Ahmedabad: કોર્પોરેશને 43 હોસ્પિટલોની માન્યતા રદ કરી, સાત દિવસમાં હોસ્પિટલ ખાલી કરવા આદેશ

|

Sep 06, 2021 | 9:48 PM

એએમસીએ સાત દિવસમાં હોસ્પિટલ ખાલી કરવા આદેશ અપાયા છે. ફાયર બ્રિગેડે આ હોસ્પિટલોને અગાઉ કોર્પોરેશન દ્વારા જ અપાયેલું સી ફોર્મ રદ કર્યું છે.

અમદાવાદ(Ahmedabad)ની 43 હોસ્પિટલોને(Hospital)તાળા લાગશે. જેમાં ફાયર સેફટી તેમજ બીયુ પરમિશન ન હોય તેવી 43 હોસ્પિટલોની માન્યતા રદ્દ કરી દેવાઈ છે. હવે આ હોસ્પિટલો બંધ કરી દેવી પડશે. જેમાં સાત દિવસમાં હોસ્પિટલ ખાલી કરવા આદેશ અપાયા છે. ફાયર બ્રિગેડે આ હોસ્પિટલોને અગાઉ કોર્પોરેશન દ્વારા જ અપાયેલું સી ફોર્મ રદ કર્યું છે.

જેમાં સાત દિવસમાં દર્દીઓને અન્ય હોસ્પિટલમાં શીફ્ટ કરી હોસ્પિટલ ખાલી કર્યા બાદ કોર્પોરેશનને જાણ કરવાના આદેશ આપ્યા છે.

ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે અમદાવાદમાં ફાયર સેફ્ટીનું એનઓસી ન મેળવનાર 95 હોસ્પિટલોને ક્લોઝર નોટિસ અપાઈ છે. આ હોસ્પિટલના સંચાલકોને 7 દિવસનો સમય અપાયો હતો. જો 7 દિવસમાં હોસ્પિટલ તરફથી NOC મેળવવા કોઈ કાર્યવાહી નહીં કરાય તો કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

ચીફ ફાયર ઓફિસરનું કહેવું છે કે- જે 95 હોસ્પિટલોને ક્લોઝર નોટિસ આપવામાં આવી છે તે હોસ્પિટલોને અવાર-નવાર નોટિસ આપવા છતાં ફાયર સેફ્ટીનું સર્ટિફિકેટ નથી લીધુ. 7 દિવસમાં ફાયર સેફ્ટી સર્ટિફિકેટ લેવામાં નહીં આવે તો કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

હોસ્પિટલો સીલ કરવામાં આવશે અથવા તેમનું ઈલેક્ટ્રીક અને વૉટર કનેક્શન કાપવાની જોગવાઈ છે. હોસ્પિટલોને જાણ કરાઈ છે કે દાખલ દર્દીઓને બીજે શિફ્ટ કરો અને નવા પેશન્ટ એડમિટ ન કરો. આ 95 હોસ્પિટલમાં મોટા ભાગની હોસ્પિટલ OPD બેઝ છે.

 આ પણ વાંચો : Ahmedabad ના ગોમતીપુરમાં કિન્નરે નજર ચૂકવી દાગીના અને રોકડ રકમની ચોરી કરી, પોલીસે ધરપકડ કરી

આ પણ વાંચો : Ganesh Chaturthi 2021: ગણેશ ઉત્સવની તિથિ, સમય, મહત્વ અને વિસર્જન સિવાય જાણો ઘણુ બધુ

Published On - 9:44 pm, Mon, 6 September 21

Next Video