Ahmedabad : કોર્પોરેશને લોકોને હીટવેવ સામે રક્ષણ આપવા ORS ના પાઉચ આપવાની શરૂઆત કરી

|

Apr 14, 2022 | 6:31 PM

અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં મુખ્ય ચાર રસ્તા ઉપર ગ્રીન નેટ બાંધવામાં આવી છે.મણિનગર ખાતે પણ જવાહર ચોક ચાર રસ્તા પર ગ્રીન નેટ બધવામાં આવી છે..ગ્રીન નેટ ને કારણે વાહન ચાલકો સિગ્નલ પર ઊભા હોય તો ગરમી થી રક્ષણ મળે છે.આગામી દિવસોમાં શહેરના 50થી વધારે ચાર રસ્તાઓ પર વાહનચાલકો માટે આ રીતે ગ્રીન નેટ બાંધવામાં આવશે.

Ahmedabad : કોર્પોરેશને લોકોને હીટવેવ સામે રક્ષણ આપવા ORS ના પાઉચ આપવાની શરૂઆત કરી
Ahmedabad Heatwave (File Image)

Follow us on

ગુજરાતમાં(Gujarat)  રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. તેમાં પણ સૌથી વધુ ગરમી અમદાવાદમાં(Ahmedabad)  પડી રહી છે. ત્યારે ગરમીના કારણે શહેરમાં ડીહાઇડ્રેશનના કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે ગરમી અને હિટવેવ(Heatwave)  સામે લોકોને રક્ષણ મળી રહે તે માટે કોર્પોરેશન દ્વારા શહેરમાં આવેલા અર્બન હેલ્થ સેન્ટરો પર ORSના પાઉચ આપવાની શરૂઆત કરવામાં આવી છે. તેમાં શહેરના 80 અર્બન હેલ્થ સેન્ટર પર દરરોજના 800 જેટલા ORSના પાઉચ વહેંચવામાં આવી રહ્યા છે. જ્યારે લોકોને ગ્લુકોઝના પાઉચનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે..આ ઉપરાંત જો કોઈ પણ વ્યક્તિને ડીહાઇડ્રેશન થાય તો તેઓને અર્બન હેલ્થ સેન્ટર ખાતે સારવાર મળી રહે તે માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે..શહેરના દરેક અર્બન હેલ્થ સેન્ટર પર ORS કોર્નર બનાવવામાં આવ્યા છે.આ ઉપરાંત ગરમીથી અમદાવાદીઓને રક્ષણ આપવા માટે એએમસી દ્વારા શહેરના મુખ્ય ચાર રસ્તા ઉપર ગ્રીન નેટ બાંધવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

જેના ભાગરૂપે શહેરના વિવિધ વિસ્તારોમાં મુખ્ય ચાર રસ્તા ઉપર ગ્રીન નેટ બાંધવામાં આવી છે.મણિનગર ખાતે પણ જવાહર ચોક ચાર રસ્તા પર ગ્રીન નેટ બધવામાં આવી છે..ગ્રીન નેટ ને કારણે વાહન ચાલકો સિગ્નલ પર ઊભા હોય તો ગરમી થી રક્ષણ મળે છે.આગામી દિવસોમાં શહેરના 50થી વધારે ચાર રસ્તાઓ પર વાહનચાલકો માટે આ રીતે ગ્રીન નેટ બાંધવામાં આવશે.

સમગ્ર દેશમાં 20 વર્ષ બાદ હીટવેવની આટલી લાંબી અસર જોવા મળી રહી છે. એપ્રિલના પહેલા પખવાડિયામાં લૂના તમામ રેકોર્ડ તૂટી ગયા.. છેલ્લે વર્ષ 2001માં લૂની આવી તિવ્ર અસર જોવા મળી હતી.આ વખતે પડેલી કાતિલ લૂના કારણે દેશના 300 જેટલા જિલ્લાઓ લૂની ઝપેટમાં આવી ગયા હતા.જોકે હવામાન વિભાગ કહી રહ્યું છે કે હીટવેવનો રેકોર્ડ તોડ સિલસિલો ઘટી રહ્યો છે..જોકે ઘટતી લૂથી ખુશ થવાની જરૂર એટલા માટે પણ નથી કારણ કે સમગ્ર દેશમાં 18-20 એપ્રિલ વચ્ચે ફરી હીટવેવની અસર વર્તાશે તેવું હવામાન વિભાગનું માનવું છે.

SRHની હાર બાદ કાવ્યા મારનને આવ્યો ગુસ્સો
શાર્દુલ ઠાકુરની પત્ની બેકરીની માલિક છે, જુઓ ફોટો
70ની ઉંમરમાં રેખા ફરી બની ઉમરાવ જાન ! ચહેરાનો નૂર જોઈ દિવાના થયા લોકો
29 માર્ચે શનિ અને રાહુનો મહાસંયોગ ! આ 4 રાશિઓ થઈ જશે માલામાલ
આજે અચાનક 15% વધ્યો આ શેર...હવે કંપની બોનસ પણ આપશે, રોકાણકારો થયા ગદગદ!
'સિકંદર'નો વિલન સલમાન ખાન કરતાં વધુ ભણેલો છે, જાણો

આ પણ વાંચો :  Surat : વિદ્યાર્થિનીઓમાં જાગૃતિ કેળવવા કેન્દ્રીય રેલ્વે રાજ્ય મંત્રી દર્શના જરદોશે સેનિટરી પેડનું વિતરણ કર્યું

આ પણ વાંચો :  અમદાવાદ સરદાર પટેલ એરપોર્ટે રાષ્ટ્રીય વિક્રમ સ્થાપ્યો, માત્ર 75 દિવસમાં સાડા 3 કિ.મી.ના રન-વેનું કામ પૂર્ણ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published On - 5:50 pm, Thu, 14 April 22