અમદાવાદ(Ahmedabad)કોર્પોરેશન દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ કોર્પોરેશન(SRDFL)રિવરફ્રન્ટના ફેઝ-2ના કામ માટે 350 કરોડની લોન(Loan)લેશે.ગુજરાત સ્ટેટ ફાયનાન્સ સર્વિસ પાસેથી સાબરમતી રિવરફ્રન્ટ ડેવપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ લોન લશે.લોન લેવા માટે રિવરફ્રન્ટ કોર્પોરેશન એએમસીને હાથો બનાવશે.લોનની ગેરંટી એએમસી લેશે કોર્પોરેશને અત્યાર સુધીમાં રિવરફ્રન્ટ કંપનીને 2094.27 કરોડ લોન પેટે આપ્યા છે. શહેરના નાગરિકો માટે આનંદ પ્રમોદના સાધનો ઊભા કરવા માટે રિવરફ્રન્ટ પ્રોજેકટની સ્થાપના કરવામા આવી હતી.1997માં સાબરમતી રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ(SRFDCL)ની સ્વાયત કંપનીની સ્થાપના કરવામાં આવી હતી.છેલ્લા 20 વર્ષથી કાચબાની ગતિએ ચાલતા રિવરફ્રન્ટ પ્રોજેક્ટનું કામ પૂરું થવાનું નામ નથી લેતુ હાલમાં SRFDCLની અન્ય કોઈ નોંધપાત્ર આવક ના હોવાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી માસિક રૂપિયા દસ કરોડ પ્રોજેક્ટના નિભાવ માટે આપવામાં આવે છે.
એક તરફ મ્યુનિસિપલ કોર્પોરેશનની તિજોરી ખાલી છે. ત્યારે વિવિધ ઝોનમાં કોન્ટ્રાક્ટરોએ કરેલા કામોના 800 કરોડ આપવાના બાકી છે.વિપક્ષે પ્રહાર કરતા જણાવ્યું હતું કે અમદાવાદના નાગરિકોને પ્રાથમિક સુવિધાના કામો માટે મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે પૈસા નથી.જ્યારે આનંદ પ્રમોદના પ્રોજેક્ટ એવા રિવરફ્રન્ટ પ્રોજેક્ટ માટે માસિક રૂપિયા 10 કરોડનો કેશ ફ્લો આપવામાં આવે છે. રિવરફ્રન્ટના ફેઝ-2 માટે 1200 કરોડનો ખર્ચનો અંદાજ મૂકવામાં આવ્યો છે. તેના માટે મ્યુનિસિપલ કોર્પોરેશન મારફતે GSFS પાસેથી રૂપિયા 350 કરોડની લોન લેવા બાબતે દરખાસ્ત મૂકવામાં આવી છે.આ લોન મ્યુનિસિપલ કોર્પોરેશન મારફતે લેવામાં આવશે અને રિવરફ્રન્ટ પ્રોજેક્ટની કોઈ નોંધપાત્ર આવક ના હોવાથી 350 કરોડની લોન નો બોજો મ્યુનિસિપલ કોર્પોરેશન પર આવશે.અત્યાર સુધી રિવરફ્રન્ટ પ્રોજેક્ટમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રોજેક્ટ ખર્ચ અને નિભાવ ખર્ચ મળીને 2533.79 કરોડ આપવામાં આવ્યા છે..જેના કારણે કોંગ્રેસ પક્ષ દ્વારા લોન લેવાની આ દરખાસ્તનો વિરોધ કરવામાં આવ્યો છે.
અમદાવાદ કોર્પોરેશન દ્વારા રિવરફ્રન્ટનો મનોરજંન અને હરવા ફરવાના સ્થળ તરીકે વિકસિત કરવામાં આવી રહ્યો છે. જેમાં હાલમાં જ
આ પણ વાંચો : ભરૂચની મહિલાએ પરંપરાગત સાડી પહેરી વિશ્વનું ચોથું સૌથી ઊંચું શિખર સર કર્યું, 5895 મીટરની ઉંચાઈએ તિરંગો લહેરાવ્યો
આ પણ વાંચો : Banaskantha: હવે ભાવિકો કરી શકશે 51 શક્તિપીઠની પરિક્રમા, અંબાજી ટ્રસ્ટ દ્વારા તૈયારીઓને આખરી ઓપ
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો
Published On - 7:48 pm, Tue, 5 April 22