Ahmedabad ના ગોમતીપુરમાં કિન્નરે નજર ચૂકવી દાગીના અને રોકડ રકમની ચોરી કરી, પોલીસે ધરપકડ કરી

કિન્નર રાહુલ ઉર્ફે આઇશા આશિર્વાદ આપના બહાને મહિલાના ઘરે પહોંચી ગયો હતો અને ઘરમાથી સોના-ચાંદીના દાગીના અને રોકડની ચોરી કરી ફરાર થઈ ગયો હતો.

Ahmedabad ના ગોમતીપુરમાં કિન્નરે નજર ચૂકવી દાગીના અને રોકડ રકમની ચોરી કરી, પોલીસે ધરપકડ કરી
ahmedabad kinnar theft of jewelry and cash in gomtipur arrested by police
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Sep 06, 2021 | 8:04 PM

અમદાવાદ(Ahmedabad) ના ગોમતીપુર(Gomtipur)મા પુત્ર જન્મને લઈને આશિર્વાદ આપવાના બહાને કિન્નર ઘર સાફ કરીને ફરાર થઈ ગયો હતો. જો કે પોલીસે(Police)ગણતરીના કલાકોમા કિન્નરની ધરપકડ કરીને ચોરીનો મુદ્રામાલ જપ્ત કર્યો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે મોજશોખ કરવા માટે કિન્નરે ચોરીને અંજામ આપ્યો હતો.

આ કિન્નરનું નામ રાહુલ ઉર્ફે આઇશા ઉર્ફે રમેશ સોલંકી છે તેની ધરપકડ કરવામાં આવી છે. કિન્નર બાળકને આશિર્વાદ આપવાના બહાને ચોરી કરી હતી. આ ઘટનાની વાત કરીએ તો ગોમતીપુર વિસ્તારમા એક મહિલાના ઘરે પુત્ર જન્મ થયો.

જેની જાણ કિન્નર રાહુલ ઉર્ફે આઇશાને થઈ હતી અને તે આશિર્વાદ આપના બહાને મહિલાના ઘરે પહોંચી ગયો હતો અને પુત્ર જન્મ માટે રૂ 5 હજારની માંગ કરી હતી. પરંતુ મહિલાએ આપવાનો ઈન્કાર કરતા તેના ઘરમાથી સોના-ચાંદીના દાગીના અને રોકડની ચોરી કરી ફરાર થઈ ગયો હતો.

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

આ ઘટના તમામ લોકો માટે એક ઉદાહરણ પૂરું પાડે છે… એક કિન્નર કે જે નવજાત શિશુને આશીર્વાદ આપવાના બહાને ફરિયાદીના ઘરે ગયો. બાદમાં મસમોટી રકમની બક્ષીસ તરીકે માંગણી કરી અને જ્યારે મરજી મુજબના રૂપિયા ન મળ્યા ત્યારે પાણી પીવું છે તેમ કહી મહિલા ને રસોડા માં મોકલી અને ઘરમાં તિજોરીમાં પડેલા સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ પર હાથફેરો કરી લીધો.

કિન્નર ઘર છોડીને ગયો ત્યાં સુધી મહિલાને ભાન જ ન પડ્યું કે તેણે ઘરમાં કેવી રીતે ચોરી કરી. બાદમાં જ્યારે સમગ્ર હકીકત સામે આવી ત્યારે ચોરી કરનાર આરોપી કિન્નર સામે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી. ફરિયાદ નોંધાતા પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સર્વેલન્સના આધારે આરોપી કિન્નરને ગણતરીના કલાકોમાં ઝડપી પાડયો.

પોલીસે કિન્નરની કડક પૂછપરછ કરતા ચોરી કરેલા દાગીના અને રોકડ રકમ કિન્નર પાસેથી રિકવર કરવામાં આવ્યા હતા. હાલ પોલીસે ચોરીનો તમામ મુદ્દામાલ રિકવર કરી કિન્નર સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.

પકડાયેલ કિન્નર નો કિસ્સો લાલબત્તી સમાન છે.. નવજાત બાળકને આશીર્વાદ આપવા આવતા હોય કે કોઈ અન્ય પ્રસંગો દરમિયાન આશીર્વાદ આવતા તમામ કિન્નરો એક સરખા નથી હોતા. જે બાબત ગોમતીપુરની આ ઘટના પરથી સ્પષ્ટ થાય છે. શંકાસ્પદ કિન્નરોને ઘરમાં પ્રવેશતા પહેલા સો વાર ચેતજો નહીતો તમારી સાથે પણ ગોમતીપુર જેવી આ ઘટના બની શકે છે.

આ પણ વાંચો : Rajkot : કોર્પોરેશનના આવાસ પર ગેરકાયદે કબ્જો કરનાર સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરાશે

આ પણ વાંચો : GANDHINAGAR : ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર, ત્રીજી ઓક્ટોબરના રોજ યોજાશે મતદાન

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">