AHMEDABAD : શહેરમાં કોરોના રસીકરણ અભિયાનમાં 38 લાખથી વધુ લોકોનું રસીકરણ થયું

|

Aug 03, 2021 | 7:01 AM

અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં 29 લાખ લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે 9 લાખ લોકોએ કોરોના રસીનો બીજો ડોઝ લીધો છે.

AHMEDABAD : એક તરફ રાજ્યમાં અને દેશમાં કોરોનાની ત્રીજી લહેરના ભણકારા વાગી રહ્યા છે, ત્યારે બીજી તરફ અમદાવાદ શહેરમાં કોરોના વેક્સીનેશન પણ ઝડપથી થઇ રહ્યું છે.અત્યાર સુધીમાં અમદાવાદ શહેરમાં 38 લાખથી વધુ લોકોનું રસીકરણ થયું. કોર્પોરેશનના આરોગ્ય અધિકારીના મતે 150 જેટલી સાઇટ પર વેક્સીનેશનની કામગીરી ચાલી રહી છે. 29 લાખ લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે 9 લાખ લોકોએ કોરોના રસીનો બીજો ડોઝ લીધો છે. અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના લોકોને રસી લેવા માટે અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો : AHMEDABAD : સુપરિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પે સોસાયટીઓ પર સ્ટેમ્પ ડ્યુટીના વધારાના કરબોજના અહેવાલોને ફગાવ્યા

આ પણ વાંચો : AHMEDABAD : બોગસ બિલિંગ મામલે સ્ટેટ GST વિભાગે બે શખ્સોની ધરપકડ કરી

Next Video