Ahmedabad : કોરોનાનો રાફડો ફાટ્યો, નવા 5998 કેસ નોંધાયા

|

Jan 18, 2022 | 11:31 PM

અમદાવાદ શહેરમાં કોરોનાના  5 998 અને જિલ્લામાં 80 મળીને કુલ 6 હજાર 78 કેસ નોંધાયા છે.અમદાવાદ શહેરમાં 3 દર્દીનું કોરોનાથી મોત થયું છે.

અમદાવાદ શહેરમાં કોરોનાના  5 998 અને જિલ્લામાં 80 મળીને કુલ 6 હજાર 78 કેસ નોંધાયા છે.અમદાવાદ શહેરમાં 3 દર્દીનું કોરોનાથી મોત થયું છે.જ્યારે 2 હજાર 948 દર્દીઓએ કોરોનાને માત આપી છે. પહેલી જાન્યુઆરીથી અત્યાર સુધીમાં અમદાવાદમાં 45 હજાર 947 કેસ સામે આવ્યા છે.જેમાંથી 30 હજાર 193 કેસ માત્ર 11 જાન્યુઆરીથી 18 જાન્યુઆરીમાં આવ્યા છે.બીજી તરફ 1લી જાન્યુઆરીથી 18 જાન્યુઆરી સુધીમાં અમદાવાદમાં કુલ 9 દર્દીના મોત થયા છે.આ પહેલાં 13 જાન્યુઆરીએ અમદાવાદમાં એક દર્દીનું કોરોનાથી મોત થયું હતું. જ્યારે 15 જાન્યુઆરીએ પણ 2 દર્દીના કોરોનાથી મોત થયા હતા.જ્યારે 18 જાન્યુઆરીએ અમદાવાદમાં 3 લોકોએ કોરોનાના કારણે દમ તોડ્યો છે જેના કારણે કોરોનાનો કુલ મૃત્યુઆંક વધીને 3,421 પર પહોંચી ગયો છે.

જો કે આ દરમ્યાન અમદાવાદ પોલીસમાં(Police)પણ કોરોના વિસ્ફોટ થયો છે. જેમાં શહેર પોલીસના સિનિયર અધિકારીઓ કોરોના સંક્રમિત થયા છે.અમદાવાદ શહેર પોલીસમાં પણ કોરોના વિસ્ફોટની સ્થિતિ જોવા મળી રહી છે.ક્રાઈમ બ્રાન્ચ ડીસીપી, ઝોન 7 ડીસીપી સહિત ઘણા સિનિયર અધિકારીઓ કોરોનામાં સપડાયા છે. તો ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ પણ પોઝિટિવ નોંધાયા છે. આ અગાઉ 17 એપ્રિલે એક જ દિવસમાં 85 પોલીસકર્મી કોરોના સંક્રમિત થતા હવે 300થી વધુ અધિકારીઓ સંક્રમિત થયા છે.જેમાં 2 ACP, 3 PI અને 12થી વધુ PSIનો પણ સમાવેશ થયો છે.

જેમાં મોટા ભાગના પોલીસકર્મીઓ હોમ આઇસોલેશનમાં છે, ત્યારે વધારે પોલીસકર્મીઓ સંક્રમિત ન બને માટે તમામ પોલીસકર્મી પ્રિકૉશન ડોઝ લઈ રહ્યા છે. રોજે-રોજના પ્લાનિંગ મુજબ પોલીસ સ્ટેશન દીઠ રસીના ડોઝ અપાઈ રહ્યા છે. આંકડાકીય માહિતી મુજબ કૃષ્ણ નગર, સોલા અને ખોખરા પોલીસ સ્ટેશનમાં સૌથી વધુ કોરોનાના કેસ હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો : Tapi : લગ્ન પ્રસંગમાં કોરોના ગાઈડલાઇનના પાલનમાં બેદરકારી બદલ બે પોલીસ કર્મી સસ્પેન્ડ

આ પણ વાંચો : ગુજરાતમાં માછીમારોને દરિયો ન ખેડવા હવામાન વિભાગની સૂચના

Published On - 11:28 pm, Tue, 18 January 22

Next Video