના ડેવલપરોએ કોર્ટના ચુકાદાને આગળ ધરીને આ રજૂઆત કરી છે.

રિડેવલપમેન્ટમાં જતી મિલકતની માલિકી બદલાતી નથી અને વેચાણ પણ થતુ નથી

ક્રેડાઈ અમદાવાદ ગાહેડ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે. જેમાં માંગ કરાઈ છે કે શહેરના સુનિયોજીત વિકાસને ધ્યાને રાખી જર્જરીત ઈમારતોના રીડેવલપમેન્ટ માટે સરકારે પોલીસી બનાવી છે. આ પોલીસી અંતર્ગત સ્ટેમ્પ ડયુટી લેવા અંગેની નીતિ બાબતે સ્પષ્ટતા થવી આવશ્યક છે.

રીડેવલપમેન્ટમાં જતી સોસાયટીઓમાં તેના સભ્યોને હયાત કાર્પેટ કરતા વધારે ક્ષેત્રફળ વાળુ યુનીટ આપવામાં આવે તો તેના ઉપર કોઈ પણ પ્રકારની સ્ટેમ્પ ડ્યુટી ભરવાની થશે નહિ કેમ કે ડેવલપર્સ દ્વારા કરાર કરી બનાવવામાં આવેલ યુનીટનું વેચાણ થતુ નથી.બલ્કે સભ્યના યુનીટની સામે તેને નવા યુનીટ ફાળવે છે અને તે એક આંતરીક ફાળવણી છે. આથી આવા કીસ્સાઓમાં સ્ટેમ્પ ડયુટી લઈ શકાય નહી તેવું અમૌ માનીએ છીએ. આથી આ બાબતે અગાઉ પણ સરકારમાં રજુઆત કરેલ છે અને આશા છે કે આ બાબતે વિકાસને વેગ આપવા પ્રજાહિતમાં નિર્ણય લેવામાં આવે તેવી વિનંતી છે.

આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneમાં ઝડપથી થઈ જશે ચાર્જિંગ? ફોલો કરી લો બસ આ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા

આ પણ વાંચો:  Railway News: અમદાવાદ  ડિવિઝન પર મુસાફરોની સુવિધા માટે UTS એપ અને ઓટોમેટિક ટિકિટ વિતરણ મશીનની સુવિધા ઉપલબ્ધ

મુંબઈ હાઈકોર્ટેના ચુકાદાને ટાંકી નવેસરથી સ્ટેમ્પ ડ્યુટી ન માગવા ક્રેડાઈની રજૂઆત

પત્રમાં મહારાષ્ટ્ર હાઇકોર્ટના જજમેન્ટનો ઉલ્લેખ કરી પત્ર સાથે તેની નકલ મોકલી માંગ કરવામાં આવી છે કે મહારાષ્ટ્ર હાઇકોર્ટના જજમેન્ટનો અમલ ગુજરાતમાં કરવામાં આવે તો ગુજરાતના ડેવલપમેન્ટને વેગ મળશે. ક્રેડાઈ અમદાવાદ ગાહેડ પ્રમુખ તેજસ જોશીએ જણાવ્યું કે 2019 માં જ્યારે રીડેવલોપમેન્ટ પોલીસી બની ત્યારથી અમે આ અંગે માંગ કરી રહ્યા છીએ.

પ્રોજેક્ટ થઈ ગયા બાદ જુના ફ્લેટ ધારકો પાસેથી સ્ટેમ્પ ડ્યુટી વસૂલવામાં ન આવે. અત્યારે છ ટકા સ્ટેમ્પ ડ્યુટી લાગી રહી છે અને અમદાવાદમાં અત્યારે 70 થી વધુ તેમજ ભવિષ્યમાં હજારોની સંખ્યામાં રીડેવલપમેન્ટ પ્રોજેકટ થવાના છે ત્યારે ડેવલપર્સ અને ફ્લેટ ધારકોના હિતમાં સરકારે સ્ટેમ્પ ડ્યુટી ના લેવી જોઈએ.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 11:58 pm, Fri, 7 July 23

Next Article